Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ જૂના અખાડાના નવા અધ્યક્ષની નિયુક્તિ:વિશ્વંભરભારતી બાપુ બ્રહ્મલીન થયા બાદ ખાલી પદ પર નિમણૂક, નાસિકમાં વરિષ્ઠ સાધુ-સંતોની હાજરીમાં લેવાયો નિર્ણય

    1 day ago

    જૂનાગઢ ભારતી આશ્રમના સ્થાપક અને જૂના અખાડાના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર વિશ્વંભરભારતી બાપુ બ્રહ્મલીન થયા બાદ, જૂનાગઢ જૂના અખાડાના અધ્યક્ષ તરીકેનું મહત્વનું પદ છેલ્લા ઘણા સમયથી ખાલી પડ્યું હતું. આ ખાલી પડેલા સર્વોચ્ચ પદને ભરવા માટે લાંબા સમયથી સંતો અને શ્રદ્ધાળુઓમાં રાહ જોવાઈ રહી હતી, જેનો આખરે સુખદ અંત આવ્યો છે. નાસિક ખાતે જૂના અખાડાના વરિષ્ઠ સાધુ-સંતો અને પદાધિકારીઓની એક અગત્યની બેઠક યોજાઈ હતી, જેમાં સર્વાનુમતે જૂનાગઢ જૂના અખાડાના નવા અધ્યક્ષ તરીકે 1008 મહામંડલેશ્વર હરિહરાનંદભારતી બાપુની વિધિવત નિયુક્તિ કરવામાં આવી છે. નાસિકમાં વરિષ્ઠ સાધુ-સંતોની હાજરીમાં લેવાયો નિર્ણય ​નાસિકમાં આયોજિત આ ગરિમાપૂર્ણ ધાર્મિક વિધિ અને પદગ્રહણ કાર્યક્રમમાં જૂના અખાડાના ટોચના અને વરિષ્ઠ સંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પંચ દશનામ જૂના અખાડાના સંરક્ષક મંત્રી મહંત હરિ ગિરિજી મહારાજ, જૂના અખાડાના સભાપતિ મહંત પ્રેમ ગિરિજી મહારાજ, તેમજ મહંત મોહન ભારતીજી વિશેષ રૂપે હાજર રહ્યા હતા. પંચ દશનામ જૂના અખાડાના સભાપતિ સહિતના તમામ ઉચ્ચ પદાધિકારીઓ અને અગ્રણી સાધુ-સંતોની પ્રેરક ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે મહામંડલેશ્વર હરિહરાનંદભારતી બાપુને ચાદર ઓઢાડીને અખાડાની પરંપરા મુજબ આ જવાબદારી સોંપવામાં આવી હતી. સમગ્ર અખાડા પરિવારમાં ભારે હર્ષની લાગણી વ્યાપી ગઈ આ ભવ્ય નિયુક્તિને પગલે જૂનાગઢના ભારતી આશ્રમ અને સમગ્ર અખાડા પરિવારમાં ભારે હર્ષની લાગણી વ્યાપી ગઈ છે. અખાડાના તમામ પદાધિકારીઓએ નવા નિયુક્ત થયેલા અધ્યક્ષ હરિહરાનંદભારતી બાપુને શુભકામનાઓ પાઠવી હતી અને આશા વ્યક્ત કરી હતી કે તેમના માર્ગદર્શન હેઠળ આશ્રમ અને અખાડાની સનાતન ધર્મની પરંપરાઓ વધુ વેગવંતી બનશે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં વહેલી સવારે વાવાઝોડા સાથે વરસાદ:કેરીના પાકને મોટુ નુકસાન થયું નથી; બાગાયત વિભાગની સત્તાવાર પુષ્ટિ
    Next Article
    વરસાદની આગાહી વચ્ચે રાજકોટ માર્કેટિંગ યાર્ડ સતર્ક:પાકને નુકસાનથી બચાવવા યાર્ડમાં ટોકન સિસ્ટમ અને શેડ વ્યવસ્થા, પાકને લાવતા સમયે તાલપત્રી બાંધવા ખેડૂતોને કડક સૂચના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment