Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપીના ઉકાઈ-સોનગઢમાં ધોધમાર વરસાદ:અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક, લોકોને રાહત

    2 weeks ago

    તાપી જિલ્લાના સરહદી ઉકાઈ અને સોનગઢ તાલુકામાં આજે વહેલી સવારે હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. લાંબા સમયના અસહ્ય ઉકળાટ બાદ આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું. વીજળીના કડાકા-ભડાકા અને ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જેનાથી સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી હતી. વહેલી સવારના પ્રારંભિક કલાકોમાં જ ખાબકેલા આ ધોધમાર વરસાદને કારણે માર્ગો પર પાણી ફરી વળ્યા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવ થયો હતો. અચાનક શરૂ થયેલા વરસાદના કારણે નોકરીયાત વર્ગ, શાકભાજી વિક્રેતાઓ અને ધંધાર્થે નીકળેલા સ્થાનિક લોકોને થોડા સમય માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સોનગઢના મુખ્ય બજાર વિસ્તારના માર્ગો પર રાહદારીઓ છત્રી અને રેઈનકોટના સહારે અવરજવર કરતા જોવા મળ્યા હતા. દ્વિચક્રી વાહનચાલકોએ વરસાદથી બચવા માટે આસપાસની દુકાનોના ઓટલા કે સુરક્ષિત સ્થાનો પર આશરો લેવાની ફરજ પડી હતી. જોકે, છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારાથી ત્રસ્ત સ્થાનિક રહીશોને આ વરસાદી ઝાપટાંથી મોટી રાહત મળી છે. માત્ર થોડા જ સમયના ધોધમાર વરસાદમાં સમગ્ર વાતાવરણમાં એકાએક ભારે ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને બફારામાંથી મુક્તિ મળી હતી. ચોમાસાની શરૂઆત જેવા આ પ્રથમ વરસાદને પગલે સ્થાનિક ખેડૂતોમાં મિશ્ર લાગણી જોવા મળી હતી.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં ધોળા દિવસે યુવકની હત્યા:સોસાયટીની બહાર જ ઢીમ ઢાળી દીધુ, લોહીનો રેલો ચાલ્યો
    Next Article
    મોડી રાત્રે ભારે પવન-વરસાદ વચ્ચે આધેડનું ગભરામણથી મોત:ખોડિયારનગરમાં પહેલા ચક્કર અને બાદમાં ઉલટી થતા હોસ્પિટલ ખસેડાયા હતા, ઝેરી દવાથી યુવકનું મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment