Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પહેલું સુખ તે...:ફિટનેસ પ્લાનમાં રિકવરીનું સ્થાન

    2 weeks ago

    લોમોટા ભાગે લોકો વિચારે છે કે રિકવરી વર્કઆઉટ દરમિયાન થઇ જાય છે, પરંતુ એવું નથી. રિકવરી ત્યારે થાય છે જ્યારે ખરેખર ટ્રાન્સફર્મેશન થાય. લોકો પોતાના વર્કઆઉટ, કાર્ડિયો સેશન્સ અને થકવી દેનારી એક્સરસાઇઝ વિશે વાત કરે છે, પણ ઊંઘની ગુણવત્તા, નર્વ સિસ્ટમના થાક અથવા તેમના શરીરને ખરેખર સ્ટ્રેસથી છુટકારો મળે છે કે કેમ તે વિચારતા નથી. વધારે સારો માઇન્ડસેટ: આધુનિક ફિટનેસ કલ્ચરમાં વધારે વર્કઆઉટ, વધુ પરસેવો, વધારે પ્રતિબંધો અને વધારે શિસ્તનો આગ્રહ રાખવામાં આવે છે. લોકો માને છે કે થાક લાગે તે માટે કંઇક યોગ્ય કરવું જોઇએ. જોકે તેથી સ્ટ્રેસ દૂર ન થતાં તેમાં વધારો થાય છે. રિકવરી એટલે શું? રિકવરી એક પ્રક્રિયા છે, જેમાં શરીર સ્નાયુના ટિશ્યૂઓને રીપેર કરે છે, એનર્જીનો સંગ્રહ કરે છે, હોર્મોન્સને બેલેન્સ કરે છે, ઇન્ફ્લેમેશનમાં ઘટાડો કરે છે, નર્વ સિસ્ટમને શાંત કરે છે. આવું સતત ન થવાથી થાક લાગે છે, પરસેવો થાય છે, માનસિક થાક લાગે છે, વજનમાં ફરક પડતો નથી. સ્નાયુઓ રિકવરી દરમિયાન વિકસે છે: શરીર સ્નાયુઓનું પુન:ગઠન તમે જ્યારે ઊંઘતાં હો અને આરામ કરો ત્યારે કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો, તમે વધારે મહેનતથી કામ કરો છો, પણ તેનું પરિણામ સાવ ઓછું મળે છે. ફિટનેસ માત્ર ફિઝિકલ જ નહીં, ન્યૂરોલોજિકલ પણ હોય છે. દરેક વર્કઆઉટથી નર્વ સિસ્ટમ સ્ટ્રેસ અનુભવે છે. એમાં કામનું દબાણ, અપૂરતી ઊંઘ, સતત સ્ક્રીન એક્સપોઝર, ભાવનાત્મક સ્ટ્રેસ અને ઉત્તેજના વધારો કરે છે. સ્ટ્રેસ તીવ્ર બને ત્યારે કોર્ટિસોલનું સ્તર વધે છે. રિકવરીનું પ્રમાણ ઘટે છે. ઊંઘની ગુણવત્તાને અસર થાય છે. ચરબીનો ઘટાડો થતો નથી. આથી જ કેટલાક લોકો વર્કઆઉટ કરવા છતાં થાકેલા અથવા અટકી ગયેલા જણાય છે. તેમના શરીરને રિપેર થવાની તક મળતી નથી. ઊંઘનું ફિટનેસમાં મહત્ત્વ: લોકો વધારે સારું વર્કઆઉટ, ચરબીમાં ઘટાડો, સપ્લિમેન્ટ્સ, ઝડપી પદ્ધતિઓ શોધે છે, પરંતુ તેમની પાસે રહેલું ઊંઘ નામક સક્ષમ સાધનને ભૂલી જાય છે. ઊંઘ દરમિયાન શરીર ટિશ્યૂને રિપેર કરે છે, હોર્મોનનો વિકાસ કરે છે, ભૂખ લગાડનારા હોર્મોનનું નિયમન કરે છે, સ્નાયુઓની રિકવરીને સહાય કરે છે, મગજની કામગીરીને પુન: સેટ કરે છે. એક અઠવાડિયાં સુધી જો સારી રીતે ઊંઘ ન આવે તો તેની અસર પાચન, ઊર્જાના સ્તર, ઇન્સ્યુલીન, વર્કઆઉટની કામગીરી પર થાય છે. વધારે વર્કઆઉટ્સથી કાયમ સારું પરિણામ નથી મળતું: ફિટનેસમાં સૌથી મોટી ભૂલ એ છે કે પ્રગતિ ધીમી થાય છે કેમ કે પૂરું કાર્ય થતું નથી. ધાર્યું પરિણામ સાવ ધીમું મળે છે. સ્ટ્રેસમાંથી રિકવર થવામાં શરીરની પણ મર્યાદા હોય છે. વધારે પડતી એક્સરસાઇઝથી તણાવમાં વધારો થાય છે, જે ઘણા લોકોમાં સામાન્ય રીતે જોવા મળે છે. રોજ તીવ્રતાથી કસરત કરવી, દિવસો સુધી આરામ ન કરવો, ભારે કસરત કરતાં હોય ત્યારે પણ ઓછું જમવું, વર્કઆઉટ ન થાય તો અપરાધભાવ અનુભવવો. આના પરિણામે શરીર સતત પોતાને સ્ટ્રેસમાં ધકેલતું જ રહે છે. રિકવરીના લક્ષણો: જ્યારે બર્નઆઉટ અનુભવાય ત્યારે શરીર સામાન્યત: ચેતવણી આપે છે. તેના કેટલાક સામાન્ય લક્ષણોમાં વધારે પડતો થાક, અપૂરતી ઊંઘ, મૂડ સ્વિંગ્સ, ક્રેવિંગ્ઝમાં વૃદ્ધિ, મોટિવેશનનો અભાવ, વર્કઆઉટના કાર્યમાં ઘટાડો વગેરે છે. આ નબળાઇ નહીં, પણ તમે વધારે પડતું પ્રેશર લો છો, તે છે. વધારે સારી રિકવરી એટલે શું? રિકવરી એટલે શરીર યોગ્ય રીતે તમને સપોર્ટ કરે તે છે. ઊંઘને પ્રાથમિકતા, ચાલવાને મહત્ત્વ, પૂરતાં પ્રોટીન અને ન્યૂટ્રિશન, શરીર હાઇડ્રેટેડ રાખવું, સ્ટ્રેસ મેનેજમેન્ટ વગેરેનો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    પાંચમો વેદ:શિરોધારા ખરેખર ખરતા વાળ માટે ઉપયોગી છે?
    Next Article
    ફેશન:સ્ટાઇલિશ દેખાવા માટે વોર્ડરોબમાં હોવી જ જોઈએ એવી 10 વસ્તુઓ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment