Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર અકસ્મા:મરાઠા આંદોલનમાંથી પરત ફરનાર શખ્સ પર કાર ફરી વળીઃ એકનું મોત

    18 hours ago

    મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાક દરમિયાન માર્ગ અકસ્માતોની સતત ઘટનાઓ સામે આવતા ચિંતા વધી રહી છે. બીડ જિલ્લામાં મરાઠા અનામત આંદોલનથી પરત ફરી રહેલા પ્રદર્શનકારીઓની કારને અકસ્માત નડતા એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે બે અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે. બીજી તરફ મુંબઈ-પુણે એક્સપ્રેસ વે અને અંબરનાથમાં પણ ગંભીર અકસ્માતોની ઘટનાઓ સામે આવી છે.મળતી માહિતી મુજબ, મનોજ જરાંગે પાટિલlના ઉપવાસ સમાપ્ત થયા બાદ જાલના જિલ્લાના અંતરવાલી સરાતીમાંથી ઇન્દાપુર પરત ફરી રહેલા પ્રદર્શનકારીઓની કાર રવિવાર મોડી રાત્રે માંજરસુમ્બા નજીક રસ્તા પર ઉભેલા ટ્રક સાથે અથડાઈ હતી. કારમાં સવાર ઇન્દાપુરના રહેવાસી રામચંદ્ર શંકર જામદાડે, સંતોષ માને અને બિપિન મોરે ગંભીર રીતે ઘાયલ થયા હતા. ટક્કર એટલી ભયાનક હતી કે રામચંદ્ર જામદાડેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય બેને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ પહેલાં સોમવારે વહેલી સવારે મુંબઈ-પુણે એકસપ્રેસ હાઈવે પર ખોપોલી નજીક તેલ ભરેલું કન્ટેનર પલટી જતાં પાછળથી આવતી ટ્રક તેની સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ટ્રક ડ્રાઇવર અને ક્લીનરનું મોત થયું હતું, બે ભારે વાહનોના કાટમાળમાં એક અર્ટિગા કાર પણ મળી આવી હતી, અને કારમાં સવાર એક 80 વર્ષીય મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ અકસ્માતને કારણે મુંબઈ તરફ જતો ટ્રાફિક બે કલાક માટે સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. જોકે, હાઇવે પોલીસ અને બચાવ ટીમે અકસ્માતગ્રસ્ત વાહનોને બાજુ પર ખસેડવા અને ટ્રાફિક પુનઃસ્થાપિત કરવા માટે યુદ્ધના ધારણે પ્રયાસો કર્યા હતા. બીજી તરફ રવિવારે મધ્યરાત્રિએ અંબરનાથ અને ઉલ્હાસનગર માર્ગ પર એક ઝડપી સ્વિફ્ટ ડિઝાયર કારએ રાહદારીઓ અને અન્ય વાહનોને ટક્કર મારી હતી. જેમાં અનેક ધાયલ થયા હતા. ઘટનાથી ગુસ્સે ભરાયેલા સ્થાનિકોએ કારમાં તોડફોડ કરી હતી, જોકે કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે સીસીટીવીના આધારે તેની શોધખોળ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    નવા લાભાર્થીઓનો આ યોજનામાં સમાવેશ કરવામાં નહીં આવે:મુખ્યમંત્રી લાડકી બહેન યોજનામાંથી 80 લાખ લાભાર્થી મહિલાઓ બાકાત
    Next Article
    Crisis worsens at Delhi’s Gulmohar Park, water contamination spreads across several lanes

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment