Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં પીકઅપ ડાલાની ટક્કરથી બાઈક સવારનું મોત:એક ઘાયલ, અજાણ્યો ચાલક ફરાર, પોલીસ તપાસ શરૂ

    1 day ago

    પાટણના ખારીવાવડી ત્રણ રસ્તા પાસે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક અજાણ્યા પીકઅપ ડાલાએ મોટરસાયકલને ટક્કર મારતા બાઈક સવાર એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે તેનો મિત્ર ગંભીર રીતે ઘાયલ થયો છે. મળતી માહિતી મુજબ, હારીજના સોમનાથ નગરમાં રહેતા પ્રવિણજી હીરાજી ઠાકોર અને તેમના મિત્ર મનોજભાઈ પ્રહલાદભાઈ પ્રજાપતિ પાટણના કુણઘેર ખાતે દર્શન કરવા ગયા હતા. ત્યાંથી તેઓ પાટણ ગયા બાદ રાત્રિના આશરે આઠ વાગ્યાના સુમારે પાટણથી પરત હારીજ આવી રહ્યા હતા. ખારીવાવડી ત્રણ રસ્તા પાસે પહોંચતા જ એક અજાણ્યા પીકઅપ ડાલાના ચાલકે પોતાના વાહન પરનો કાબૂ ગુમાવી બેદરકારીપૂર્વક બાઈકને ટક્કર મારી હતી. અકસ્માતમાં બંને યુવકો રોડ પર પટકાતા તેમને શરીર અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જીને અજાણ્યો ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે બંને ઈજાગ્રસ્તોને પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. ફરજ પરના તબીબોએ પ્રવિણજી ઠાકોરને મૃત જાહેર કર્યા હતા, જ્યારે મનોજભાઈ પ્રજાપતિ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ટિફની ટ્રમ્પ અને પતિ જામનગરથી દિલ્હી રવાના:વનતારા પ્રોજેક્ટની મુલાકાત બાદ ખાસ વિમાનમાં ઉડાન ભરી
    Next Article
    Surat Rain Water Logging | સુરતના ઉધના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા | Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment