Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર મનપા કમિશનર દીપેશ કેડિયાએ કાર્યભાર સંભાળ્યો:શૈક્ષણિક સંગઠનો, કર્મચારી મંડળોએ શુભેચ્છા મુલાકાત લીધી

    2 सप्ताह पहले

    જામનગર મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે આઈએએસ અધિકારી દીપેશ કેડિયાએ પદભાર સંભાળ્યો છે. આજરોજ શહેરના વિવિધ શૈક્ષણિક સંગઠનો અને કર્મચારી મંડળોના પ્રતિનિધિઓએ કમિશનર કચેરી ખાતે તેમની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત સમયે નાયબ મ્યુનિસિપલ કમિશનર ડી.એન. ઝાલા, આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વરણવા અને ભાવેશ જાની પણ હાજર રહ્યા હતા. પ્રતિનિધિઓએ નવનિયુક્ત કમિશનર દીપેશ કેડિયાનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતું. આ શુભેચ્છા મુલાકાતમાં જામનગર જિલ્લા શાળા સંચાલક મંડળ, બિન શૈક્ષણિક સંઘ, માધ્યમિક શિક્ષક સંઘ, માધ્યમિક પ્રિન્સીપાલ સંઘ, ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ અને મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. મુલાકાત દરમિયાન શિક્ષણ અને વહીવટ વચ્ચેના સુમેળ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પ્રતિનિધિઓએ શહેરના શૈક્ષણિક વિકાસ અને કર્મચારીઓના કલ્યાણ માટે વહીવટીતંત્રને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી. કમિશનર દીપેશ કેડિયાએ તમામ હોદ્દેદારોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી હતી અને જામનગરના સર્વાંગી વિકાસને નવી ગતિ આપવા માટે પોતાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    Hooch deaths: 4 Pune Rural cops suspended for being in contact with key accused
    Next Article
    વંથલીના મોટા કાજલીયાળા ગામે લોહીયાળ ખેલ:પૈસાની ઉઘરાણી કરી માથાભારે શખસે યુવકની ગરદન પર છરી ઝીંકી, સિવિલના ICU માં જિંદગી અને મરણ વચ્ચે જંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment