Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં ગાજવીજ સાથે વરસાદ, વીજળી ખોરવાઈ:ભારે પવનથી વાતાવરણમાં ઠંડક, ગરમીથી લોકોને રાહત

    15 hours ago

    સુરેન્દ્રનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ગાજવીજ, ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ શરૂ થતાં જ વીજળી પુરવઠો ખોરવાઈ ગયો હતો. અસહ્ય ગરમી અને બફારા બાદ આવેલા આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. લાંબા સમયથી ગરમીથી પરેશાન લોકોને આનાથી મોટી રાહત મળી હતી. જોકે, ભારે વરસાદ અને તેજ પવનના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઓછી વિઝિબિલિટીને કારણે વાહનચાલકોને હેડલાઈટ ચાલુ રાખીને ધીમી ગતિએ વાહનો ચલાવવા પડ્યા હતા. મુખ્ય માર્ગો પર ક્ષણિક પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ હતી, જેના કારણે ટ્રાફિક ધીમો પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરેન્દ્રનગરમાં અચાનક આવેલા આ વરસાદી ઝાપટાએ ચર્ચા જગાવી છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને વીજળીના કડાકા વખતે સાવચેત રહેવા અને વૃક્ષો કે વીજળીના થાંભલા નીચે ઊભા ન રહેવા અપીલ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    પંજાબના લુધિયાણામાં કૃષિ સંસદીય સમિતિની બેઠક યોજાઈ:ખેડૂતોની આવક, કૃષિ શિક્ષણ સુધારવા પર મંથન, મોહાલીની 'વેરકા ડેરી'ની મુલાકાત લીધી, દમણના MP ઉમેશ પટેલ જોડાયા
    Next Article
    ધારાસભ્ય જેઠા ભરવાડની સરપંચોને કડક ચેતવણી:'નલ સે જલ યોજના'માં ₹125 કરોડ ફાળવવા છતાં પાણીની ફરિયાદો આવતાં લાલઘૂમ થયા; કહ્યું- ‘તપાસ બેસશે, તો જામીન પણ નહીં મળે’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment