Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં જાહેરમાં તલવાર લહેરાવી ભય ફેલાવનાર શખ્સ ઝડપાયો:વીડિયો વાયરલ થતાં પોલીસે કાર્યવાહી કરી

    1 week ago

    ભરૂચના મોટા ડભોયાવાડ વિસ્તારમાં જાહેરમાં તલવાર લહેરાવી ભય ફેલાવનાર એક શખ્સની પોલીસે ધરપકડ કરી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ભરૂચ બી-ડિવિઝન પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના 30 મે 2026ની રાત્રે બની હતી. મોટા ડભોયાવાડ વિસ્તારમાં થયેલા આંતરિક ઝઘડાના પગલે મલબારી દરવાજા વિસ્તારનો રહેવાસી મોહંમદહુસેન મિયાએહમદ પટવા પોતાના ઘરેથી તલવાર લઈને ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આરોપી મોહંમદહુસેન પટવાએ જાહેરમાં તલવાર લહેરાવી આસપાસના લોકોમાં ભય અને દહેશત ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થતાં જ પોલીસ તંત્ર સક્રિય બન્યું હતું. ભરૂચ શહેર બી-ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી આરોપી મોહંમદહુસેન મિયાએહમદ પટવાને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને વધુ તપાસ ચાલી રહી છે. પોલીસે ચેતવણી આપી છે કે, જાહેરમાં હથિયારો સાથે દાદાગીરી કે કાયદો-વ્યવસ્થાને પડકારતી પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    મમતા બેનર્જીએ કહ્યું- TMC ધારાસભ્યો પર ભાજપમાં જોડાવા માટે દબાણ:પોલીસ ડરાવી-ધમકાવી રહી છે, પક્ષ વિરોધી ગતિવિધિઓના આરોપમાં બે ધારાસભ્યોને હાંકી કાઢ્યા
    Next Article
    મહેસાણામાં ‘પાટીદાર રસ સેન્ટર’માંથી કીડાવાળી કેરી અને સડેલો રસ ઝડપાયો:નુગર ગામની ફેક્ટરીમાં 2025 કિલો બગડેલી કેરીનો નાશ, સેમ્પલ ફેલ જશે તો સંચાલકો જેલ ભેગા થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment