Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગ્રાહક અદાલતોમાં ‘તારીખ પે તારીખ’:ગુજરાત સ્ટેટ અને 26 જિલ્લા ગ્રાહક કમિશનમાં પ્રમુખની પોસ્ટ ખાલી, 51 હજારથી વધુ ફરિયાદો પેન્ડિંગ

    2 weeks ago

    સરકાર એકબાજુ ‘જાગો ગ્રાહક જાગો’ નો જોરશોરથી પ્રચાર-પ્રસાર કરી રહી છે, પરંતુ જ્યારે છેતરાયેલો ગ્રાહક ન્યાય મેળવવા ગ્રાહક અદાલતના દ્વાર ખખડાવે છે ત્યારે તેને માત્ર લાંબી મુદતો જ મળે છે. આ ગંભીર આક્ષેપ ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ (અખિલ ભારતીય) ના પ્રમુખ મુકેશ પરીખે કર્યો છે. તેમણે સત્તાવાર આંકડા જાહેર કરતાં જણાવ્યું છે કે, ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશન (સ્ટેટ કમિશન) ના પ્રમુખ જેવી અતિ મહત્વની પોસ્ટ છેલ્લા ત્રણ વર્ષથી એટલે કે 30 મે, 2023થી ખાલી પડી છે, જેના કારણે ગ્રાહકોને ઝડપી ન્યાય મળતો બંધ થઈ ગયો છે. અમદાવાદ સહિત 26 જિલ્લાઓમાં કાયમી પ્રમુખ જ નથી સમિતિના અહેવાલ મુજબ, ગુજરાતના કુલ 38 શહેર/જિલ્લા ગ્રાહક કમિશનોમાંથી 26 જિલ્લાઓમાં પ્રમુખની જગ્યાઓ ખાલી છે અને ત્યાં ઇન્ચાર્જથી ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે રાજ્યના આર્થિક પાટનગર એવા અમદાવાદ શહેરના ત્રણેય કમિશન (અમદાવાદ મુખ્ય, એડિશનલ અને અમદાવાદ ગ્રામ્ય) માં કાયમી પ્રમુખ નથી. આ 26 જિલ્લાઓમાં જગ્યાઓ ખાલી: અમદાવાદ (3 કમિશન), અમરેલી, આણંદ, ભાવનગર, ભુજ-કચ્છ, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ, મહેસાણા, પંચમહાલ, સાબરકાંઠા, વડોદરા એડિશનલ, તાપી, પોરબંદર, દાહોદ, બોટાદ, છોટાઉદેપુર, મોરબી, દેવભૂમિ દ્વારકા, નર્મદા, મહીસાગર, અરવલ્લી, ડાંગ અને ગીર સોમનાથ. સ્ટાફની અછત અને પેન્ડિંગ કેસોનો પહાડ ગ્રાહક મંડળો દ્વારા અવિરત જાગૃતિ ઝુંબેશના કારણે ગ્રાહકો કોર્ટ સુધી પહોંચી રહ્યા છે પરંતુ, ન્યાયાધીશો અને સ્ટાફના અભાવે કેસોનો ભયંકર ભરાવો થઈ રહ્યો છે. ગ્રાહક કોર્ટોમાં હાલમાં 3થી 4 મહિનાની લાંબી મુદતો (તારીખ પે તારીખ) આપવી સામાન્ય બની ગઈ છે. 📊 ગુજરાતમાં ગ્રાહક ફરિયાદોની વર્તમાન સ્થિતિ: અમદાવાદની સ્થિતિ વધુ ગંભીર: એકલા અમદાવાદની ત્રણેય ગ્રાહક કોર્ટમાં જ અત્યારે 12 હજારથી વધુ ફરિયાદો અને દરખાસ્ત અરજીઓ પેન્ડિંગ છે, જે ગ્રાહકોના અસંતોષનું મુખ્ય કારણ બન્યું છે. સુપ્રિમ કોર્ટના આદેશના એક વર્ષ બાદ પણ ભરતી પ્રક્રિયા ઠપ્પ મુકેશ પરીખે મુખ્યમંત્રી સમક્ષ અનેકવાર લેખિત રજૂઆતો કરી છે. ગુજરાત સરકારના ગ્રાહક બાબતોના વિભાગે અગાઉ લેખિતમાં જણાવ્યું હતું કે, નામદાર સુપ્રિમ કોર્ટના 21 મે, 2025ના ચુકાદા અનુસાર કેન્દ્ર સરકારને 4 મહિનામાં નિયમો સુધારવા આદેશ કરાયો હતો અને ત્યારબાદ 4 મહિનામાં ભરતી પૂર્ણ કરવાની હતી. જોકે, સુપ્રિમ કોર્ટના આ આદેશને એક વર્ષ વીતી ગયું હોવા છતાં સરકારે હજુ સુધી પ્રમુખ કે સભ્યોની નિમણૂક કરી નથી. હાલમાં પ્રમુખની ૨૬ જગ્યાઓ ઉપરાંત સ્ટેટ કમિશનમાં બે જ્યુડિશિયલ મેમ્બર, વિવિધ જિલ્લાઓમાં ૪૮ બિનસરકારી સભ્યોની જગ્યાઓ ખાલી છે. આ સિવાય મદદનીશ નિયામક (વર્ગ-૨), સ્ટેનોગ્રાફર ગ્રેડ-૨, સીનિયર અને જુનિયર ક્લાર્કની કુલ 152 જગ્યાઓ ખાલી હોવાથી વહીવટી કામગીરી કાચબા ગતિએ ચાલી રહી છે. ગ્રાહક જાગૃતિ મહાયજ્ઞ અને સુપ્રિમ કોર્ટમાં PIL ની તૈયારી ગ્રાહકોમાં ભભૂકી રહેલા આક્રોશને ધ્યાને રાખીને ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ દ્વારા હવે આરપારની લડત શરૂ કરવામાં આવશે. સમિતિ દ્વારા ટૂંક સમયમાં વડાપ્રધાન, કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રી, સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ અને નેશનલ કમિશનના પ્રમુખને ઓનલાઇન ઇમેઇલ અને આવેદનપત્રો પાઠવવાનું રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ કરાશે. જો સરકાર તેમ છતાં પણ જજીસ અને સ્ટાફની તાત્કાલિક ભરતી નહીં કરે, તો ગ્રાહકોના હિતમાં નામદાર સુપ્રિમ કોર્ટમાં જાહેર હિતની રીટ અરજી (PIL) દાખલ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પૂર્વ સૈનિકોના સંતાનો માટે છાત્રાલયમાં પ્રવેશ શરૂ:સુરતમાં આવેલી જિલ્લા સૈનિક કલ્યાણ કચેરીમાં અરજી કરી શકાશે
    Next Article
    Iran USA War Update Live | ઈરાન અમેરિકા યુદ્ધ વચ્ચે મોટી અપડેટ | Hormuz | Missile Attack | N18L

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment