Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મિલકત વેરા વળતર યોજનાનો આજે છેલ્લો દિવસ:રવિવાર છતાં ટેક્સ ભરવા સિવિક સેન્ટરો અડધો દિવસ ખુલ્લા રખાયા, આવતીકાલથી વળતરના નિયમો બદલાશે

    9 hours ago

    રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા નાગરિકોની સુવિધા અને કરવેરાની વસૂલાત પ્રક્રિયાને વેગ આપવા માટે શરૂ કરવામાં આવેલી મિલકત વેરા વળતર યોજનાનો આજે (31 મે) અંતિમ દિવસ છે. આ યોજના હેઠળ રાજકોટના જાગૃત કરદાતાઓએ મનપાની તિજોરીને વ્યાપક પ્રતિસાદ આપીને છલકાવી દીધી છે. અત્યાર સુધીમાં અંદાજે 3,13,777 નાગરિકોએ પોતાના મિલકત અને પાણી વેરાની ચૂકવણી કરીને મહાનગરપાલિકામાં ₹220 કરોડ જેટલી માતબર રકમ જમા કરાવી દીધી છે. યોજનાના અંતિમ દિવસે પણ કરદાતાઓનો ભારે ઉત્સાહ જોતાં આજે સાંજ સુધીમાં કુલ આવકનો આંકડો ₹228 કરોડને પાર થઈ જવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. આવતીકાલ 1 જૂનથી વળતરના દરો ઘટી જશે વર્તમાન નિયમો અનુસાર, આ વળતર યોજના હેઠળ 31-05-2026 સુધી સામાન્ય પુરુષ કરદાતાઓને 10% અને મહિલા કરદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે 15% ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આવતીકાલ એટલે કે 1 જૂન 2026 થી 30 જૂન 2026 સુધીના સમયગાળા દરમિયાન આ વળતરના દરો ઘટી જશે. 1 જૂનથી મહિલાઓ માટે વળતર ઘટીને 10% થઈ જશે અને સામાન્ય પુરુષ કરદાતાઓ માટે આ વળતર માત્ર 5% જ મળવાપાત્ર રહેશે. આથી મહત્તમ આર્થિક ફાયદો મેળવવા માટે કરદાતાઓ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. રવિવારની રજા છતાં સિવિક સેન્ટરો અડધો દિવસ કાર્યરત રહ્યા આજે રવિવારની રજા હોવા છતાં, કરદાતાઓની અનુકૂળતા માટે મહાનગરપાલિકા દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ત્રણેય ઝોન કચેરી ખાતે આવેલા સિવિક સેન્ટરો આજે સવારે 10:00 વાગ્યાથી બપોરના 2:00 વાગ્યા સુધી અડધા દિવસ માટે ખાસ ખુલ્લા રાખવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન મિલકતધારકોએ રોકડેથી અથવા ચેક દ્વારા ટેક્સ જમા કરાવ્યો હતો. ડિજિટલ માધ્યમથી ટેક્સ ભરનારા નાગરિકો આજે રાત્રિના 12:00 વાગ્યા સુધી ઓનલાઈન પોર્ટલ દ્વારા 10% અને 15% ડિસ્કાઉન્ટ સાથે વેરો ભરપાઈ કરી શકશે. ચાલુ નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન ઝોન વાઇઝ થયેલી ટેક્સ વસૂલાત યોજનાનો લાભ લેવા અપીલ ઉલ્લેખનીય છે કે, ગતવર્ષે પણ આ યોજનાને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. અને ચાલુવર્ષે પણ અત્યાર સુધીમાં રૂ. 220 કરોડની વસુલાત થઈ ચૂકી છે. આજે રાત સુધીમાં આંકડો રૂ. 228 કરોડને પાર પહોંચે તેવી શક્યતા છે. મિલકતવેરામાં મહત્તમ વળતરની યોજના આજે પૂર્ણ થઈ રહી હોવાથી, મહાનગરપાલિકા તંત્ર દ્વારા શહેરના તમામ બાકી મિલકતધારકોને વહેલી તકે પોતાના વેરા ભરીને આ આર્થિક ફાયદાકારક યોજનાનો લાભ લેવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અધિક માસની પૂનમે શક્તિપીઠોમાં ભક્તોનું ઘોડાપુર:અમદાવાદના મેયર મા અંબાના શરણે, અક્ષય પુણ્ય મેળવવા ઉમિયાધામમાં લાંબી લાઈનો, ચોટીલા-પાવાગઢમાં ભક્તોની ભીડ
    Next Article
    મોરબી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયંતી પડસુબિયાનું સન્માન:અન્ટિલા હિલ્સ એપાર્ટમેન્ટ પરિવારે સન્માન સમારોહ યોજ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment