Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારી સેવા માટે અલગ અલગ ફોર્મેટના એફિડેવિટની ઝંઝટમાંથી મુક્તિ:તમામ સેવા માટે 'યુનિવર્સલ ફોર્મેટ' જાહેર, જુઓ નમૂનો

    1 week ago

    ગુજરાત સરકારની વિવિધ સેવાઓ માટે અરજદારો દ્વારા કરવા પડતા અલગ અલગ ફોર્મેટના એફિડેવિટને લઈ સરકારે મહત્વનો ફેરફાર કર્યો છે. જે સરકારી સેવા માટે કાયદા મુજબ ફોર્મેટ નક્કી કરાયેલી નથી અને સોગંદનામું કરવું જરુરી છે તેવી તમામ સેવા માટે એક યુનિવર્સલ ફોર્મેટ તૈયાર કરવામાં આવ્યું છે. એટલે કે, અરજદારે હવે અલગ અલગ સેવા માટે એફિડેવિટ કરાવવા પડશે પરંતુ, અત્યાર સુધી જે અલગ અલગ સેવા માટે એફિડેવિટની ફોર્મેટ પણ અલગ અલગ હતી તે હવે એક થઈ જશે. અલગ અલગ ફોર્મેટના સોગંદનામાની ઝંઝટમાંથી મુક્તિ રાજ્યમાં સરકારી સેવાઓ મેળવવા માટે નાગરિકોને અલગ-અલગ વિભાગો માટે જુદા-જુદા પ્રકારના એફિડેવિટ કરાવવાની પડતી મુશ્કેલીઓનો હવે અંત આવશે. ગુજરાત સરકારે નાગરિક સેવાઓને વધુ સરળ અને પારદર્શક બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કાયદા વિભાગે સમગ્ર રાજ્યમાં માન્ય ગણાશે તેવું ‘યુનિવર્સલ એફિડેવિટ’નું નવું ધોરણસરનું ફોર્મેટ જાહેર કર્યું છે. નવી વ્યવસ્થા મુજબ જે સેવાઓમાં કાયદા અથવા નિયમ મુજબ સોગંદનામું (એફિડેવિટ) જરૂરી હોય પરંતુ તેનું કોઈ ચોક્કસ ફોર્મેટ નક્કી કરવામાં આવ્યું ન હોય, ત્યાં હવે એક જ યુનિવર્સલ એફિડેવિટ સમગ્ર ગુજરાતમાં સ્વીકારવામાં આવશે. પરિણામે અરજદારોને અલગ-અલગ કચેરીઓ માટે અલગ પ્રકારના સોગંદનામાં તૈયાર કરાવવાની જરૂર રહેશે નહીં. અત્યાર સુધી વિવિધ સરકારી વિભાગોની યોજનાઓ, પ્રમાણપત્રો અને અન્ય વ્યક્તિલક્ષી સેવાઓ માટે અલગ-અલગ લખાણવાળા એફિડેવિટ રજૂ કરવા પડતા હતા. જેના કારણે અરજદારોને બિનજરૂરી ખર્ચ, સમયનો બગાડ અને વહીવટી વિલંબનો સામનો કરવો પડતો હતો. સરકારે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા એકરૂપતા લાવવાનો નિર્ણય કર્યો છે. રાજ્યની તમામ કચેરીઓણાં નવી ફોર્મેટ ફરજિયાતપણે સ્વીકારવાની રહેશે કાયદા વિભાગના આ નિર્ણય બાદ રાજ્યની તમામ જિલ્લા, તાલુકા, ગ્રામ્ય અને શહેરી કક્ષાની સરકારી કચેરીઓ, જન સેવા કેન્દ્રો તેમજ સંબંધિત સત્તાધિકારીઓ માટે આ ફોર્મેટ ફરજિયાતપણે સ્વીકારવાની રહેશે. સાથે જ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર પણ આ યુનિવર્સલ એફિડેવિટનો અમલ કરવામાં આવશે, જેથી ઓનલાઈન અરજદારોને વધુ સરળતા મળશે. જ્યાં એફિડેવિટની જરુર નથી ત્યાં સેલ્ફ ડિકલેરેશન ચાલશે સરકારે સ્પષ્ટતા કરી છે કે જે સેવાઓ માટે કાયદાકીય રીતે એફિડેવિટની જરૂરિયાત નક્કી કરવામાં આવી નથી, ત્યાં સામાન્ય વહીવટ વિભાગના નિયમો મુજબ માત્ર સ્વઘોષણા (Self Declaration) ની હાલની વ્યવસ્થા યથાવત્ રહેશે. આવા કિસ્સાઓમાં એફિડેવિટ ફરજિયાત ગણાશે નહીં.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં 5 બાઇક ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો:સિટી એ ડીવીઝન અને નેત્રમ કમાન્ડે જિલ્લા પંચાયત પાસેથી 2 આરોપીને ઝડપ્યા
    Next Article
    Ajit Agarkar Faces Question On Vaibhav Sooryavanshi At IPL 2026 Final: "If Not Now, Then When?"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment