Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેમકાના યુવાન પાસેથી ગેરકાયદેસર છરી મળી:વઢવાણ પોલીસે હથિયારબંધી ભંગ બદલ ફરિયાદ નોંધી

    14 hours ago

    વઢવાણ પોલીસ મથકે ગેરકાયદેસર હથિયાર રાખવા બદલ એક યુવાન વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. મેમકા ગામના સચિનભાઈ રણછોડભાઈ થરેશા નામના યુવાનને વઢવાણ ટાઉન વિસ્તારમાં ખારવાની પોળ પાસેથી એક છરી સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, એ.એસ.આઈ. એ.કે. રાઠોડ અને તેમનો સ્ટાફ વઢવાણ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન ખારવાની પોળ પાસેથી પસાર થઈ રહેલા એક યુવાનને શંકાના આધારે રોકવામાં આવ્યો હતો. તેની તલાશી લેતા તેના પેન્ટના નેફામાંથી આશરે એક ફૂટ લાંબી છરી મળી આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અમલમાં મુકાયેલા હથિયારબંધી જાહેરનામાનો ભંગ થતો હોવાથી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. બે પંચોને બોલાવી તેમની રૂબરૂમાં યુવાનની પૂછપરછ કરવામાં આવી હતી. યુવાને પોતાનું નામ સચિનભાઈ રણછોડભાઈ થરેશા (ઉં.વ. 26, રહે. મેમકા ગામ, તા. વઢવાણ) જણાવ્યું હતું. છરી રાખવા અંગે પૂછવામાં આવતા યુવાન સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. પોલીસે છરી કબજે કરી હતી, જેની કિંમત શૂન્ય દર્શાવવામાં આવી છે. એ.એસ.આઈ. એ.કે. રાઠોડે સચિનભાઈ થરેશા વિરુદ્ધ ગુજરાત પોલીસ એક્ટ કલમ 135 હેઠળ ગુનો નોંધી કાયદેસરની અટકાયત કરી છે.
    Click here to Read More
    Previous Article
    દેશભરમાં હીટવેવ ખતમ, વરસાદથી તાપમાનમાં ઘટાડો થયો:રાજસ્થાનના જેસલમેરમાં રેતીનું તોફાન; ઉત્તરાખંડના ચંપાવતમાં નદીમાં ફસાયેલા 50 લોકોનું રેસ્ક્યુ
    Next Article
    વેરાવળ જલારામ મંદિરે 251 કિલો કેરીનો મનોરથ ઉત્સવ:સત્સંગ, રાસગરબા, મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment