Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરમાં ભારે વરસાદ, માર્ગ પર ઝાડ પડ્યું:કડાણા-લીંબોડા માર્ગ પર વાહન વ્યવહાર ખોરવાયો

    1 सप्ताह पहले

    મહીસાગર જિલ્લામાં મધરાત બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ વરસાદના કારણે કડાણા-લીંબોડા માર્ગ પર એક મોટું ઝાડ ધરાશાયી થતાં વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. જિલ્લાના લુણાવાડા, ખાનપુર, સંતરામપુર અને કડાણા સહિતના વિસ્તારોમાં મોડી રાત્રે 12 વાગ્યા પછી વરસાદ શરૂ થયો હતો. પ્રિ-મોન્સૂન એક્ટિવિટી સક્રિય બનતા મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી, જેનાથી કાળઝાળ ગરમીમાંથી લોકોને રાહત મળી હતી. વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા કેટલાક શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. વીજળીના કડાકા-ભડાકા પણ સંભળાયા હતા, જેના કારણે અનેક જગ્યાએ વીજળી ગુલ થઈ હતી. ભારે વરસાદ અને પવનની અસર કડાણા તાલુકામાં જોવા મળી હતી. કડાણાથી લીંબોડા ગામ વચ્ચેના માર્ગ પર એક મોટું ઝાડ રસ્તા ઉપર પડી ગયું હતું. ઝાડ રસ્તા પર પડવાને કારણે માર્ગ સંપૂર્ણપણે અવરોધાઈ ગયો હતો. આથી, બંને તરફ વાહનોની અવરજવર અટકી પડી હતી અને વહેલી સવારે મુસાફરી કરતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા આ બનાવની જાણ તંત્રને કરવામાં આવતા ઝાડ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હવામાન વિભાગ દ્વારા અગાઉ કરવામાં આવેલી આગાહી મુજબ જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે અને આગામી દિવસોમાં પણ વરસાદી પ્રવૃત્તિ યથાવત રહે તેવી સંભાવના છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
    Click here to Read More
    Previous Article
    વન નેશન, વન ઇલેક્શન પર સરકારને સુરક્ષિત માર્ગની શોધ:બે તબક્કામાં લાગુ કરવાનો પ્રસ્તાવ; પહેલા 20 રાજ્યોની ચૂંટણી એકસાથે કરાવવા પર વિચાર
    Next Article
    Is PV Sindhu’s game ready for week-in, week-out struggles of the Tour?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment