Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેટરિંગ સંચાલક બાબુસિંઘની હત્યા કેસમાં તપાસનો ધમધમાટ:પોલીસે આરોપી હિરેન ઠક્કરને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કર્યું; પૂર્વ ક્રિકેટરે લોહીથી લથપથ મિત્રને મદદ કેમ ન કરી?

    7 hours ago

    વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં 28 મેની મોડી રાત્રે કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા બાબુસિંઘ ચૌહાણની ઘાતકી હત્યાના કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. રાવપુરા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી હિરેન ઠક્કરને પાણીગેટ વિસ્તારમાંથી દબોચી લીધો હતો અને કોર્ટમાંથી તેના 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. રિમાન્ડ દરમિયાન મોડી રાત્રે પોલીસે આરોપીને સાથે રાખીને સમગ્ર ઘટનાનું ક્રાઇમ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ દરમિયાન, હત્યાના સમયે ઘટનાસ્થળે જ હાજર ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિને લોહીથી લથપથ પોતાના મિત્રની મદદ કેમ ન કરી અને ત્યાંથી કેમ નીકળી ગયા, તે દિશામાં પણ પોલીસે સત્તાવાર તપાસ શરૂ કરી છે. જમવા બાબતે હોટેલમાં વિવાદ, બાદમાં ઘર પાસે બોલાવી હુમલો કર્યો ઘટનાક્રમ મુજબ, 28 મેના રોજ રાત્રે 9:30 વાગ્યાની આસપાસ બાબુસિંઘે પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિનને ફોન કરીને હિરેન ઠક્કરના ઘરે આવવા જણાવ્યું હતું. રાત્રે 10:00 વાગ્યાની આસપાસ જેકોબ અને બાબુસિંઘ હિરેનના ઘરે પહોંચ્યા હતા, જ્યાંથી ત્રણેય મિત્રો ગોલ્ડન ચોકડી ખાતે જમવા માટે ગયા હતા. હોટેલમાં જમતી વખતે કેટરિંગના ધંધા અને બુકિંગને લઈને હિરેન અને બાબુસિંઘ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં હિરેન ત્યાંથી ગુસ્સામાં નીકળી ગયો હતો. ત્યારબાદ હિરેને ફોન પર ફરી ઝઘડો કરી બાબુસિંઘને પોતાના ઘર પાસે બોલાવ્યો હતો. જેકોબ માર્ટિન અને બાબુસિંઘ કાર લઈને દાંડિયા બજાર ખાતે હિરેનના ઘર પાસે પહોંચતા જ, હિરેન ચાકુ લઈને નીચે આવ્યો હતો અને ડ્રાઇવિંગ સીટ પર બેઠેલા બાબુસિંઘ પર ચાકુના 7 ઘા ઝીંકી દીધા હતા. આ હુમલો થતાં જ જેકોબ માર્ટિન પોતાની એક્ટિવા લઈને ત્યાંથી રવાના થઈ ગયો હતો. હુમલા બાદ 100 મીટર આગળ જઈ કાર થાંભલા સાથે અથડાઈ ગંભીર રીતે ઘવાયેલા બાબુસિંઘે જીવ બચાવવા લોહીથી લથપથ હાલતમાં જ કાર હંકારી મૂકી હતી, પરંતુ અતિશય રક્તસ્ત્રાવને કારણે તેઓ નિયંત્રણ ગુમાવી બેઠા હતા. માંડ 100 મીટર આગળ પહોંચતા જ કાર રસ્તાના થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ હતી. આસપાસના લોકોએ અકસ્માત સમજીને પોલીસને જાણ કરી હતી, પરંતુ રાવપુરા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરતા કારની અંદરથી લોહીથી લથપથ લાશ મળી આવતા સમગ્ર વડોદરામાં સન્નાટો વ્યાપી ગયો હતો. ઘટનાની ગંભીરતા જોઈ વડોદરા ક્રાઈમ બ્રાન્ચ, LCB ઝોન-2 અને સ્થાનિક પોલીસની ટીમોએ તપાસ હાથ ધરી આરોપીને ઝડપી લીધો હતો. ડીસીપી (DCP) ઝોન-2 મંજીતા વણઝારાના માર્ગદર્શન હેઠળ રાવપુરા પોલીસની ટીમ રિમાન્ડ દરમિયાન નીચેના 4 મુખ્ય મુદ્દાઓ પર તપાસ કેન્દ્રિત કરી રહી છે. આરોપીના રિમાન્ડના મુખ્ય મુદ્દાઓ
    Click here to Read More
    Previous Article
    ઘેડમાં રસ્તા-ફાટક અને નદીના પાળા મુદ્દે ખેડૂતોનો આક્રોશ:એરપોર્ટના વિસ્તરણ અને બંધ ફાટકથી હંટરપુર-બળોદરના લોકો પરેશાન: મેંઘલી નદીનો પાળો તૂટતાં 1500 કરોડના પેકેજ સામે ઉઠ્યા સવાલો
    Next Article
    After Abhishek Banerjee, Another Trinamool MP Attacked In Bengal

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment