Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાવલીના ગુતરડીમાંથી 9.90 લાખનો ગાંજો ઝડપાયો:ખેતરમાં અન્ય પાકની આડમાં ગાંજાનું વાવેતર કર્યું, બે સગા ભાઈની ધરપકડ

    2 weeks ago

    વડોદરાના સાવલી તાલુકાના ડેસર પોલીસ સ્ટેશનની હદમાં ગુતરડી ગામમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે એક ચોક્કસ બાતમીના આધારે નશીલા પદાર્થોના વેપાર સામે મોટી અને સફળ કાર્યવાહી હાથ ધરી છે. ગામની સીમમાં એક ખેતરમાં અન્ય કાયદેસરના પાકની આડમાં છૂપી રીતે ઉગાડવામાં આવેલા પ્રતિબંધિત માદક પદાર્થ ગાંજાના લીલા છોડના મસમોટા જથ્થાનો પર્દાફાશ કરીને પોલીસે બે ઈસમની અટકાયત કરી લીધી છે.પોલીસે આ દરોડા દરમિયાન અંદાજે દસ લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે ગ્રામ્ય એસઓજીએ દરોડો પાડ્યો વડોદરા ગ્રામ્ય એસ.ઓ.જી.ની ટીમને એવી બાતમી મળી હતી કે,સાવલીના ગુતરડી ગામની સીમમાં એક ખેતરમાં કપાસ અથવા અન્ય ઊભા પાકની વચ્ચે પ્રતિબંધિત નશીલા પદાર્થનું ગેરકાયદે વાવેતર કરવામાં આવ્યું છે.આ પાક સામાન્ય નજરે ઓળખાય નહીં તે રીતે વાવવામાં આવ્યો હતો.બાતમીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એસ.ઓ.જી.ની ટીમે કોઈ પણ પ્રકારની સહેજ પણ શંકા ગયા વિના અથવા આરોપીઓ સાબદા થાય તે પહેલા જ ગુતરડી ગામના સંબંધિત ખેતરમાં અચાનક અને આયોજનબદ્ધ રીતે દરોડો પાડ્યો હતો અને નશાકારક છોડ અંગેનો પર્દાફાશ કર્યો હતો. ખેતરમાંથી 9.800 કિલો વજનના 23 છોડ મળ્યા પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન ખેતરમાં ઊભા પાકની વચ્ચેથી શંકાસ્પદ વનસ્પતિજન્ય માદક પદાર્થના મસમોટા લીલા છોડ મળી આવ્યા હતા.વનસ્પતિની સચોટ ઓળખ કરવા એસ.ઓ.જી.ની ટીમે તાત્કાલિક FSLની ટેકનિકલ ટીમને સ્થળ પર જ બોલાવીને આ છોડની વૈજ્ઞાનિક પદ્ધતિથી તપાસ કરાવી હતી.FSLના અધિકારીઓ દ્વારા સ્થળ પર જ ખરાઈ કરવામાં આવતા આ તમામ છોડ કેનાબીસ એટલે કે પ્રતિબંધિત ગાંજાના જ હોવાનું સ્પષ્ટ થયું હતું.આ વૈજ્ઞાનિક પુરાવાના આધારે પોલીસે ખેતરમાંથી નાના-મોટા કદના 23 નંગ ગાંજાના લીલા છોડ વજન કરીને જપ્ત કર્યા હતા.આ જપ્ત કરાયેલા મુદ્દામાલનું કુલ વજન 9.800 કિલો જેટલું થવા જાય છે, જેની વર્તમાન બજાર કિંમત અનુસાર કિંમત 9,90,000 રુપિયા આંકવામાં આવી છે. બે સગા ભાઈઓની ધરપકડ કરવામાં આવી ખેતરમાં આ પ્રકારે ગેરકાયદે અને ગુનાહિત નશીલા પદાર્થનું વાવેતર કરવાના આ ગંભીર ગુનામાં પોલીસે ગુતરડી ગામના જ વતની અને સગા ભાઈઓ એવા નરવત પરમાર તથા લક્ષ્મણ પરમારની સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી છે.પોલીસે આ બંને શખ્સો વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. આ બંને સગા ભાઈઓ આ ગાંજાનો મોટો જથ્થો તૈયાર કરીને સ્થાનિક કે બહારના પેડલરોને સપ્લાય કરવાના હતા, અગાઉ તેઓએ આવો જથ્થો ક્યાં વેચ્યો છે, અને આ આખા ડ્રગ્સ નેટવર્કમાં વડોદરા કે અન્ય જિલ્લાના કયા મોટા માથાઓ સંડોવાયેલા છે, તે તમામ દિશામાં ડેસર પોલીસ અને એસ.ઓ.જી.ની ટીમોએ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ બસપોર્ટના ત્રીજા માળે સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ:ગોલ્ડ સ્પામાંથી પાંચ યુવતીઓ મળી આવી, સ્પા સંચાલક અને મેનેજરની ધરપકડ
    Next Article
    વાઘેશ્વરી તળાવનાનું કામ ચોમાસા પહેલાં પૂર્ણ કરવા માંગ:18 કરોડ ફાળવ્યા છતાં વાઘેશ્વરી તળાવનું કામ બે વર્ષથી અધૂરું, જળસંચય અને પર્યટનને વેગ આપવા ચોમાસા પહેલાં કામ પૂર્ણ કરવા માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment