Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડી રાત્રે ભારે પવન-વરસાદ વચ્ચે આધેડનું ગભરામણથી મોત:ખોડિયારનગરમાં પહેલા ચક્કર અને બાદમાં ઉલટી થતા હોસ્પિટલ ખસેડાયા હતા, ઝેરી દવાથી યુવકનું મોત

    2 weeks ago

    વડોદરા શહેરમાં કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે 1 જૂને મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો.એ સાથે ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.શહેરના કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થવાના અહેવાલો પણ સામે આવ્યા હતા.આ અસહ્ય ઉકળાટ અને અચાનક વાતાવરણીય ફેરફાર વચ્ચે ખોડિયારનગરમાં એક આધેડને ગભરામણ થતાં તેમનું સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું. ચક્કર ને બાદમાં ઉલટી થતા હોસ્પિટલ ખસેડાયા હતા આ બનાવમાં આધેડ મૂળ ગોધરાના અને હાલ ખોડિયારનગરના હેમદીપ રેસિડન્સીમાં રહેતા શાંતિલાલ પ્રજાપતિ (ઉંમર 52 વર્ષ)ને રાત્રે લગભગ 1 વાગ્યે અચાનક ચક્કર આવ્યા હતા.તેઓ બાથરૂમમાં ગયા ત્યારે ઉલટી થઈ હતી.તેમને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા,જ્યાં તેમનું કરુણ મોત નિપજ્યું હતું.બાદમાં તેમને સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ખાનગી હોસ્પિટલમાં આધેડને મૃત જાહેર કરાયા આધેડને ચક્કર અને ઉલટી બાદ ગભરામણ થતી હોવાથી તેઓએ પરિવારને જાણ કરી હતી.જો કે તેઓને પહેલા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા.આધેડના અંતિમ સંસ્કાર પોતાના વતન ખાતે કરવાના હોવાથી મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે.આ મામલે બાપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 27 મેએ યુવકે ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું હતું આ સાથે પાદરાના 23 વર્ષીય શંકરભાઈ ગોહિલ પાદરાના લુણા ગામના વતની હતા. જેમણે 27 મેના રોજ ખેતરમાં નાખવાની ઝેરી દવા અગમ્ય કારણોસર પી લેતા સારવાર માટે પાદરા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.બાદમાં વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    તાપીના ઉકાઈ-સોનગઢમાં ધોધમાર વરસાદ:અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક, લોકોને રાહત
    Next Article
    Amreli Wild Life News |રાજુલાના રામપરા ગામમાં સાવજો ઘુસ્યાના વિડીયો વાયરલ|Video Viral| Lion | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment