Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ખ્રિસ્તીઓ લૂલા-લંગડાને દોડતા કરે છે, ત્યાં જાઓને':'ખાલી ભુવા ભરાડા પાછળ પડ્યા રહો છો', ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા પહેલાં સુરત બજરંગદળ પ્રમુખનો જયંત પંડયાને પડકાર

    8 hours ago

    આગામી તારીખ 5થી 7 જૂન દરમિયાન રાજકોટના આંગણે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની ભવ્ય 'હનુમંત કથા'નું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ બાબાના આગમન પૂર્વે જ રાજકોટમાં વિરોધ અને સમર્થનનો ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. એક તરફ અંધશ્રદ્ધા સામે લડતા 'વિજ્ઞાન જાથા' એ બાબાની દિવ્ય શક્તિઓ સામે સવાલો ઉઠાવી પડકાર ફેંક્યો છે, તો બીજી તરફ હિન્દુ સંગઠનોએ વિજ્ઞાન જાથાની દાનત સામે સવાલ ઉઠાવી ખુલ્લી ચેતવણી આપી છે. ધીરેન્દ્ર શાસ્ત્રી પર વિજ્ઞાન જાથાના ગંભીર આક્ષેપો વિજ્ઞાન જાથાના પ્રમુખ જયંત પંડ્યાએ ધીરેન્દ્ર શાસ્ત્રી પર તીખા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, "ધીરેન્દ્ર શાસ્ત્રી જે પણ જગ્યાએ જાય છે ત્યાં વાદ-વિવાદ અને અશાંતિનું વાતાવરણ ઊભું થાય છે તેમજ કાયદો અને વ્યવસ્થા જોખમાય છે. આ શખ્સ કોઈ સંત કે કથાકાર નથી. તેમણે રાજકીય પક્ષને ઓથ આપનારી વાતો કરી છે અને 'ચાર બાળકો પેદા કરો' જેવી વર્ણન ન કરી શકાય તેવી સલાહો આપીને લોકોમાં ખોટી દહેશત ઊભી કરી છે." અમે 50 લાખથી 1 કરોડનું ઈનામ આપીશું : જયંત પંડયા જયંત પંડ્યાએ કથા દરમિયાન અપાતા પર્ચાને અવાસ્તવિક ગણાવતા મોટો પડકાર ફેંક્યો છે. તેમણે ઉમેર્યું કે, "કથા દરમિયાન જે પર્ચા અને દિવ્ય શક્તિઓની વાતો કરવામાં આવે છે તે તદ્દન અવિજ્ઞાનિક, અવાસ્તવિક અને બોગસ છે. અમે તેમને ત્રણ પ્રશ્નો પૂછવાના છીએ. જો તેઓ અમારા વિજ્ઞાન મંચ પર આવીને આ પ્રશ્નોના સાચા સાબિતી સાથે જવાબો આપશે, તો અમે 50 લાખ અને 1 કરોડ રૂપિયા સુધીનું ઇનામ જાહેર કર્યું છે. જો તેઓ સાચા સાબિત થશે તો વિજ્ઞાન જાથા પોતાની સંસ્થા કાયમ માટે બંધ કરવાની પણ જાહેરાત કરશે." આ ઉપરાંત કથા દરમિયાન વિજ્ઞાન જાથા દ્વારા સૂત્રચ્ચારો અને ધરણાંના કાર્યક્રમો પણ યોજવામાં આવશે તેમ તેમણે જણાવ્યું છે. સુરત બજરંગ દળ પ્રમુખ જય પટેલનો જયંત પંડ્યાને પડકાર વિજ્ઞાન જાથાના આ પડકાર સામે બજરંગ દળે આકરો મોરચો માંડ્યો છે. સુરત જિલ્લા બજરંગ દળના પ્રમુખ જય પટેલે જયંત પંડ્યાને ફોન પર આડે હાથ લીધા બાદ એક વીડિયો જાહેર કરીને ખુલ્લી ચેતવણી આપી છે. જય પટેલે જણાવ્યું હતું કે, "જ્યારે પણ સનાતન ધર્મની કોઈ વાત આવે ત્યારે જ વિજ્ઞાન જાથા ચેલેન્જ કરવા પહોંચી જાય છે. હું જયંત પંડ્યાને સવાલ પૂછવા માંગુ છું કે અમારા દક્ષિણ ગુજરાત, અમદાવાદ, ગોધરા અને દાહોદ જેવા વિસ્તારોમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા જે પ્રાર્થના સભાઓ યોજાય છે, ત્યાં તેઓ ક્યારે જશે? આ સભાઓમાં લંગડાને ચાલતા કરવાના, હકલાને બોલતા કરવાના અને બીમારને સાજા કરવાના ખોટા પ્રચારો કરીને મોટા પાયે અંધશ્રદ્ધા ફેલાવી ધર્માંતરણ કરાવવામાં આવે છે." વિજ્ઞાન જાથા માત્ર સનાતન ધર્મનો જ વિરોધ કરે છે : જય પટેલ જય પટેલે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું, "સૌરાષ્ટ્ર-કચ્છ બાજુ કેન્સર સાજું કરવાના પણ દાવા થાય છે. જો વિજ્ઞાન જાથામાં તાકાત હોય તો ત્યાં જઈને રૂબરૂ ચેલેન્જ આપે. જો તેઓ તે પાદરીઓ અને પાસ્ટરો સામે જઈને આવી ચેલેન્જ આપશે, તો મારી તરફથી વિજ્ઞાન જાથાને 1001 ડોલરનું ઇનામ આપવામાં આવશે. વિજ્ઞાન જાથા માત્ર સનાતન ધર્મનો જ વિરોધ કરે છે, કારણ કે હિન્દુ સમાજ શાંત છે અને કંઈ કહેતો નથી. જો આ લોકો રાજકોટમાં જાહેર સભામાં વિરોધ કરવા આવશે, તો સનાતનીઓ દ્વારા જે ધોલાઈ થશે તેની કોઈ સીમા નહીં રહે." રાજકોટમાં કથાના આયોજનને લઈને તંત્ર એલર્ટ મોડ પર રાજકોટમાં કથાના આયોજન પહેલાં જ વિજ્ઞાન જાથા અને હિન્દુ સંગઠનો આમને-સામને આવી જતાં આગામી દિવસોમાં આ વિવાદ વધુ વકરે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. આ આખી પરિસ્થિતિને પગલે સ્થાનિક વહીવટી તંત્ર પણ દોડતું થયું છે અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર અત્યારથી જ સતર્ક બન્યું છે.
    Click here to Read More
    Previous Article
    વરના કારે જોરદાર ટક્કર મારતા મર્સિડિઝના કુરચેકુરચા નીકળ્યા:200 મીટર ઢસડી રેલિંગ તોડી,ઉદ્યોગપતિ પરિવારની હત્યાનો પ્રયાસ;સુરતમાં દારૂના નશામાં યુવકની કરતૂત
    Next Article
    Rainy weather in Junagadh | જૂનાગઢમાં જામ્યો વરસાદી માહોલ | Monsoon | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment