Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂર્વ સૈનિકોના સંતાનો માટે છાત્રાલયમાં પ્રવેશ શરૂ:સુરતમાં આવેલી જિલ્લા સૈનિક કલ્યાણ કચેરીમાં અરજી કરી શકાશે

    2 weeks ago

    મહીસાગર જિલ્લામાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો અને સ્વર્ગસ્થ પૂર્વ સૈનિકોના સંતાનો માટે સુરતમાં સૈનિક કુમાર છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ છાત્રાલય રહેવા અને જમવાની સુવિધા પૂરી પાડે છે. આ છાત્રાલયમાં ધોરણ 8 કે તેથી ઉપરના ધોરણમાં સુરતની શૈક્ષણિક સંસ્થાઓમાં નિયમિત વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે. આ છાત્રાલય જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી હસ્તકના ગૌરવ સેનાની ભવન ખાતે નિર્માણ પામ્યું છે. પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓના વાલીઓએ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, ગૌરવ સેનાની ભવન, અભિનંદન રેસિડેન્સી, સરથાણા, સુરતનો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. ત્યાંથી પ્રવેશ ફોર્મ મેળવીને સત્વરે જમા કરાવવા જણાવાયું છે. વધુ વિગતો માટે ટેલિફોન નંબર 02661-2913820 અથવા 9426802820 પર સંપર્ક કરી શકાય છે. આ માહિતી સુરતના મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી દ્વારા આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    JEE એડવાન્સમાં મોક્ષરાજસિંહ જાડેજા રાજકોટ ફર્સ્ટ:મોદી સ્કૂલના વિદ્યાર્થીએ ગુજરાતમાં બીજો ક્રમ મેળવ્યો, એલનનો સ્ટુડન્ટ રાજકોટમાં બીજા ક્રમે
    Next Article
    ગ્રાહક અદાલતોમાં ‘તારીખ પે તારીખ’:ગુજરાત સ્ટેટ અને 26 જિલ્લા ગ્રાહક કમિશનમાં પ્રમુખની પોસ્ટ ખાલી, 51 હજારથી વધુ ફરિયાદો પેન્ડિંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment