Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફાયદો ખેડૂતો અને ગ્રાહક બંનેને થશે:ફળો વધુ ટકાવવા માટે મોબાઈલ ગામા કિરણોત્સર્ગ સિસ્ટમથી નિકાસ ક્ષમતામાં વધારો

    8 hours ago

    ભારતમાં ખેતરમાં ઉગતા ફળોનું ટકાઉપણું વધે તેમ જ ફળોની નિર્યાત ક્ષમતા વધારીને ખેડૂતોને ફાયદો થાય એ માટે અણુઉર્જા વિભાગના વાશી ખાતેના બ્રિટ (બોર્ડ ઓફ રેડિયેશન એન્ડ આઈસોટોપ ટેકનોલોજી) મોબાઈલ ગામા કિરણોત્સર્ગ સિસ્ટમ વિકસિત કરે છે. આ યંત્રણા ટ્રક પર લગાડવામાં આવશે. આ ટેકનોલોજીથી ફળની અંદરના જંતુ અને કીડા નાશ પામશે તેમ જ ફળોનું ટકાઉપણું વધારવામાં મદદ થશે. દેશના વિવિધ રાજ્યોના જુદા જુદા ફળોનું ઉત્પાદન થાય છે. જો કે અનેક ફળની ટકવાની ક્ષમતા ઘણી ઓછી હોવાથી એ થોડા સમયમાં બજારમાં પહોંચાડવા ખેડૂતો માટે જરૂરી હોય છે. આવા ફળ પર પ્રક્રિયા કરીને તેમનું ટકાઉપણું વધારવા બ્રિટ તરફથી ગામા કિરણોત્સર્ગ આધારિત એક નવી ટેકનોલોજી વિકસિત કરવામાં આવી રહી છે. આ નિયંત્રિત મોબાઈલ ગામા કિરણોત્સર્ગ સિસ્ટમ ટ્રકમાં લગાડવામાં આવશે. આ સિસ્ટમ ખેતર કે બજાર નજીક સહેલાઈથી ઉપલબ્ધ થશે. એના લીધે ખેતરમાંથી કાઢેલા ફળોનું ટકાઉપણું વધશે. આવા ફળોની નિકાસ કરવી શક્ય થશે. એનો ફાયદો ખેડૂતોને થશે. આ સિસ્ટમની પ્રારુપને મંજૂરી મળી છે. આ સિસ્ટમ આ વર્ષે અથવા આગામી વર્ષની શરૂઆતમાં ખેડૂતોને ઉપલબ્ધ થશે એમ અધિકારીએ જણાવ્યું હતું. એના લીધે ફળ ઉત્પાદક ખેડૂતોને ફાયદો થશે. આ ટેકનોલોજીથી પરિવહન દરમિયાન અથવા સંગ્રહ કરતા થતું નુકસાન ઓછું થશે એમ આ ગામા કિરણોત્સર્ગ ટેકનોલોજી વિકસિત કરતા નિષ્ણાતોએ જણાવ્યું હતું. એનો ફાયદો ખેડૂતો અને ગ્રાહક બંનેને થશે. આ યંત્રણા ટ્રક પર લગાડવામાં આવશે જેથી એ સીધા ખેતર, સંકલન કેન્દ્રમાં તેમ જ ફળ બજારમાં લઈ જવી શક્ય થશે. તેથી ફળોને લાંબા અંતરે આવેલા પ્રક્રિયા કેન્દ્રમાં લઈ જવાની જરૂરિયાત ઓછી થશે. સ્વાદ, પોષણ પર અસર નહીં : કાપણી પછી તરત આ પ્રક્રિયા કરવાથી ફળો લાંબા સમય સુધી તાજા રહેશે. આ પ્રક્રિયાના લીધે ફળોના સ્વાદ, પોષણમૂલ્ય પર કોઈ જાતની અસર થતી નથી એમ નિષ્ણાતોએ સ્પષ્ટ કર્યું હતું. અન્ન કિરણોત્સર્ગ ટેકનોલોજીનો ઉપયોગ વિશ્વમાં કરવામાં આવે છે. એના આધારે કીડા પર નિયંત્રણ, અલગીકરણ પ્રક્રિયા અને કૃષી ઉત્પાદનો ટકાવવાની ક્ષમતા વધારવા માટે કરવામાં આવે છે. તેમ જ ભારતમાં આ ટેકનોલોજી માટે કઠોર નિયમ છે જેથી તેના પર નિયંત્રણ રાખવામાં આવે છે. અણુઉર્જા વિભાગના બ્રિટની ટેકનોલોજીથી હાનિકારક જંતુ, કીડાનો નાશ પામીને ફળોનું ટકાઉપણું વધશે, એનો ફાયદો ખેડૂતોને થશે
    Click here to Read More
    Previous Article
    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ:વૈશ્વિક અસ્થિરતા અને વિદેશી સંસ્થાકીય વેચવાલી વચ્ચે બજારમાં મંદીનો માહોલ...!!!
    Next Article
    ઠાકરે જૂથ સામે સૌથી વધુ અરજીઓ દાખલ કરવામાં આવી:મુંબઈના 70 જેટલા નગરસેવકો સામે કાર્યવાહી થવાની શક્યતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment