Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરાના ચિખોદરામાં અજાણ્યા શખસે ગળાફાંસો ખાધો:ગામના તળાવ નજીક ઝાડ પર લટકતી હાલતમાં લાશ મળી, પોસ્ટમોર્ટમ માટે સિવિલ ખસેડાઈ

    9 hours ago

    ગોધરા તાલુકાના ચિખોદરા ગામના તળાવ નજીકથી એક અજાણ્યા શખસનો ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી છે. ઘટનાની જાણ થતાં જ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સ્થાનિક લોકોના ધ્યાને આવ્યું હતું કે ચિખોદરા ગામના તળાવ નજીક એક ઝાડ સાથે આશરે 40 વર્ષની ઉંમરના એક અજાણ્યા પુરુષની લાશ લટકતી હતી. આ અંગે તુરંત જ પોલીસને જાણ કરવામાં આવી હતી, જેના પગલે 108 એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતકની ઓળખ માટે પોલીસે તજવીજ હાથ ધરી પોલીસે પ્રાથમિક પંચનામું કર્યું હતું અને મૃતકની ઓળખ કરવા માટે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન મૃતકના ડાબા હાથના ભાગે 'સતનામ AB' લખેલું ટેટૂ જોવા મળ્યું છે. મૃતક કોણ છે અને ક્યાંનો રહેવાસી છે તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મળી શકી નથી. પોલીસે લાશ પીએમ માટે મોકલી ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે ખસેડ્યો છે. પોલીસે આ અજાણ્યા પુરુષના મૃત્યુના સંજોગો, તેણે આ પગલું શા માટે ભર્યું અથવા તેની સાથે કોઈ અજુગતો બનાવ બન્યો છે કે કેમ, તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હાલમાં મૃતકના સગા-સંબંધીઓ અને વાલીવારસોની ભાળ મેળવવા માટે સઘન કવાયત હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    આવતા સપ્તાહે મનપાનું જનરલ બોર્ડ:રાજકોટ મનપાની 15 સમિતિઓનાં ચેરમેન જાહેર થશે, ઓફીસ, પીયુન સહિતની સુવિધાવાળો હોદ્દો મેળવવા ખેંચતાણ શરૂ
    Next Article
    181 અભયમ ટીમની સરાહનીય કામગીરી:માતા-પિતાના ઠપકાથી 6 મહિના પહેલાં ઘર છોડી ગયેલી 15 વર્ષની બાળકીનું કરાવ્યું પુનર્મિલન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment