Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણામાં ‘પાટીદાર રસ સેન્ટર’માંથી કીડાવાળી કેરી અને સડેલો રસ ઝડપાયો:નુગર ગામની ફેક્ટરીમાં 2025 કિલો બગડેલી કેરીનો નાશ, સેમ્પલ ફેલ જશે તો સંચાલકો જેલ ભેગા થશે

    1 week ago

    ઉનાળાની સિઝનમાં લોકો જે કેરીના રસની હોંશે-હોંશે મિજબાની માણી રહ્યા છે. તેમાં લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થતા હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહેસાણા જિલ્લાના નુગર ગામ પાસે આવેલા મહાદેવ ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં ચાલતા 'પાટીદાર રસ સેન્ટર' નામની ફેક્ટરીમાં ફૂડ વિભાગે ઓચિંતી તપાસ હાથ ધરીને એક મોટા ગોરખધંધાનો પર્દાફાશ કર્યો છે. લોકોને નુકશાન પહોંચાડે એવો વાસી અને અખાદ્ય રસ ઝડપાયો જિલ્લા ફૂડ અધિકારી વી. જે. ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ અને સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર જે. જે. પ્રજાપતિ સહિતની ટીમ દ્વારા બાતમીના આધારે આ સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા હતા. ફૂડ અધિકારીઓએ પોતે હાજર રહીને તપાસ કરતા ફેક્ટરીમાંથી ફુગવાળી તેમજ કીડા પડી ગયેલી અત્યંત ખરાબ કેરીઓનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત લોકોના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડે એવો તૈયાર કરેલો વાસી અને અખાદ્ય રસ પણ ઝડપાયો હતો. ફૂડ વિભાગે કડક કાર્યવાહી કરી નજીવા આર્થિક ફાયદા માટે લોકોની સુખાકારી અને જિંદગી સાથે રમત રમતી આ પેઢી પટેલ પ્રહલાદભાઇ વિરમદાસ વિરુદ્ધ ફૂડ વિભાગે કડક કાર્યવાહી કરી છે. તંત્ર દ્વારા સ્થળ પરથી મળી આવેલી આશરે 2025 કિલોગ્રામ કીડાવાળી બગડેલી કેરી અને 230 કિલોગ્રામ જેટલો તૈયાર અખાદ્ય કેરીનો રસ, જેની અંદાજિત કુલ કિંમત 1,17,359 થાય છે. તે તમામ જથ્થાનો સ્થળ પર જ તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો. આખી ફેક્ટરીના કાળાબજારિયાઓ પર સપાટો બોલાવ્યો લોકો આ દૂષિત રસ આરોગે તે પહેલા જ ફૂડ વિભાગે સક્રિયતા દાખવીને આખી ફેક્ટરીના કાળાબજારિયાઓ પર સપાટો બોલાવ્યો હતો. તંત્ર દ્વારા પાટીદાર રસ સેન્ટરમાંથી કેરીના રસના શંકાસ્પદ સેમ્પલ લઈને લેબોરેટરીમાં પૃથ્થક્કરણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. ફૂડ વિભાગના જણાવ્યા અનુસાર આ સેમ્પલનો સત્તાવાર અહેવાલ આવ્યા બાદ પેઢીના સંચાલકો સામે કાયદાકીય રીતે વધુ કડક પગલાં ભરવામાં આવશે. ઉનાળાની સિઝન શરૂ થતા જ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અને બગાડ રોકવા માટે ફૂડ વિભાગની આ સતત ચાલી રહેલી કાર્યવાહીથી ભેળસેળિયા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં જાહેરમાં તલવાર લહેરાવી ભય ફેલાવનાર શખ્સ ઝડપાયો:વીડિયો વાયરલ થતાં પોલીસે કાર્યવાહી કરી
    Next Article
    મોરબીમાં જલસા એપાર્ટમેન્ટના એક મકાનમાં આગની ઘટના:એપાર્ટમેન્ટના ચોથા માળે આવેલા મકાનમાં શોર્ટ સર્કિટથી લાગી આગ, ફાયરવિભાગે કાબૂ મેળવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment