Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેટ્રોની કામગીરીના કારણે બંધ અને વૈકલ્પિક રસ્તાનું જાહેરનામું:લંબે હનુમાન રોડ જય વિજય રેસ્ટોરન્ટથી ચોકી સુધી સંપૂર્ણ બંધ, સ્ટેશનના બાંધકામ વિસ્તારમાં વાહન પાર્ક કર્યું તો દંડાત્મક કાર્યવાહી થશે

    2 weeks ago

    સુરત શહેરમાં મેગા પ્રોજેક્ટ સમાન મેટ્રો રેલની કામગીરી ચાલી રહી છે. આ અંતર્ગત સુરત રેલ્વે સ્ટેશન (લંબે હનુમાન), મસ્કતી હોસ્પિટલ અને ચોક બજાર મેટ્રો સ્ટેશનના ચાલી રહેલા બાંધકામને ધ્યાનમાં રાખીને શહેરના ટ્રાફિકને સુચારુ અને વ્યવસ્થિત રાખવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત શહેર પોલીસ દ્વારા અગાઉ બહાર પાડવામાં આવેલા જાહેરનામાની મુદત તાજેતરમાં જ એટલે કે તા. 31/05/2026 ના રોજ પૂરી થઈ રહી હતી. જેને હવે લંબાવીને આગામી તા. 30/11/2026 સુધી કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન નિયત કરાયેલા વિવિધ મુખ્ય માર્ગો પર વાહનોની અવર-જવર તેમજ તમામ પ્રકારના વાહનોના પાર્કિંગ પર કડક પ્રતિબંધ લાગુ રહેશે, જેથી બાંધકામની કામગીરી કોઈ પણ અવરોધ વિના સતત ચાલી શકે. લંબે હનુમાન રોડ અને સ્ટેશન વિસ્તારમાં કડક પ્રતિબંધો અને વૈકલ્પિક વ્યવસ્થા નવા જાહેરનામા અનુસાર, સુરત રેલ્વે (લંબે હનુમાન) મેટ્રો સ્ટેશનના હેવી બાંધકામને લીધે લંબે હનુમાન રોડની શરૂઆત એટલે કે જય વિજય રેસ્ટોરન્ટથી લઈને લંબે હનુમાન પોલીસ ચોકી સુધીનો સમગ્ર રસ્તો તમામ પ્રકારના સામાન્ય વાહનો માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. આ વિસ્તારના વાહનચાલકોની સુવિધા માટે તંત્ર દ્વારા ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. લંબે હનુમાન રોડ તરફથી દિલ્હી ગેટ કે રિંગ રોડ તરફ જવા ઈચ્છતા નાગરિકોએ વરાછા મેઈન રોડ, આયુર્વેદિક કોલેજ સર્કલથી સ્ટેશન રોડ (વન-વે) અથવા લાલ દરવાજા રોડનો ઉપયોગ કરવાનો રહેશે. કતારગામ તરફ જવા માટે પણ વરાછા મેઈન રોડથી લાલ દરવાજા રોડ થઈને જઈ શકાશે. દિલ્હી ગેટથી રેલ્વે સ્ટેશન કે વરાછા તરફ જતા વાહનો રેલ્વે સ્ટેશનના વન-વે રોડ અને લાલ દરવાજા રોડનો આશરો લઈ શકશે. જ્યારે GSRTC બસ ડેપો અને સ્થાનિક ખારવા ચાલના રહીશો માટે અલગથી 4 મીટરનો રસ્તો ફાળવવામાં આવ્યો છે. રાજમાર્ગ અને મસ્કતી હોસ્પિટલ રૂટ પર ભારે વાહનોના પ્રવેશ પર રોક શહેરના સૌથી વ્યસ્ત ગણાતા રાજમાર્ગ પર મસ્કતી હોસ્પિટલ મેટ્રો સ્ટેશનની કામગીરી ચાલી રહી હોવાથી, ટ્રાફિક જામની સમસ્યા નિવારવા માટે વહીવટી તંત્રએ મોટો નિર્ણય લીધો છે. હવેથી રાજમાર્ગ પર મસ્કતી હોસ્પિટલથી લઈને સુરત મહિધરપુરા હેડ પોસ્ટ ઓફિસ સુધીના માર્ગ પર ફોર-વ્હીલરથી મોટા તમામ ભારે વાહનોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મુકાયો છે. સ્ટેશન રોડ પર મોતી ટોકિઝથી મહિધરપુરા તરફ જવા માટે વાહનચાલકોએ દારૂખાના રોડનો ઉપયોગ કરવો પડશે. તે જ પ્રમાણે રાજમાર્ગથી ભાગળ અને ચોકબજાર તરફ જવા ઈચ્છતા લોકો દારૂખાના રોડ, મહિધરપુરા મેઈન રોડ, ધી કાંટા રોડ થઈને કાંસકીવાડ રોડથી ભાગળ ચાર રસ્તા પહોંચી શકશે અથવા બેગમપુરા રોડ, ઝાંપા બજાર અને બંદરી રોડ (વન-વે) નો ઉપયોગ કરી શકશે. તંત્ર દ્વારા ટાવરથી મોટી ટોકીઝ તરફનો 3 મીટરનો રસ્તો માત્ર ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર (પેસેન્જર અને લોડિંગ રિક્ષા) તથા રાહદારીઓ માટે જ વન-વે તરીકે ખુલ્લો રાખવામાં આવ્યો છે. ચોકબજાર અને ગાંધીબાગ સર્કલ આસપાસનો ટ્રાફિક પ્લાન બદલાયો ચોકબજાર મેટ્રો સ્ટેશનની મહત્વપૂર્ણ કામગીરીને કારણે ક્રાઈમ બ્રાન્ચ ઓફિસથી લઈને એસ.બી.આઈ. બેંક ગાંધીબાગ સર્કલ સુધીનો રસ્તો વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ જાહેર કરાયો છે. આ ઉપરાંત, રાજમાર્ગ તરફથી જે વાહનો કમાલ ગલીનો ઉપયોગ કરીને ગાંધીબાગ સર્કલ તરફ આવતા હતા, તેમના પ્રવેશ પર પણ હવે રોક લગાવી દેવામાં આવી છે. જો કે, નેહરુ બ્રિજ પર આવવા-જવા માટે નાના વાહનોને ચોકબજાર ચાર રસ્તાથી વિશેષ રસ્તો આપવામાં આવશે. રાજમાર્ગથી ગાંધીબાગ કે વિવેકાનંદ સર્કલ જવા માટે અનુસૂયન રોડ (વન-વે) અને ચારા ગલી (વન-વે) નો ઉપયોગ કરી શકાશે, જ્યારે ત્યાંથી પરત ફરવા માટે રંગ ઉપવન રોડ અને કમાલ ગલી (વન-વે) ખુલ્લી રહેશે. મુગલીસરા કે SMC મેઈન ઓફિસ જવા માટે નાના વાહનોએ નાણાવટ રોડ અને ફોર-વ્હીલર જેવા મોટા વાહનોએ ચંદ્રશેખર આઝાદ બ્રિજ (જીલાની બ્રિજ)નો ફરજિયાત ઉપયોગ કરવો પડશે. સમગ્ર વિસ્તાર 'નો-પાર્કિંગ ઝોન' જાહેર, નિયમભંગ કરનાર સામે કાયદાકીય કાર્યવાહી પોલીસ કમિશનરના જાહેરનામામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મેટ્રો પ્રોજેક્ટ હેઠળ આવરી લેવાયેલા આ તમામ પ્રતિબંધિત વિસ્તારો અને ડાયવર્ઝન માર્ગો કડક રીતે "નો-પાર્કિંગ ઝોન" રહેશે. આ રસ્તાઓ પર કોઈ પણ વ્યક્તિ પોતાનું વાહન પાર્ક કરી શકશે નહીં અને જો કોઈ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કાયદેસરની શિક્ષાત્મક અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. જો કે, જાહેર જનતાની સુવિધા અને માનવતાના ધોરણે ઇમરજન્સી સેવાઓ જેવી કે ફાયરબ્રિગેડ, સરકારી એમ્બ્યુલન્સ અને પોલીસના વાહનોને આ જાહેરનામાના પ્રતિબંધોમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    રિવરફ્રન્ટ રોડ પર AMCની કચરા ગાડી પલટી:ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ, સદનસીબે જાનહાનિ ટળી
    Next Article
    વસ્તી ગણતરીમાં ST-SCની જેમ OBC માટે પણ અલગ કોલમ રાખો:AAP દ્વારા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment