Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં 20 કરોડના ખર્ચે AC સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ:નાનકેરાળા પાસે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ, ખેલાડીઓને મળશે વૈશ્વિક મંચ

    1 week ago

    સુરેન્દ્રનગર જિલ્લાના નાનકેરાળા ગામ પાસે આધુનિક AC ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. અંદાજે 20કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલું આ સંકુલ જિલ્લાના રમતવીરોને વૈશ્વિક મંચ પૂરો પાડશે અને ઉચ્ચ તાલીમનું કેન્દ્ર બનશે. રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ માટે 20 કરોડ રૂપિયાની વહીવટી મંજૂરી આપી છે. ટેન્ડરની અંદાજિત રકમ 22.28 કરોડ રૂપિયા હતી, જેની સામે હાલ 18.45 કરોડ રૂપિયાના ખર્ચે કામગીરી ચાલી રહી છે. રાજકોટની સંજય કન્સ્ટ્રક્શન દ્વારા 18 મહિનાના સમયગાળામાં કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રખાયો છે. મુંબઈની કોલાજ ડિઝાઇન પ્રા. લિ. પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે સેવા આપી રહી છે. આ આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ખેલાડીઓના સર્વાંગી વિકાસ માટે ઇન્ડોર અને આઉટડોર બંને પ્રકારની રમતો માટે વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ રહ્યું છે. ઇન્ડોર સુવિધાઓમાં વિશાળ મલ્ટીપર્પઝ હોલ, આધુનિક જિમ્નેશિયમ, બેડમિન્ટન કોર્ટ, ટેબલ ટેનિસ હોલ, અત્યાધુનિક શૂટિંગ રેન્જ, બોર્ડ ગેમ હોલ, તેમજ યોગા, ટેક્વાન્ડો અને જુડો માટેના ખાસ હોલનો સમાવેશ થાય છે. આઉટડોર સુવિધાઓમાં વોલીબોલ કોર્ટ, ખો-ખો અને કબડ્ડી કોર્ટ માટેના અદ્યતન ગ્રાઉન્ડ્સ તૈયાર કરાશે. ખેલાડીઓ માટે લોકર રૂમ, કોચ રૂમ, રિસેપ્શન એરિયા, પ્રેક્ષકો માટે બેઠક વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં સુરેન્દ્રનગર જિલ્લાના પ્રતિભાશાળી યુવાનોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકવા માટે સ્થાનિક કક્ષાએ જ શ્રેષ્ઠ કોચિંગ અને સ્પર્ધાત્મક વાતાવરણ મળશે. આ સંકુલ જિલ્લામાં રમતગમતના વિકાસને નવી ઊંચાઈ પર લઈ જશે.
    Click here to Read More
    Previous Article
    વિશ્વ તમાકુ નિષેધ દિવસની અનોખી ઉજવણી:સુરતના વેડ રોડ સ્વામિનારાયણ ગુરુકુલમાં વ્યસનની હોળી પ્રગટાવી જાગૃતિ ફેલાવી, વ્યસનમુક્તિનો સંકલ્પ
    Next Article
    North Gujarat Rain Live | ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ | Weather Update | Pre-Monsoon

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment