Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં પવનચક્કી કેબલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ:LCBએ 3 આરોપીઓને પકડી ₹1.77 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

    1 सप्ताह पहले

    જામનગર LCB પોલીસે લાલપુર અને કાલાવડ ગ્રામ્ય વિસ્તારમાં પવનચક્કીના કેબલ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી કુલ ₹1,77,660/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગેંગ પવનચક્કીના કિંમતી કોપર કેબલ વાયરની ચોરી કરતી હતી. LCBએ સઘન તપાસ બાદ દિગ્વિજય પ્લોટ-૪૯, રામ સાયકલ સ્ટોર પાસેથી આ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈની (IPS) અને નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા (IPS) ના આદેશો બાદ, LCBના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ ટીમો કામે લાગી હતી. LCBના પીએસઆઈ એમ.વી.ભાટીયા અને સ્ટાફે ટેકનિકલ સોર્સિસ, સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોના નેટવર્કના આધારે તપાસ કરી હતી. ઝડપાયેલા આરોપીઓમાં હાજીભાઈ આદમભાઈ ખફી (ઉંમર ૩૦, રહે. મસીતીયા ગામ, જામનગર), ઇરફાનભાઈ અબ્બાસભાઈ જુસબભાઈ ખફી (ઉંમર ૩૧, રહે. મતિયા ગામ, જામનગર) અને ભરતભાઈ હરસુખભાઈ જગુભાઈ ચૌહાણ (ઉંમર ૨૬, રહે. દિગ્વિજય પ્લોટ, જામનગર) નો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, પકડાયેલા આરોપીઓ પૈકી ભરત ચૌહાણ અને હાજીભાઈ ખફી અગાઉ પણ શેઢવડાદર અને ભાણવડ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા રીઢા ગુનેગારો છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓ ભાણાજી ઉર્ફે ભરત ભાનુશાલી (રહે. વિશ્રામવાડી) અને હરેશ ભાનુશાલી (રહે. જામનગર) હાલ ફરાર છે. પોલીસે આ બંને ભાગેડુઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે કબજે કરેલા મુદ્દામાલમાં આશરે ૧૪૬ મીટર કોપર વાયર (કિંમત ₹97,600/-), બે મોટરસાયકલ (કિંમત ₹65,000/-), ત્રણ મોબાઈલ ફોન (કિંમત ₹15,000/-) અને કેબલ કાપવાના સાધનો (તણી અને ડીસમિસ) નો સમાવેશ થાય છે. કુલ મુદ્દામાલની કિંમત ₹1,77,660/- આંકવામાં આવી છે. જામનગર LCBની આ કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    NPL સીઝન 4: યોહાન યોદ્ધા ચેમ્પિયન, 5 લાખ ઇનામ:સનવોર વોરિયર્સને હરાવી ટ્રોફી જીતી, 10,000 થી વધુ ફેન્સ હાજર
    Next Article
    મુંબઈ-સુરત હાઈવે પર ટેમ્પો અમૂલ પાર્લરમાં ઘૂસ્યો:બગવાડા ટોલનાકા પાસે ભયાનક અકસ્માત, કેબિનને નુકસાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment