Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિરમગામમાં સરકારી જમીન પરથી દબાણો હટાવાયા:3 ધાર્મિક સ્થળ, 7 દુકાન તોડી 3,500 સ્ક્વેર ફૂટ જમીન ખુલ્લી કરાઈ, રોડનું કામ શરૂ

    12 घंटे पहले

    વિરમગામ શહેરના રૈયાપુર બહાર વિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા સરકારી જમીન પરના દબાણો હટાવવા માટે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી બાદ તરત જ રસ્તા નિર્માણનું કામ પણ શરૂ કરી દેવાયું છે. આ કાર્યવાહી દરમિયાન ત્રણ ધાર્મિક સ્થળ અને સાત દુકાન સહિતના દબાણો દૂર કરાયા હતા. આશરે 3,500 સ્ક્વેર ફૂટથી વધુ સરકારી જમીન દબાણમુક્ત બની છે. વિરમગામમાં સરકારી જમીન પરથી દબાણો હટાવાયા દબાણ હટાવવાની કામગીરી માટે પાંચ જેસીબી, ત્રણ હિટાચી મશીનો અને પંદર ડમ્પર સહિતનો મોટો મશીનરી કાફલો તહેનાત કરાયો હતો. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે એક ડીવાયએસપી, પંદર પોલીસ ઇન્સ્પેક્ટર અને પાંચસોથી વધુ પોલીસ જવાનો સ્થળ પર હાજર રહ્યા હતા. 1 DySP, 15 PI સહિત 550થી વધુ પોલીસ કર્મચારીઓનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત અધિકારીઓના જણાવ્યા અનુસાર, લાંબા સમયથી સરકારી જમીન પર થયેલા દબાણો વિકાસકાર્યોમાં અવરોધરૂપ બની રહ્યા હતા. ડિમોલેશન બાદ રસ્તાના નિર્માણથી સ્થાનિક વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા અને અવરજવર વધુ સુગમ બનશે તેવી અપેક્ષા છે. અત્યંત પડકારજનક ડિમોલિશન કામગીરી શાંતિપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ સમગ્ર કાર્યવાહી દરમિયાન પ્રશાસન, પોલીસ વિભાગ અને માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ સતત હાજર રહી દેખરેખ રાખી રહ્યા હતા. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે સરકારી જમીન પર થયેલા ગેરકાયદે દબાણો સામે ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    ફુલસર વિસ્તારમાંથી જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા:પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. 12,420 કબ્જે કર્યા
    Next Article
    'મિશન બિયોન્ડ લિમિટ્સ':મસ્ક્યુલર ડિસ્ટ્રોફી સામે જંગ લડતી રાજુલ યાજ્ઞિક હવે ઉમલિગ લા અને સિયાયીન બેઝ કેમ્પ તરફ પ્રેરણાદાયી અભિયાન પર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment