Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે હરિ-હરની ઉપાસનાનો ખાસ દિવસ:પુરુષોત્તમ માસના સોમવારે શિવ ચાલીસાનો પાઠ કરવાનું મહત્ત્વ, જાણો યોગ્ય વિધિ

    7 hours ago

    હાલમાં શ્રીહરિની આરાધનાનો પાવન પર્વ એટલે કે પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે. આજે સોમવાર હોવાથી દિવસ વધુ ખાસ બની જાય છે. સોમવારે હરિ અને હર બંનેની ઉપાસના કરવાથી સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે. આજે સોમવારના રોજ અધિક જેઠ વદ એકમ અને બીજ ​​છે. સોમવારે ભોળાનાથની ભક્તિનું અનોખું મહત્ત્વ છે. સામાન્ય રીતે દરરોજ શિવ ચાલીસાનો પાઠ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે, પરંતુ સોમવારે તેનું મહત્ત્વ વધુ હોવાની લોકવાયિકા છે. શિવ ચાલીસાના પાઠનો શુભ સમય અને યોગ્ય વિધિ શિવ ચાલીસા દિવસ દરમિયાન ગમે ત્યારે કરી શકાય છે. પરંતુ સવારે બ્રહ્મ મુહૂર્ત અને સાંજે પ્રદોષ કાળમાં પાઠ કરવાથી વધારે લાભ મળતો હોવાની માન્યતા છે. શિવલિંગ કે શિવ પ્રતિમા સામે દિવો પ્રગટાવો. શિવલિંગ પર ગંગાજળ, દૂધ, સફેદ ચંદન, બીલીપત્ર, આકડાના ફૂલ અને અક્ષત ચઢાવો. 'ॐ નમઃ શિવાય' મંત્રનો 108 વાર જાપ કરો. શિવ ચાલીસાનો ભક્તિભાવથી પાઠ કરો. છેલ્લે આરતી કરીને પ્રસાદ ધરાવો. પાઠ કરતા સમયે આ બાબતો ધ્યાનમાં રાખો ભગવાન વિષ્ણુની કૃપા મેળવવાનો ખાસ અવસર અધિક માસમાં પુરુષોત્તમ ભગવાનની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે. સૃષ્ટિના પાલનહારની ભક્તિ કરવાથી ભક્તોના જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે અને સમસ્યાઓ દૂર થાય છે. વિષ્ણુ ભગવાન સાથે તેમના અવતારો, રામ અને કૃષ્ણની પણ પૂજા કરવી જોઈએ. પુરુષોત્તમ મહિનામાં રોજ સવારે વહેલા જાગવું જોઈએ. સ્નાન કર્યા પછી તાંબાના લોટામાં જળ ભરીને સૂર્યને અર્ઘ્ય ચઢાવો. આ સમયે 'ૐ સૂર્યાય નમ:' મંત્રનો જાપ કરતા રહો. સૂર્ય પૂજા પછી ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુની પૂજા કરો. પૂજાની સાથે જ વિષ્ણુ સહસ્રનામ, ભગવદ્ગીતાનો પાઠ અને પુરુષોત્તમ માસની કથા વાંચવી જોઈએ.
    Click here to Read More
    Previous Article
    CM Suvendu Adhikari’s Cabinet: बंगाल सरकार में मंत्री बने Ashok Dinda, मिली बड़ी जिम्मेदारी! BJP
    Next Article
    કોકરોચ જનતા પાર્ટીનું સોશિયલ મીડિયા પછી હવે દિલ્હીમાં આંદોલન!:અભિજીત દીપકે 6 જૂને ભારત આવશે, શિક્ષણ મંત્રીના રાજીનામાને લઈ જંતર-મંતર પર પ્રદર્શન કરશે

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment