Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'મિશન બિયોન્ડ લિમિટ્સ':મસ્ક્યુલર ડિસ્ટ્રોફી સામે જંગ લડતી રાજુલ યાજ્ઞિક હવે ઉમલિગ લા અને સિયાયીન બેઝ કેમ્પ તરફ પ્રેરણાદાયી અભિયાન પર

    11 घंटे पहले

    ફોર્ચ્યુનના સહયોગથી આયોજિત 'મિશન બિયોન્ડ લિમિટ્સ' અંતર્ગત મસ્ક્યુલર ડિસ્ટ્રોફી જેવી ગંભીર અને પ્રગતિશીલ બીમારી સામે છેલ્લા 16 વર્ષથી જંગ લડી રહેલી રાજુલ યાજ્ઞિક હવે ઉમલિગ લા અને સિયાચીન બેઝ કેમ્પ સુધીની ઉચ્ચ-ઉંચાઈ યાત્રા માટે તૈયારીઓ કરી રહ્યા છે. જૂન 2026ના મધ્યભાગમાં શરૂ થનારી આ યાત્રા અંદાજે 20 દિવસ ચાલશે અને લગભગ 5,000 કિલોમીટરનું અંતર આવરી લેશે. 51 વર્ષની રાજુલ યાજ્ઞિક માટે આ અભિયાન માત્ર એક સાહસિક પ્રવાસ નથી, પરંતુ અડગ મનોબળ અને આત્મવિશ્વાસનું જીવંત ઉદાહરણ છે. એક સમય એવો હતો જ્યારે તેઓ સ્વતંત્ર રીતે ચાલતા-ફરતા અને રોજિંદા કાર્યો સરળતાથી પાર પાડતા હતા. જોકે, મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં તેમની શારીરિક ક્ષમતા સતત ઘટી છે. આજે સહારા વગર ઊભા રહેવું મુશ્કેલ બન્યું છે અને સામાન્ય હલનચલન માટે પણ સહાયની જરૂર પડે છે. જોકે, શારીરિક મર્યાદાઓ સામે રાજુલ યાજ્ઞિકે ક્યારેય હિંમત હારી નથી. પરિવારના સહકાર અને પોતાના મક્કમ મનોબળના બળે તેમણે બે વર્ષ પહેલાં લદ્દાખ સુધીની પડકારજનક રોડ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. સામાન્ય વ્યક્તિ માટે પણ કઠિન ગણાતી આ યાત્રાએ લોકો અને મીડિયાનું ધ્યાન ખેંચ્યું હતું. સાથે જ તેમણે એક મજબૂત સંદેશ આપ્યો હતો કે શારીરિક અક્ષમતા વ્યક્તિના મનોબળને નબળું પાડી શકતી નથી. હવે ‘મિશન બિયોન્ડ લિમિટ્સ' અંતર્ગત રાજુલ યાજ્ઞિક વિશ્વના સૌથી ઊંચા મોટરેબલ પાસ પૈકીના એક ઉમલિગ લા તેમજ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સિયાચીન બેઝ કેમ્પ સુધી પહોંચવાનો સંકલ્પ લઈને આગળ વધી રહ્યા છે. આ રોડ યાત્રા દરમિયાન તેમના પતિ જીગર યાજ્ઞિક અને પુત્રી કાનન યાજ્ઞિક સતત તેમની સાથે રહેશે. ઉચ્ચ-ઉંચાઇવાળા અને પડકારજનક માર્ગો ધરાવતી આ યાત્રા માત્ર એક પ્રવાસ નથી, પરંતુ દિવ્યાંગતા અને શારીરિક મર્યાદાઓ પ્રત્યે સમાજની દૃષ્ટિ બદલવાનો પ્રયાસ પણ છે. રાજુલ યાજ્ઞિકની આ સફર ફરી એકવાર સાબિત કરે છે કે શરીર નબળું પડી શકે, પરંતુ મનોબળ, હિંમત અને જીવવાની જિજ્ઞાસા અતૂટ રહી શકે છે.
    Click here to Read More
    Previous Article
    વિરમગામમાં સરકારી જમીન પરથી દબાણો હટાવાયા:3 ધાર્મિક સ્થળ, 7 દુકાન તોડી 3,500 સ્ક્વેર ફૂટ જમીન ખુલ્લી કરાઈ, રોડનું કામ શરૂ
    Next Article
    Maharashtra urges farmers to delay sowing as monsoon onset unlikely before June 10

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment