Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિશ્વ તમાકુ નિષેધ દિવસની અનોખી ઉજવણી:સુરતના વેડ રોડ સ્વામિનારાયણ ગુરુકુલમાં વ્યસનની હોળી પ્રગટાવી જાગૃતિ ફેલાવી, વ્યસનમુક્તિનો સંકલ્પ

    1 week ago

    વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા દર વર્ષે 31 મેના દિવસને 'વિશ્વ ટોબેકો નિષેધ દિવસ' (વર્લ્ડ નો ટોબેકો ડે) તરીકે ઉજવવામાં આવે છે. આ વૈશ્વિક અભિયાનના ભાગરૂપે સમાજને વ્યસનમુક્ત કરવાના ઉમદા હેતુ સાથે સુરતના વેડ રોડ પર આવેલા સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા એક પ્રશંસનીય પગલું ભરવામાં આવ્યું હતું. વિશ્વ તમાકુ નિષેધ દિવસની પૂર્વ સંધ્યાએ ગુરુકુલના પરિસરમાં બીડી, સિગારેટ અને ગુટખા જેવા જીવલેણ પદાર્થો એકઠા કરીને તેની હોળી પ્રગટાવવામાં આવી હતી અને લોકોને વ્યસન છોડવાનો મજબૂત સંદેશ આપવામાં આવ્યો હતો. પોલીસ પ્રશાસન અને સંતોની ઉપસ્થિતિ આ જનજાગૃતિ કાર્યક્રમમાં કાયદો અને વ્યવસ્થાના રક્ષકો તેમજ આધ્યાત્મિક અગ્રણીઓ એકસાથે એક મંચ પર જોવા મળ્યા હતા. સુરતના સિંગણપોર પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી. ડી. કામલીયા સાહેબ, કોન્સ્ટેબલ જગદીશ સોલંકી અને અલ્પેશ ભાટીયા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ગુરુકુલના પ્રભુ સ્વામી, પુરુષોતમ સ્વામી, આત્મીયદાસજી સ્વામી તેમજ અગ્રણીઓ ભગવાનજીભાઈ કાકડીયા અને મોહિત ગોળકીયા વગેરેએ સાથે મળીને ગુટખા અને તમાકુના અન્ય ઉત્પાદનોની હોળી પ્રગટાવી સમાજને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. રોગ અને શત્રુને શરૂઆતમાં જ નાબૂદ કરવા અનિવાર્ય આ પ્રસંગે વેડરોડ સ્વામિનારાયણ ગુરુકુલના પ્રભુ સ્વામીએ પ્રેરણાદાયી ઉદબોધન આપતા જણાવ્યું હતું કે, રોગ અને શત્રુને હંમેશા ઉગતા જ ડામી દેવા જોઈએ, તો જ જીવન સુરક્ષિત રહે છે. આજનો મનુષ્ય શત્રુને હરાવવા કે ડામવા માટે સદા પ્રયત્નશીલ રહે છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે કેન્સર જેવા જીવલેણ રોગ વિશે બધું જ જાણવા છતાં તે પોતાના શરીરમાં રોગને જગાડવાનો કે તેને આમંત્રિત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. વ્યસન એ મનુષ્યનું સૌથી મોટું આંતરિક શત્રુ છે જે તેને ધીમે-ધીમે મોતના મુખ તરફ ધકેલે છે. દેશ અને સુરતમાં કેન્સરનો ભયાનક આંકડો પ્રભુ સ્વામીએ દેશમાં તમાકુના કારણે થતી તબાહીના ભયાનક આંકડા રજૂ કરતા જણાવ્યું કે, ભારતમાં દરરોજ 3700 લોકો એટલે કે દર 1 મિનિટમાં 3 લોકો તમાકુના કારણે થતા કેન્સરને લીધે પોતાનો કિંમતી જીવ ગુમાવે છે. તમાકુ અને ધૂમ્રપાનના કારણે મુખ્યત્વે મોં, જીભ અને ફેફસાના ગંભીર કેન્સર થાય છે. આ સિવાય આજકાલ ઝેરી કેમિકલ યુક્ત દવાઓ વાળા ફૂડ (ખોરાક) ખાવાથી પણ કેન્સરનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. સરકાર દર વર્ષે કેન્સરની સારવાર અને હેલ્થ સેક્ટર પાછળ કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે, પરંતુ આશ્ચર્ય અને વિચારવા જેવી બાબત એ છે કે જે સ્રોતમાંથી કેન્સર ઉત્પન્ન થાય છે તે તમાકુ અને ગુટખાના ઉત્પાદન કે વેચાણના મુખ્ય સ્રોતને સરકાર કેમ કાયમી ધોરણે બંધ નથી કરાવતી? માત્ર સુરત શહેરની જ વાત કરીએ તો, સુરતમાં પાન, બીડી, માવો-મસાલા અને ગુટખાના સેવનથી થતા કેન્સરના કારણે વાર્ષિક 8000થી વધુ લોકો મૃત્યુ પામે છે. વ્યસન મુક્તિ માટે સરળ ઉપાય અને સંકલ્પ કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ નાગરિકોને ખરી ખુમારી અને સ્વાભિમાનથી જીવવાની અપીલ કરવામાં આવી હતી. વક્તાઓએ જણાવ્યું કે, વ્યસન માત્ર વ્યક્તિના સ્વાસ્થ્યને જ નહીં, પરંતુ સંતાનોના સંસ્કાર, મહેનતના પૈસા અને આખા પરિવારને બરબાદ કરી નાખે છે. આ તમામ આર્થિક અને શારીરિક બરબાદીથી બચવા માટે આજે જ વ્યસન છોડવાનો દ્રઢ સંકલ્પ કરવો જરૂરી છે. ખરાબ લતથી દૂર રહેવા માટેનો સૌથી સરળ ઉપાય એ જ છે કે વ્યસન થતું હોય તેવા સ્થાનો અને વ્યસની મિત્રોની સંગતથી હંમેશા દૂર રહેવું જોઈએ.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી, મહીસાગરમાં વૃક્ષો ધરાશાયી:અમદાવાદ, ગીર પંથક, અરવલ્લી, સાબરકાંઠામાં વાવાઝોડા સાથે વરસાદ, આજે રાજ્યમાં ભારે ચેતવણી
    Next Article
    સુરેન્દ્રનગરમાં 20 કરોડના ખર્ચે AC સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ:નાનકેરાળા પાસે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ, ખેલાડીઓને મળશે વૈશ્વિક મંચ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment