Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ બસપોર્ટના ત્રીજા માળે સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ:ગોલ્ડ સ્પામાંથી પાંચ યુવતીઓ મળી આવી, સ્પા સંચાલક અને મેનેજરની ધરપકડ

    2 weeks ago

    રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ દ્વારા સ્પાના નામે ચલાવવામાં આવતું કુટણખાનું ઝડપી પાડી મેનેજર અને સંચાલકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં આરોપીઓ દિલ્લી મુંબઈ અને નેપાળથી લલનાઓ બોલાવતા હોવાનું અને ગ્રાહક પાસેથી રૂ.5,000 મેળવી લલનાને રૂપિયા 1000 આપતા તેમજ એન્ટ્રી ફી રૂપિયા 1000 મેળવી બાકીના 3000 રૂપિયા પોતે રાખતા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આરોપીઓ દ્વારા છેલ્લા બે મહિનાથી બસપોર્ટમાં ત્રીજા માળે સ્પાના નેજા હેઠળ કુટણખાનું ચલાવતા હોવાનું સામે આવ્યું છે. સ્પાની આડમાં બે મહિનાથી કુટણખાનું ચાલતું હતું રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ઢેબર રોડ પર આવેલ એસટી બસપોર્ટમાં ત્રીજા માળે ગોલ્ડ સ્પા આવેલું છે જેમાં લલનાઓ બોલાવી કુટણખાનું ચલાવવામાં આવે છે જેથી રેડ કરતા કાઉન્ટર ઉપર મેનેજર નરેશ રાણા (ઉ.વ.19) અને તેની બાજુમાં સંચાલક રવિ ખેરૈયા (ઉ.વ.30) મળી આવ્યા હતા. જેને સાથે રાખી પોલીસે અલગ અલગ રૂમમાં ચેક કરતા રૂમ નંબર 4માં સ્ત્રી પુરુષ કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. જયારે બીજા રૂમમાં અન્ય યુવતીઓ મળી આવી હતી. આ પછી પોલીસ દ્વારા મેનેજર સંચાલક અને લલનાઓને એ ડિવિઝન પોલીસ સ્ટેશન લાવી પુછપરછ શરૂ કરવામાં આવી હતી. ગ્રાહક પાસેથી 5000 રૂપિયા મેળવી યુવતીને ફક્ત 1000 રૂપિયા આપતા પોલીસ તપાસ દરમિયાન આરોપીઓએ કબૂલાત આપી હતી કે, દિલ્લી, મુંબઈ અને નેપાળથી લલનાઓ બોલાવી છેલ્લા બે મહિનાથી કુટણખાનું ચલાવવામાં આવી રહ્યું છે. અહીંયા તેઓ ગ્રાહક પાસેથી રૂપિયા 5,000 મેળવતા હતા જેમાં રૂપિયા 1000 એન્ટ્રી ફી, રૂપિયા 1000 લલનાને આપતા અને બાકીના રૂપિયા 3000 પોતે રાખતા હતા. હાલ પોલીસે લલનાઓને મુક્ત કરાવી આરોપી મેનેજર અને સંચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પોલીસે રેડ દરમિયાન રૂ.5000 રોકડા તેમજ બે મોબાઈલ ફોન મળી કુલ રૂ.44,700નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    How Suman Kalyanpur’s career peaked after Lata Mangeshkar’s fallout with Mohammed Rafi
    Next Article
    સાવલીના ગુતરડીમાંથી 9.90 લાખનો ગાંજો ઝડપાયો:ખેતરમાં અન્ય પાકની આડમાં ગાંજાનું વાવેતર કર્યું, બે સગા ભાઈની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment