Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણા જિલ્લામાં મોડી રાત્રે હવામાનમાં પલટો:વીજળીના ચમકારા સાથે માવઠું, ધરતીપુત્રો ચિંતિત

    11 hours ago

    ગઈકાલે મોડીરાત્રે મહેસાણા શહેર સહિત સમગ્ર જિલ્લાના વાતાવરણમાં અચાનક મોટો પલટો આવ્યો હતો. આકાશમાં જોરદાર વીજળીના ચમકારા અને તેજ ગતિએ પવન ફૂંકાવા સાથે કમોસમી વરસાદી છાંટા પડ્યા હતા. જિલ્લાના વિવિધ તાલુકાઓ જેવા કે ખેરાલુ, સતલાસણા અને વડનગર પંથકમાં પણ રાત્રિના સમયે છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યા હતા. અચાનક આવેલા આ કમોસમી માવઠાના કારણે સમગ્ર પંથકમાં ગરમીનું જોર ઘટ્યું છે અને વાતાવરણમાં ગુલાબી ઠંડક પ્રસરી જતાં લોકોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળી છે. કાળી મજૂરીથી પકવેલો પાક નિષ્ફળ જવાનો ડર હવામાનમાં આવેલા આ અચાનક પલટાથી સામાન્ય લોકોને ગરમીમાંથી ભલે રાહત મળી હોય, પરંતુ બીજી તરફ ધરતીપુત્રોના જીવ અધ્ધર થઈ ગયા છે. કમોસમી વરસાદી છાંટા પડતાં જ મહેસાણા જિલ્લાના ખેડૂતોમાં વ્યાપક ચિંતા પ્રસરી ગઈ છે. હાલના દિવસોમાં ખેતરોમાં ઉનાળુ બાજરી અને જુવાર જેવા મહત્વના પાકો સંપૂર્ણ રીતે તૈયાર થઈને ઊભા છે અને તેની લણણી (કાપણી) નો સમય પાકી ગયો છે. જો આવા સંવેદનશીલ સમયે કમોસમી માવઠું થાય કે વરસાદનું જોર સહેજ પણ વધે, તો તૈયાર થયેલો પાક આડો પડી જાય છે અને કાળો પડી જતાં બગડી જાય છે. મોંઘા ભાવના બિયારણ, ખાતર અને રાત-દિવસ કાળી મજૂરી કરીને પકવેલો પાક જો એનવખતે હાથમાંથી સરી જશે, તો ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે.
    Click here to Read More
    Previous Article
    અધિક માસની પૂનમે શક્તિપીઠોમાં ભક્તોનું ઘોડાપુર:અમદાવાદના મેયર મા અંબાના શરણે, ખેડબ્રહ્મા ‘જય અંબે’ના નાદથી ગુંજ્યું; અક્ષય પુણ્ય મેળવવા ઉમિયાધામમાં લાંબી લાઈનો
    Next Article
    જામનગર પોલીસે ખોવાયેલો iPhone-14 CCTVથી શોધી કાઢ્યો:કમાન્ડ કંટ્રોલ સેન્ટરની મદદથી અરજદારને મોબાઈલ પરત મળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment