Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી:રાજકોટ માર્કેટિંગ યાર્ડનું તંત્ર સતર્ક, ખેડૂતોની જણસને સુરક્ષિત રાખવા ટોકન સિસ્ટમ અને શેડની વ્યવસ્થા કરાઈ

    1 week ago

    હવામાન વિભાગ અને સરકાર દ્વારા આગામી દિવસોમાં માવઠું તથા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પ્રી-મોન્સૂન એક્ટિવિટીને પગલે સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટ માર્કેટિંગ યાર્ડના સત્તાધિશો સંપૂર્ણપણે સતર્ક થઈ ગયા છે. ખેડૂતોએ મહેનત કરીને પકવેલો પાક અને વિવિધ જણસ વરસાદના પાણીમાં પલળી ન જાય તે માટે યાર્ડ પ્રશાસન દ્વારા આગોતરા પગલાં લેવામાં આવ્યા છે. માર્કેટિંગ યાર્ડ દ્વારા સત્તાવાર જાહેરાત કરીને ખેડૂતો, વેપારીઓ અને દલાલોને ખાસ નિયમોનું પાલન કરવા જણાવાયું છે. તેમજ ખેડૂતોની જણસને સુરક્ષિત રાખવા ટોકન સિસ્ટમ અને શેડની વ્યવસ્થા કરવામાં આવી છે. યાર્ડમાં હાલમાં ખરીફ, શિયાળુ તેમજ ઉનાળુ પાકની મોટા પ્રમાણમાં આવકો થઈ રહી છે. મુખ્ય પાકો જેવા કે મગફળી, ઘઉં, જીરુ, લસણ, સોયાબીન, ધાણા અને સિંગફાડાની ભારે આવક જોવા મળી રહી છે. આ સાથે જ ઉનાળુ મગફળી અને તલની આવકો પણ સારા પ્રમાણમાં શરૂ થઈ ગઈ છે. પાકની આટલી મોટી આવક વચ્ચે વરસાદની સ્થિતિમાં માલ બગડે નહીં તેનાં માટે યાર્ડના ચેરમેન જયેશ બોધરાએ ખેડૂતોને કાળજી રાખવા અપીલ કરી છે. અને ખેતરોમાં પડેલો માલ તુરંત જ સુરક્ષિત સ્થળે ખસેડી લેવા જણાવ્યું છે. માર્કેટિંગ યાર્ડનાં ચેરમેન જયેશ બોધરાએ જણાવ્યું હતું કે, ખેડૂતોની જણસ ન પલળે તે માટે રાજકોટ યાર્ડમાં તમામ માલ માત્ર શેડની અંદર જ ઉતારવામાં આવશે. યાર્ડના ચેરમેને સ્પષ્ટ કર્યું છે કે, શેડની બહાર એક પણ જણસ ઉતારવામાં આવી નથી અને ઉતારવા દેવામાં પણ નહીં આવે. ઘઉં અને ચણા જેવા પાકના વ્યવસ્થિત નિકાલ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવીને ટોકન સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. આ ટોકન પદ્ધતિના આધારે જ ખેડૂતોને માલ લાવવા માટે મંજૂરી અપાશે, જેથી યાર્ડમાં બિનજરૂરી ભીડ ન થાય અને આવેલા માલનો ઝડપથી નિકાલ કરી શકાય. અન્ય જણસીઓ માટે પણ અલગ-અલગ સમય નક્કી કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, યાર્ડ પ્રશાસન દ્વારા વાહન માલિકો અને ખેડૂતોને ખાસ સૂચના આપવામાં આવી છે કે તેઓ જ્યારે પણ યાર્ડમાં માલ લઈને આવે ત્યારે વાહનો પર તાલપત્રી મજબૂત રીતે ઢાંકીને જ નીકળે, જેથી રસ્તામાં અચાનક વરસાદ આવે તો પણ ખેડૂતોનો માલ સુરક્ષિત રહે. વેપારીઓને પણ આદેશ અપાયા છે કે બપોરે જે જણસની હરાજી પૂર્ણ થઈ જાય, તેનું તોલમાપ પતાવી બારદાન ભરી લેવા. વેપારીઓએ આ માલનું લોડિંગ કરીને જે તે નિયત સ્થળે પહોંચાડવાની સમયસર વ્યવસ્થા કરવાની રહેશે. ચેરમેન જયેશ બોધરાએ વધુમાં જણાવ્યું કે, ચોમાસાની સીઝન અને પ્રી-મોન્સૂન એક્ટિવિટીને ધ્યાનમાં રાખીને યાર્ડ દ્વારા પૂરી કાળજી રાખવામાં આવી રહી છે. જેમાં વેપારીઓ, ખેડૂતો અને દલાલો યાર્ડના આ નિર્ણયો અને સૂચનાઓમાં સહકાર આપે તે ખૂબ જરૂરી છે. તમામ પક્ષો જો પૂરતી તકેદારી રાખશે તો કોઈ પણ ખેડૂત કે વેપારીને એક પણ રૂપિયાનું આર્થિક નુકસાન સહન કરવું પડશે નહીં. યાર્ડ તંત્ર દ્વારા વરસાદી માહોલને પહોંચી વળવા માટે તમામ આયોજન પૂર્ણ કરી લેવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    બારડોલી પાસે મહારાષ્ટ્ર પાર્સિંગની 2 બસની ટક્કર, 5ના મોત:એક બસમાં પલટી માર્યા બાદ આગ ફાટી નીકળી, મૃત્યુ આંક વધવાની સંભવાના; ફાયર-પોલીસ ઘટનાસ્થળે
    Next Article
    હજીરામાં LTના પ્લાન્ટનું 45 મિનિટમાં મોદી કરશે ઈન્સ્પેક્શન:પ્રોટોકોલમાં મોટો ફેરફાર, CM પણ હાજર નહીં રહે: સુરતમાં 5 જૂને સભામાં તમામ ધારાસભ્યો-કોર્પોરેટરોએ EVમાં આવવું ફરજિયાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment