Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વનમંત્રી અર્જુન મોઢવાડિયા જસાધાર પહોંચ્યા:ગીરમાં સિંહોના મોત બાદ એનિમલ કેર સેન્ટરની સમીક્ષા કરી; કહ્યું- હવે કોઈ ચિંતાની વાત નથી

    8 hours ago

    ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વિસ્તારમાં સિંહોના મોતની ઘટનાઓ બાદ રાજ્યના વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જસાધાર એનિમલ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. તેમણે વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી. અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ સરહદીય વિસ્તારોમાં સિંહોના મોત થયા છે. રાજ્ય સરકાર અને વન વિભાગ દ્વારા સત્તાવાર રીતે 8 સિંહોના શંકાસ્પદ મૃત્યુ થયા હોવાનું જણાવાયું છે. જોકે, સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, 12થી વધુ સિંહોના મોત થયા હોવાની ચર્ચા છે. અધિકારીઓ દ્વારા સિંહોના મોતની સંખ્યા છુપાવવામાં આવી હોવાના પણ અહેવાલો છે. સિંહોના મોતનો આ મામલો દિલ્હી સુધી પહોંચ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ તેની જાણ કરવામાં આવી છે. આ ઘટનાને રાજ્ય સરકારે ગંભીરતાથી લીધી છે. મંત્રી અર્જુન મોઢવાડિયાએ જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે સિંહોના મોત અંગે અને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવેલા સિંહોની માહિતી મેળવી હતી. તેમણે સિંહોના સ્વાસ્થ્યની તપાસ અંગે જાતે જાણકારી લીધી હતી.
    Click here to Read More
    Previous Article
    વરૂણ, પૂજા અને મૃણાલ સહિતના સેલેબ્સનું અમદાવાદ એરપોર્ટ પર આગમન:વિરાટ કોહલીના હમશકલ યુવક સાથે ફેન્સે ફોટો પડાવ્યા, IPL ફાઈનલની 1.5 કલાકમાં 45 હજાર ટિકિટ વેચાઈ
    Next Article
    Panchmahal Dam Controversy | ગોધરામાં નિર્ણાણ પામી રહેલો ચેક ડેમ આવ્યો વિવાદમાં | Check Dam News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment