Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરૂણ, પૂજા અને મૃણાલ સહિતના સેલેબ્સનું અમદાવાદ એરપોર્ટ પર આગમન:વિરાટ કોહલીના હમશકલ યુવક સાથે ફેન્સે ફોટો પડાવ્યા, IPL ફાઈનલની 1.5 કલાકમાં 45 હજાર ટિકિટ વેચાઈ

    17 hours ago

    31 મે, 2026ના રોજ આજે અમદાવાદના મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે IPLની ફાઈનલ મેચ રમાવાની છે, જેને લઈને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદ એરપોર્ટ પર બોલિવૂડ એક્ટર અને એકટ્રેસનું આગમન શરૂ થયું છે. જેમાં વરૂણ ઘવન, પૂજા હેગડે અને મૃણાલ ઠાકુર સહિતના સેલેબ્સ આવી ચૂક્યા છે. જ્યારે સ્ટેડિય પાસે લોકોનો જમાવડો શરૂ થયો છે. જ્યારે આબેહૂબ વિરાટ કોહલીના હમશકલ યુવક સાથે લોકોએ ફોટા પડાવ્યાં. 1.5 કલાકમાં 45 હજાર ટિકિટોનું વેચાણ IPL 2026 ફાઈનલ મેચની ટિકિટોનું ઓનલાઈન વેચાણ સવારે 10 વાગ્યા બાદ શરૂ થયું હતું. 1.5 કલાકમાં જ 45 હજાર જેટલી ટિકિટોનું વેચાણ થઈ ચૂક્યું છે. સવારના દોઢ કલાકમાં જ 30 ટકા જેટલી ટિકિટોનું વેચાણ થયું હતું. IPLની ફાઈનલ મેચને કલાકો બાકી છે ત્યારે ફરીથી ટિકિટનું વેચાણ શરૂ થયું છે. ગણતરીના કલાકો અગાઉ ફરીથી ડિસ્ટ્રિક બાય ઝોમેટો પર ટિકિટનું વેચાણ શરૂ થયું છે. અપર , લોવર, પ્રેસિડેન્ટ ગેલેરી સહિતની તમામ ટિકિટ અત્યારે ઓનલાઇન મળી રહી છે. દેશભરમાંથી મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો ફાઈનલ મેચ જોવા માટે અમદાવાદ પહોંચી ગયા છે, ત્યારે આજે મેટ્રો, ટેક્સી, ઓટો રિક્ષા અને ખાનગી કાર સહિતના વાહનોમાં મોદી સ્ટેડિમ પહોંચી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં થન્ડર એક્ટિવિટી સાથે હવામાન વિભાગે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જેના કારણે 31 મેના રોજ યોજાનારી ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે IPL ફાઈનલ મેચ દરમિયાન વરસાદ વિઘ્નરૂપ બની શકે છે.
    Click here to Read More
    Previous Article
    Military uniforms that were bold, bizarre, and impossible to ignore
    Next Article
    વનમંત્રી અર્જુન મોઢવાડિયા જસાધાર પહોંચ્યા:ગીરમાં સિંહોના મોત બાદ એનિમલ કેર સેન્ટરની સમીક્ષા કરી; કહ્યું- હવે કોઈ ચિંતાની વાત નથી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment