Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મહાનગરપાલિકા ઓફિસમાં ભારે બબાલ:કપાત થયેલા પગારના ન્યાય માટે આવેલા કર્મચારીની જ અરજી લેવામાં બાબુઓના થાગાથૈયા, ઉચ્ચ અધિકારીઓ સામે કર્મચારીનો ઉગ્ર આક્રોશ

    2 सप्ताह पहले

    સુરત મહાનગરપાલિકા (SMC) અવારનવાર પોતાના વિકાસ કાર્યો અને રાષ્ટ્રીય એવોર્ડ્સને લઈને ચર્ચામાં રહે છે, પરંતુ આજે મનપાના જ એક કર્મચારીએ વહીવટી તંત્ર સામે મોરચો માંડીને ગંભીર આક્ષેપો કરતાં ખળભળાટ મચી ગયો છે. મનપાના અઠવા ઝોન હેઠળ ફરજ બજાવતા અને કર્મચારી યુનિયનના અગ્રણી અર્જુનભાઈ આણંદભાઈ વિરાસે તંત્રમાં ચાલતી કથિત ગેરરીતિઓ, ભ્રષ્ટાચાર અને અધિકારીઓની જોહુકમી સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો છે. કર્મચારીનો સીધો આક્ષેપ છે કે, મનપાના નવે-નવ ઝોનની અંદર સેક્શન અને હપ્તાખોરીનો ખુલ્લેઆમ ખેલ ચાલી રહ્યો છે અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનારને વહીવટી રીતે ટાર્ગેટ કરવામાં આવે છે. વિરોધની અદાવતમાં ગેરકાયદેસર પગાર કપાતનો આક્ષેપ અર્જુનભાઈ વિરાસે વિગતો આપતાં જણાવ્યું કે, તેઓ સુરત મનપાના અઠવા ઝોન અંતર્ગત 13-બી અલથાણ-ભટાર વિસ્તારમાં નોકરી કરે છે. તેઓ કર્મચારી યુનિયન સાથે જોડાયેલા હોવાથી કર્મચારીઓના હિત અને પ્રશ્નો માટે અવારનવાર વિવિધ કચેરીઓએ રજૂઆત કરવા જાય છે. આ પ્રવૃત્તિના કારણે તેમનો અવાજ દબાવવાના આશયથી વહીવટી તંત્ર દ્વારા ગત સપ્ટેમ્બર મહિનામાં તેમની 5, 10 અને 15 તારીખની અડધી-અડધી રજાઓ દર્શાવીને ગેરકાયદેસર રીતે પગાર કપાત કરી નાખવામાં આવી હતી. કર્મચારીના મતે, આ કપાત નિયમ મુજબ નહીં પરંતુ માત્ર તેમને આર્થિક અને માનસિક રીતે પજવવાના હેતુથી જ કરાઈ હતી. ‘ડોર-ટુ-ડોર’ ગાર્બેજ અને ઇ-વ્હીકલ્સ પ્રોજેક્ટમાં મોટા કૌભાંડની આશંકા કર્મચારીએ સુરત મનપાના સૌથી મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સ પૈકીના એક એવા 'ડોર-ટુ-ડોર' ગાર્બેજ કલેક્શન અને ઈ-વ્હીકલ પ્રોજેક્ટ પર પણ આકરા પ્રહારો કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, સુરત શહેરની વસ્તી અને જનસંખ્યાના હિસાબે જેટલા પ્રમાણમાં ડોર-ટુ-ડોર કલેક્શનની ગાડીઓ અને ઈ-વ્હીકલ્સ રસ્તા પર દોડવા જોઈએ, તેનાથી અડધા વાહનો પણ વાસ્તવિક રીતે ચાલતા નથી. કાગળ પર વાહનો દર્શાવીને મોટું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. અર્જુનભાઈએ ઉમેર્યું કે, "હું મનપામાં ચાલતી આ ગેરરીતિઓ અને અડધાથી વધુ બંધ પડેલા ઈ-વ્હીકલ્સનો વિરોધ કરતો હતો, જેનો બદલો લેવા માટે જ સપ્ટેમ્બર મહિનાથી મારી પાછળ વહીવટી પજવણી શરૂ કરાઈ છે." કચેરીના રૂમ નંબર 8માં જ રજૂઆત કરતા મહિલા સ્ટાફ સાથે વિવાદ પોતાના પગારમાંથી થયેલી કપાત અંગે અર્જુનભાઈએ મ્યુનિસિપલ કમિશનર અને વિજીલન્સ વિભાગ સુધી લેખિતમાં વારંવાર અરજીઓ આપી છે. કોઈ ઉકેલ ન આવતા તેમણે ગત 14 તારીખે મનપાની કચેરી ખાતે ધરણા પર બેસવાની ચીમકી આપી હતી, ત્યારે અધિકારીઓએ પગાર પરત આપવાની ખાતરી આપી હતી, જે માત્ર કાગળ પર જ રહી છે. આજે જ્યારે તેઓ આ મામલે ઉમરીગર સાહેબની અરજી લઈને કચેરીના રૂમ નંબર 8માં આપવા ગયા, ત્યારે ત્યાં હાજર સ્ટાફ અને મહિલા કર્મચારીઓએ અત્યંત બિનજવાબદાર વલણ દાખવ્યું હતું. ટેબલ પર બેઠેલા બાબુઓ એકબીજા પર જવાબદારી ઢોળીને અરજી સ્વીકારવાની ના પાડતા હતા, જેનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે. આ બાબતે જ્યારે તેમણે એસ.ઓ. સાહેબને ફરિયાદ કરી, ત્યારે ત્યાં હાજર અધિકારીઓ ઉગ્ર થઈ ગયા હતા અને રજૂઆત કરનાર કર્મચારી સાથે જ વિવાદમાં ઉતરી પડ્યા હતા. ‘મનપાનું વહીવટી માળખું કામચોર બન્યું છે’ મનપા કચેરીની અંદર જ પોતાની સાથે થયેલા દુર્વ્યવહારથી વ્યથિત થઈને અર્જુનભાઈએ મનપાના વહીવટી માળખાને 'કામચોર' ગણાવ્યું છે. તેમણે આક્ષેપ કર્યો કે, સુરત મનપાના અધિકારીઓ અને કર્મચારીઓ સદંતર કામચોર બની ગયા છે. જ્યારે પણ કોઈ જાગૃત કર્મચારી કે નાગરિક તેમને નિયમો બતાવે છે અથવા કાયદા મુજબ કામગીરી કરવાનું કહે છે, ત્યારે આ બાબુઓને મનદુઃખ થાય છે અને તેઓ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને અવાજ ઉઠાવનાર વ્યક્તિને જ હેરાન કરવા લાગે છે.
    Click here to Read More
    Previous Article
    93% conviction rate, crackdown on 5,684 criminals in UP: DGP Rajeev Krishna lists major wins
    Next Article
    રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માત:ગાંધીનગર પોલીસના હેડ કોન્સ્ટેબલનું ફરજ દરમિયાન નિધન, 10 જૂને જન્મદિવસ હતો; પોલીસ બેડામાં શોક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment