Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી વસ્તી ગણતરીની કામગીરીમાં બ્લોક ફાળવણીમાં વિસંગતતા:કર્મચારીઓને ફરજના સ્થળથી દૂરના વિસ્તારો ફાળવાતા રોષ

    9 hours ago

    મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં વસ્તી ગણતરીની કામગીરીમાં બ્લોક ફાળવણીને લઈને ગંભીર વિસંગતતાઓ સામે આવી છે. ગણતરીદારોને તેમના ફરજના સ્થળના વોર્ડમાં મૂકવાના આશ્વાસન છતાં, વર્તમાન ફાળવણીમાં અનેક સમસ્યાઓ જોવા મળી રહી છે. રજૂઆત અનુસાર, મોરબી-1ની શાળાઓમાં ફરજ બજાવતા અને જેમના નિવાસસ્થાન તેમજ શાળા એક જ વોર્ડમાં છે તેવા ઘણા ગણતરીદારોને મહેન્દ્રનગર અને મોરબી-2 જેવા દૂરના વિસ્તારોમાં બ્લોક ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત, કેટલીક મહિલા કર્મચારીઓને સંવેદનશીલ વિસ્તારો પણ ફાળવવામાં આવ્યા હોવાની ફરિયાદ ઉઠી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ બીએલઓને વસ્તી ગણતરીમાંથી મુક્ત રાખવા અગાઉ રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં, સ્વૈચ્છિક રીતે કામગીરી કરવા ઈચ્છુક બીએલઓને તેમની પસંદગીના બ્લોક આપવાને બદલે દૂરના વિસ્તારો ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત, રિઝર્વ રાખવાના બીએલઓને પણ બ્લોક ફાળવી દેવાયા હોવાનું સામે આવ્યું છે. કેટલાક ગણતરીદારોને 400 થી 500 જેટલા મકાનો ધરાવતા મોટા અને વધુ ભારવાળા બ્લોક ફાળવવામાં આવ્યા હોવાની ફરિયાદ પણ ઉઠી છે. આવા બ્લોકોને જરૂરી મર્યાદા મુજબ વિભાજિત કરીને ફાળવણી કરવાની માંગ કરવામાં આવી છે. મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ગામડાઓના શિક્ષકોને શહેરના દૂરના વિસ્તારોમાં બ્લોક ફાળવવાને બદલે તેમના ગામના વિસ્તારો ફાળવવાની માંગણી છે. તેવી જ રીતે, મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના શિક્ષકોને પણ તેમના પરિચિત વિસ્તાર અથવા ગામના રસ્તા નજીકના વિસ્તારની ફાળવણી કરવાની રજૂઆત કરાઈ છે. વસ્તી ગણતરીનું કાર્ય સરળ અને અસરકારક રીતે થઈ શકે તે માટે ઉપરોક્ત વિસંગતતાઓ સત્વરે દૂર કરવા માંગ કરવામાં આવી છે. ખાસ કરીને મહિલા ગણતરીદારોને તેમના ફરજના વિસ્તાર મુજબ બ્લોક ફાળવવા અને સ્વૈચ્છિક કામગીરી માટે પસંદગી દર્શાવનારાઓની યાદી મુજબ બ્લોક ફાળવવા તંત્રને વિનંતી કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    JEE એડવાન્સમાં મોક્ષરાજસિંહ જાડેજા રાજકોટમાં ફર્સ્ટ અને સૌરાષ્ટ્રમાં મોખરે:ઓલ ઇન્ડિયામાં 135મો અને એલનના વિદ્યાર્થી નિમય પુરોહિતે 141મો રેન્ક મેળવ્યો
    Next Article
    સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા નર્મદા કેનાલમાં પાણી છોડાયું:શહેરના નાગરિકોને નિયમિત પાણી પુરવઠો પૂરો પાડવા આયોજન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment