Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુંબઈ-સુરત હાઈવે પર ટેમ્પો અમૂલ પાર્લરમાં ઘૂસ્યો:બગવાડા ટોલનાકા પાસે ભયાનક અકસ્માત, કેબિનને નુકસાન

    1 week ago

    મુંબઈ-સુરત નેશનલ હાઈવે પર બગવાડા ટોલનાકા નજીક ગત રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક બેકાબૂ ટેમ્પો હાઈવે કિનારે આવેલા અમૂલ પાર્લરમાં ધડાકાભેર ઘૂસી ગયો હતો. સદનસીબે, રાત્રિનો સમય હોવાથી પાર્લર બંધ હતું, જેના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ પાર્લરની કેબિનને ભારે નુકસાન થયું હતું. પ્રાથમિક માહિતી મુજબ, મુંબઈ-સુરત રોડ પરથી પસાર થઈ રહેલા બંધ બોડીના ટેમ્પોના ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. બેકાબૂ બનેલો ટેમ્પો બગવાડા ટોલનાકા પાસેના અમૂલ પાર્લર સાથે જોરદાર ટકરાયો હતો. અકસ્માત એટલો ભયાવહ હતો કે પાર્લરની આખી કેબિન તૂટીને વેરવિખેર થઈ ગઈ હતી. ધડાકાનો અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો અને હાઈવે પરથી પસાર થતા રાહદારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અકસ્માતને કારણે મુંબઈથી સુરત તરફ જતો વાહન વ્યવહાર બગવાડા ટોલનાકા પાસે સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો અને વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. સ્થાનિકોએ તાત્કાલિક પારડી પોલીસ અને ક્રેનની ટીમને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પારડી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે અકસ્માત સર્જનાર ટેમ્પો ચાલકને ઝડપી પાડી તેની અટકાયત કરી હતી. ત્યારબાદ ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત ટેમ્પો અને પાર્લરના ભંગારને હાઈવે પરથી હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભારે જહેમત બાદ પોલીસે વાહન વ્યવહાર પૂર્વવત કરી ટ્રાફિક સામાન્ય બનાવ્યો હતો. પોલીસે આ મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં પવનચક્કી કેબલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ:LCBએ 3 આરોપીઓને પકડી ₹1.77 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
    Next Article
    PM Modi Live | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો દેશને સંદેશ | Mann Ki Baat 134th Episode | Gujarat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment