Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    JEE એડવાન્સમાં મોક્ષરાજસિંહ જાડેજા રાજકોટમાં ફર્સ્ટ અને સૌરાષ્ટ્રમાં મોખરે:ઓલ ઇન્ડિયામાં 135મો અને એલનના વિદ્યાર્થી નિમય પુરોહિતે 141મો રેન્ક મેળવ્યો

    11 hours ago

    IIT રૂરકીએ 1 જુન 2026ના રોજ દેશની સૌથી મોટી એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા JEE એડવાન્સ 2026નું પરિણામ જાહેર કર્યું છે.જેમાં મોદી સ્કૂલનો વિદ્યાર્થી મોક્ષરાજસિંહ જાડેજા રાજકોટ ફર્સ્ટ આવ્યો છે અને સૌરાષ્ટ્રમાં ટોપર છે. જ્યારે એલન રાજકોટના વિદ્યાર્થી નિમય પુરોહિતે બીજો ક્રમ મેળવ્યો છે. JEE એડવાન્સની પરીક્ષામાં રાજકોટની મોદી સ્કૂલનો વિદ્યાર્થી મોક્ષરાજસિંહ જાડેજા મોખરે રહ્યો છે. 360માંથી 267 માર્ક મેળવી રાજકોટ ટોપર રહ્યો છે. તેને ઓલ ઇન્ડિયામાં 135 તો જનરલ EWS કેટેગરીમાં 10મો રેન્ક મેળવ્યો છે. તેમના પિતાનું નામ મહેન્દ્રસિંહ છે. જ્યારે JEE એડવાન્સની પરીક્ષામાં સતત સાતમા વર્ષે એલન રાજકોટના સિંગલ કેમ્પસ અને મર્યાદિત વિદ્યાર્થીઓમાંથી સૌરાષ્ટ્રમાં સર્વોચ્ચ ઓલ ઈન્ડિયા રેન્ક અને સૌથી વધુ પસંદગી આપીને પોતાનું વર્ચસ્વ અને શ્રેષ્ઠતા જાળવી રાખી છે. નિમય પુરોહિત રાજકોટમાં બીજા ક્રમે ઓલ, ઈન્ડિયા રેન્ક 141મો મેળવ્યો એલન રાજકોટના વિદ્યાર્થી નિમય પુરોહિતે JEE એડવાન્સ 2026માં ઓલ ઈન્ડિયામાં 141 મો રેન્ક મેળવ્યો છે. જેને JEE મેઈનમાં ઓલ ઈન્ડિયા રેન્ક 16 અને 100 પર્સેન્ટાઇલ મેળવ્યા હતા. તેને ધોરણ 12 CBSE મા 97% મેળવ્યા હતા. જેના પિતા હર્ષલ પુરોહિત અને માતા દર્શના પુરોહિત બંને ડોક્ટર છે. નિમય રાજકોટમાં છેલ્લા 4 વર્ષ થી અભ્યાસ કરે છે. તેમનું માનવું છે કે નિયમિત, શિસ્તબદ્ધ અભ્યાસથી તેને પરીક્ષામાં સારો સ્કોર કરવામાં મદદ મળી છે. તેણે યોગ્ય સમયપત્રકનું પાલન કર્યું છે અને તમામ વિષયોને સમાન મહત્વ આપ્યું છે. ‘ઓનલાઈન એપનો ઉપયોગ કરીને તમામ ટેસ્ટનું ડિજિટલ વિશ્લેષણ મેળવતો’ તેમણે એમ પણ જણાવ્યું હતું કે, એલન રાજકોટના ફેકલ્ટીઓએ મને સમયસર આખો અભ્યાસક્રમ પૂરો કરાવ્યો અને જેના કારણે મને રીવીઝન અને પ્રેક્ટિસ કરવા માટે પૂરતો સમય મળ્યો. નિયમિત ડાઉટ કાઉન્ટર્સ, એલન સ્ટડી મટિરિયલ્સ પણ મને ખૂબજ મદદરૂપ થયું છે. એલન રાજકોટ દ્વારા આયોજિત કોમ્પ્યુટર આધારિત પ્રેક્ટિસ (CBT) ટેસ્ટ આપવાથી મને વાસ્તવિક પરીક્ષા માટે પ્રેક્ટિસ અને ઓનલાઈન એપનો ઉપયોગ કરીને તમામ ટેસ્ટનું ડિજિટલ વિશ્લેષણ પણ મેળવતો હતો. જેનાથી તેને તેના અભ્યાસનું આયોજન કરવામાં ઘણી મદદ મળી. તે અને તેનો આખો પરિવાર JEE એડવાન્સ 2026ની પરીક્ષામાં તેના શાનદાર પરિણામથી ખૂબ જ ખુશ છે. તે ભગવાન, તેના માતાપિતા અને શિક્ષકોનો ખૂબ આભારી છે. તે ટોપ IIT કોલેજમાં પ્રવેશ લેવા માંગે છે અને કમ્પ્યુટર સાયન્સમાં B.Tech કરવા માંગે છે.
    Click here to Read More
    Previous Article
    ગાઝિયાબાદમાં 12 વર્ષની છોકરી સાથે 3 મહિના સુધી રેપ:તબિયત બગડતા હોસ્પિટલ લઈ ગયા ત્યારે પરિવારને જાણ થઈ, FIR નોંધાવી; પોલીસે આરોપીની ધરપકડ કરી
    Next Article
    મોરબી વસ્તી ગણતરીની કામગીરીમાં બ્લોક ફાળવણીમાં વિસંગતતા:કર્મચારીઓને ફરજના સ્થળથી દૂરના વિસ્તારો ફાળવાતા રોષ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment