Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં વહેલી સવારે વાવાઝોડા સાથે વરસાદ:કેરીના પાકને મોટુ નુકસાન થયું નથી; બાગાયત વિભાગની સત્તાવાર પુષ્ટિ

    1 day ago

    વલસાડ જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. વાવાઝોડા સાથે વરસેલા વરસાદને કારણે બાગાયતી પાકો, ખાસ કરીને કેરીના પાકને આંશિક અસર થઈ છે. જોકે, જિલ્લામાં ક્યાંય મોટા નુકસાનના કે ઝાડ પડવાના સમાચાર નથી. બાગાયત વિભાગ અને ખેડૂત સમાજ બંનેએ આ અંગે સત્તાવાર પુષ્ટિ કરી છે. નાયબ બાગાયત નિયામક નિકુંજ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લામાં આશરે 39 હજાર હેક્ટરથી વધુ જમીન પર આંબાનું વાવેતર થયેલું છે. સદનસીબે, તેમાંથી લગભગ 80 ટકા કેરીઓ ખેડૂતો દ્વારા ઉતારીને બજારમાં વેચી દેવામાં આવી છે. બાકી રહેલી 15 થી 20 ટકા કેરીઓ પર જ આ વાવાઝોડાની અસર જોવા મળી શકે છે. તેમણે ખેડૂતોને બાકી રહેલી કેરીની લણણી તાત્કાલિક પૂરી કરી બજાર વ્યવસ્થા કરી લેવા અપીલ કરી છે. ખેડૂત સમાજના પ્રમુખ ભગુભાઈ પટેલે જણાવ્યું કે, વહેલી સવારના વાવાઝોડાને કારણે પવનના લીધે કેટલીક કેરીઓ ખરી પડી છે. જોકે, જિલ્લામાં ક્યાંય મોટા ઝાડ પડવાની કે પતરાં ઉડવાની કોઈ ઘટના નોંધાઈ નથી. શાકભાજીના પાકને પણ કોઈ મોટું નુકસાન થયું નથી. આ વરસાદથી ગરમીમાં રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. બાગાયત વિભાગે ખેડૂતોને ખાસ સલાહ આપી છે. 15મી તારીખથી ચોમાસાના નિયમિત વરસાદની આગાહી હોવાથી, તે પહેલાં આંબાના ઝાડની જૂની ડાળીઓ દૂર કરવી. ઉપરાંત, ગોડ કરીને યુનિવર્સિટીની ભલામણ મુજબ ખાતર આપવું જેથી આગામી બે મહિનાની સુષુપ્ત અવસ્થા દરમિયાન આંબાને પૂરતું પોષણ મળી રહે અને સપ્ટેમ્બરમાં તે ફરીથી નવપલ્લવિત થઈ આગામી સીઝનમાં સારું ઉત્પાદન આપી શકે.
    Click here to Read More
    Previous Article
    બાળકોને પેપ્સી,ચોકલેટ-વેફર બિસ્કીટ આપતા પહેલા ચેતજો!:રાજકોટમાં 200 કિલો અખાદ્ય જથ્થાનો નાશ,ઈન્જેક્શનવાળી જોખમી પેપ્સી મળી;માલિકે કહ્યું આ અમારી ભૂલ છે
    Next Article
    જૂનાગઢ જૂના અખાડાના નવા અધ્યક્ષની નિયુક્તિ:વિશ્વંભરભારતી બાપુ બ્રહ્મલીન થયા બાદ ખાલી પદ પર નિમણૂક, નાસિકમાં વરિષ્ઠ સાધુ-સંતોની હાજરીમાં લેવાયો નિર્ણય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment