Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં કેરટેકર મહિલા પર હિંસક હુમલો:મહિલાએ બૂમાબૂમ કરતાં બાઈક ચાલક બાઈક મૂકીને ભાગ્યો, પાછળ બેઠેલા હુમલાખોરને મહિલાએ પકડીને પોલીસને સોંપ્યો

    2 weeks ago

    વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં કેરટેકર મહિલા પર હિંસક હુમલાની ઘટના સામે આવી છે. મહિલાએ બૂમાબૂમ કરતાં બાઈક ચાલક ભાગ્યો, જ્યારે પાછળ બેઠેલા હુમલાખોરને મહિલાએ પકડી પાડ્યો હતો. લક્ષ્મીપુરા પોલીસ તેની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતી અને કેરટેકર કામ કરતી કવિતા નામની મહિલા ગઈકાલે રાત્રે નોકરી પરથી મેનેજર મુકેશ શાહ સાથે અલગ અલગ સ્કૂટર પર ઘરે પરત આવી રહ્યા હતા. ત્યારે બાઈક પર આવેલા બે શખ્સોએ તેનો પીછો કર્યો હતો. ત્યારબાદ મહિલા અને મેનેજર લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન પાસે ઊભા રહ્યા હતા. બાદમાં બાઈક સવાર યુવકો નજીકના પાન પાર્લર ખાતે ઉભા રહેતા મહિલાને શંકા જતા તે મેનેજર સાથે તેના ગંગાનગર ખાતેના ઘર તરફ જવા માટે નીકળી હતી. આ દરમિયાન બંને બાઈક સવાર આવ્યા હતા અને પાર્ક થયેલી બસની પાછળ ઉભા રહ્યા હતા. મહિલા અને મેનેજરના સ્કૂટર નજીક આવતા જ બંને હુમલાખોર બસ પાછળથી બહાર નીકળ્યા હતા. આ પૈકી એક જણ બાઈક પર બેસી રહ્યો હતો. જ્યારે પાછળ બેઠેલા શખ્સે નીચે ઉતરી મહિલાને રોકી હતી અને કોઈ હથિયાર કાઢી તેના માથામાં માર્યું હતું. મહિલા લોહીલુહાણ થઈ જતાં બંને હુમલાખોરો ભાગવા ગયા હતા. લોહીથી લથબથ હાલતમાં મહિલાએ તરાપ મારી પાછળ બેઠેલા હુમલાખોરને પકડી લેતા બંને જણા બાઈક સાથે નીચે પટકાયા હતા. મહિલાએ બૂમાબૂમ કરતાં બાઈક ચાલક બાઈક ત્યાં મુકીને ત્યાંથી ભાગી ગયો હતો. જ્યારે એક હુમલાખોરને મહિલાએ પકડી રાખતા લોકો દોડી આવ્યા હતા અને તેને દબોચી લીધો હતો. બનાવની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે આવી જતા હુમલાખોરને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં તેનું નામ તરુણ મોતીલાલ મેનરીયા (રહે. એન્ટીકા ગ્રીનવુડ, સેવાસી-ખાનપુર રોડ) હોવાનું બહાર આવ્યું છે. પોલીસ આ મામલે પૂછપરછ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં અન્નપૂર્ણા આઇડોલ સિઝન 2.0 યોજાઈ:ધ શેફ કુકિંગ એકેડેમીએ વાનગી સ્પર્ધાનું આયોજન કર્યું
    Next Article
    Baba Bagheshwar Oppose In Rajkot Live | રાજકોટમાં બાગેશ્વર બાબાનો વિરોધ | dhirendra Shashtri News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment