Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આરોગ્ય વિભાગની સઘન ચેકિંગ:પાનના ગલ્લા, ચા-નાસ્તાની લારીઓ, તમાકુ ગુટખાની સેલ્સ એજન્સીઓમાં ચેકિંગ હાથ ધરાયું

    1 day ago

    વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે રાણાવાવ તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા રાણાવાવ શહેર અને સમગ્ર વિસ્તારમાં તમાકુ અને તમાકુજન્ય ઉત્પાદનોના વેચાણ પર નિયંત્રણ લાવવા તેમજ જનજાગૃતિ ફેલાવવાના હેતુથી વિશેષ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વિવિધ પાનના ગલ્લા, ગુટખા મસાલાની દુકાનો, ચા-નાસ્તાની લારીઓ, તમાકુ ગુટખાની સેલ્સ એજન્સીઓ તથા અન્ય વેપારી એકમોની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન કોટપા અધિનિયમ હેઠળની જોગવાઈઓના પાલનની ચકાસણી કરવામાં આવી હતી. ખાસ કરીને 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને તમાકુજન્ય ઉત્પાદનોનું વેચાણ ન થાય, શૈક્ષણિક સંસ્થાઓની 100 મીટરની ત્રિજ્યામાં તમાકુનું વેચાણ ન કરવામાં આવે તેમજ દુકાનોએ જરૂરી ચેતવણી બોર્ડ પ્રદર્શિત કર્યા છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. આ સાથે જ સ્થળ પર જ દંડ પણ ફટકારવામાં આવ્યો હતો . ગંભીર બીમારીઓ અંગે જાણકારી અપાઈ ચેકિંગ દરમિયાન વેપારીઓને તમાકુ અને તમાકુજન્ય ઉત્પાદનોના સેવનથી થતી ગંભીર બીમારીઓ જેવી કે મોઢાનું કેન્સર, ફેફસાંનું કેન્સર, હૃદયરોગ, સ્ટ્રોક તેમજ અન્ય આરોગ્ય સંબંધિત નુકસાન અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વેપારીઓને કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવા તેમજ યુવાનો અને બાળકોને તમાકુના વ્યસનથી બચાવવા માટે સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી.તેમજ દુકાનદારો અને વેપારીઓને કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવા સૂચના આપવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    પશુપાલકોમાં ચર્ચા:પશુપાલન વિભાગની ઘોર બેદરકારી: 1 વર્ષ પહેલાં પશુ ગણતરી પૂર્ણ થઈ છતાં આંકડા જાહેર ન કરાયા!
    Next Article
    Anthropic grants EU access to Mythos, the powerful AI that autonomously found 10,000 zero-day flaws

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment