Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં ભાભીને લગ્નની લાલચ આપી કૌટુંબિક દિયરે અવારનવાર દુષ્કર્મ આચર્યું:પરિણીતા ગર્ભવતી થતાં આપણે ભાગીને લગ્ન કરી લઈએ કહી અમદાવાદ ભગાડી ગયો, બે દિવસ સુધી હોટેલમાં રાખી ફરી દેહ પીંખ્યો

    9 hours ago

    • બાળક મારૂ છે કે નહિ કેમ ખબર પડે’ કહી પ્રેમીએ પણ તરછોડી રાજકોટ શહેરના સામા કાંઠા વિસ્તારમાં પરિણીતાને લગ્ન કરવાનું કહી કૌટુંબિક દિયરે અવાર નવાર દુષ્કર્મ ગુજાર્યો હતો. સાસરિયાના ત્રાસથી કંટાળેલી પરિણીતાને સાસરિયેથી ભગાડી અમદાવાદ લઈ જઈ હોટેલમાં પણ હવસખોરે બે દિવસ સુધી પોતાની હવસ સંતોષી હતી આ દરમિયાન પરિણીતા ગર્ભવતી પણ બની હતી જે બાદ આ બાળક મારૂ છે કે નહિ તે કેમ ખબર પડે કહી હવસખોરે પરિણીતાને તરછોડી દીધી હતી. હાલ બી ડિવિઝન પોલીસે દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પરિણીતાના લગ્ન વર્ષ 2021માં થયા હતા રાજકોટ શહેરના સંતકબીર રોડ પર માવતરે રહેતી પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં હવસખોર તરીકે કૌટુંબિક દિયર કરણનું નામ આપી જણાવ્યું હતું કે, તેણીના લગ્ન વર્ષ 2021માં કુવાડવા રોડ પર રહેતા યુવાન સાથે જ્ઞાતીના રીતરીવાજ મુજબ થયા છે. તેઓને સંતાનમા એક દિકરી છે જેનો જન્મ પાંચ દિવસ પહેલા થયેલ છે. લગ્નના એક વર્ષ સુધી સાસરિયાએ સારી રીતે રાખી હતી. બાદમાં સાસરીયા માનસીક તેમજ શારીરીક ત્રાસ આપતા હતા. સાસુ નાની-નાની વાતમાં મેણા ટોણા મારતા અને પતિને વિરૂધ્ધમાં ચડામણી કરતા જેથી પતિ મારકૂટ કરતા હતા જેના કારણે સતત તણાવમાં રહેવા લાગી હતી. પિયરમાં કોઇ દુ:ખી ન થાય એટલે કોઈને વાત કરી ન હતી. લગ્ન બાદ પતિનો કૌટુંબીક ભાઈ કરણ અવાર નવાર ઘરે આવતો હોય જેથી તેની સાથે ઓળખાણ થઇ હતી. દરમિયાન આરોપીએ એક દિવસ પૂછયુ કે, ભાભી તમે કેમ રડો છો.? જેથી તેને આખી વાત કરી હતી બાદ કહ્યું કે, ભાભી તમે ચીંતા ન કરો, હું તમારી સાથે છુ. ત્યારબાદ મોબાઈલ નંબરની આપલે કરી હતી જે પછી બન્ને વચ્ચે વોટ્સઅપમાં વાતચીત થતી હતી. તે હંમેશા વિશ્વાસ અપાવતો અને કહેતો કે, હું તમારી સાથે છુ અને તમારી સાથે કાયમ રહીશ. એક દિવસ તેણે કહ્યું કે, ભાભી તમે તમારા પતિને છોડી કેમ નથી દેતા.? તો તેને કહ્યું કે, હુ તેને છોડીને જાવ ક્યાં ત્યારે આરોપીએ કહ્યું કે, મને તમે ગમો છો અને તમે જો તમારા પતિને છોડી દેશો તો હુ તમારી સાથે લગ્ન કરીશ. સાસરિયાના ત્રાસથી કંટાળી ગઈ હતી અને આરોપીએ વિશ્વાસ આપ્યો હોવાથી તેને કહ્યું કે, તુ મારી સાથે હોય તો આપણે લગ્ન કરી લેશુ. બાદ 9 મહીના પહેલા એક દિવસ આરોપી ઘરે આવ્યો હતો તે દિવસે ઘરે કોઇ હતુ નહી ત્યારે આરોપીએ શારીરિક સંબંધ બાંધવાની માગણી કરતાં તેને કહ્યું કે આ વાત ખોટી છે આપણે લગ્ન કર્યા પછી શારીરીક સબંધ બાંધીશુ. ત્યારે આરોપીએ કહ્યું કે, તુ કેમ ચીંતા કરશ હુ તારી સાથે લગ્ન કરવાનો જ છુ અને મારા પપ્પા સાથે પણ વાતચીત કરી છે તેમ કહી તેણે બળજબરી પૂર્વક મરજી વિરુદ્ધ શારીરીક સબંધ બાંધ્યા હતા. આજીવન સાથે રહીશ કહી અમદાવાદ ભગાડી ગયો હતો તે લગ્ન કરવાનું કહેતો હોય જેથી આ બાબતની કોઈને જાણ કરી ન હતી. ત્યારબાદ અવાર-નવાર તે બળજબરી પૂર્વક શારીરીક સબંધ બાંધતો અને હંમેશા લગ્ન કરવાનો વિશ્વાસ અપાવતો હતો. આ દરમિયાન તેણીના પતિ પણ સાથે શારીરીક સબંધમા રહેતા હતા. વધુમાં પરિણીતાએ જણાવ્યું હતું કે, અંદાજે નવ મહીના પહેલા તેણી ગર્ભવતી થઇ હતી. જે વાત આરોપીને કરતા તેણે ટૂંક સમયમાં ભાગી લગ્ન કરી લઇશુ તેમ જણાવ્યું હતું. ત્રણ મહીના બાદ એક દિવસ કહ્યું કે, મારે તારી સાથે લગ્ન કરવા છે, હવે આપણે ભાગી જઇએ. તે સમયે તેણીએ કહ્યું કે, તુ મને છોડી તો નહી દેને? તો આરોપીએ આજીવન સાથે રહીશ તેવો વિશ્વાસ આપ્યો હતો. અને આરોપી અમદાવાદ ખાતે ભગાડી લઇ ગયો હતો જયા બંને ઇસ્કોન ચાર રસ્તા પાસે એક હોટેલમા બે દિવસ રોકાયા હતા. હોટેલમાં પણ તેણી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. બે દિવસ બાદ આરોપીના પિતા તથા સંબંધીઓ હોટેલમા આવી ગયેલ અને પરત રાજકોટ લઇ આવ્યા હતા. આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા રાજકોટ આવ્યા બાદ પતિએ તેણીને અપનાવાની ના પાડતા નાના-નાનીના ઘરે મોકલી દીધી હતી. જયાથી માતા-પિતાના ઘરે જતી રહી હતી. બાદ તેણીએ આરોપી સાથે રહેવાની ઈચ્છા દર્શાવતા પરિજનોએ આરોપીને ઘરે બોલાવ્યો હતો તે સમયે આરોપીએ કહ્યું કે, હું તને લઇ જવા માંગતો નથી. જેથી તેને કહ્યું કે, તો તે મને શા માટે વિશ્વાસ અપાવેલ હતો આવુ પૂછતા બધા વચ્ચે કહ્યું કે, તારા પેટમાં રહેલુ બાળક મારૂ છે કે નહી તે કેમ ખબર પડે મારે હવે તુ જોતી નથી. આ પછી ગત તા.26ના રોજ દિકરીનો જન્મ થયો હતો. જે બાદ પણ આરોપી તેણીને કે બાળકને અપનાવવા તૈયાર નહિ થતાં અંતે મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. હાલ પરિણીતાની ફરીયાદ પરથી બી ડિવિઝન પોલીસની ટીમે ગુનો નોંધી હવસખોર દિયરની શોધખોળ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    Editor's View: બંગાળમાં મહારાષ્ટ્ર મોડલથી TMCમાં બળવો:મમતા પાસેથી ચૂંટણી પણ ચિહ્ન છીનવાઇ શકે, સંસદમાં બે તૃતિયાંશ બહુમતી માટે ભાજપનો ખતરનાક ગેમ પ્લાન
    Next Article
    સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સખત કેદ:જામનગર પોક્સો કોર્ટનો ચુકાદો, પીડિતાને રૂ. 4 લાખ વળતર ચૂકવવાનો પણ આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment