Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમેરિકાની ફરી એકવાર ઈરાન પર હુમલો કરવાની ધમકી:ઈરાની નેતાએ કહ્યું- અમને અમેરિકા પર ભરોસો નથી, કોઈ ઉતાવળ નહીં કરીએ

    7 hours ago

    અમેરિકાએ શનિવારે ફરી એકવાર ઈરાન પર હુમલો કરવાની ધમકી આપી છે. અમેરિકી સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે સિંગાપોરમાં એક સમિટ દરમિયાન ભાષણમાં કહ્યું કે ઈરાન સાથે ચાલી રહેલી વાતચીત નિષ્ફળ રહે છે તો અમેરિકા ફરી હુમલો કરી શકે છે. આ ચેતવણી એવા સમયે આવી છે, જ્યારે અમેરિકા અને ઈરાનના વાટાઘાટકારો એક પ્રસ્તાવિત કરાર પર મતભેદ દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ કરાર હેઠળ એપ્રિલની શરૂઆતમાં થયેલા અસ્થાયી યુદ્ધવિરામને 60 દિવસ વધુ લંબાવવાનો છે અને આગળ કાયમી કરારનો માર્ગ તૈયાર કરવાનો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે શુક્રવારે કહ્યું હતું કે તેઓ વ્હાઇટ હાઉસમાં એક બેઠકમાં આ પ્રસ્તાવ પર અંતિમ નિર્ણય કરશે. જોકે, 2 કલાકની મીટિંગ પછી તેમણે તેને ટાળી દીધો હતો. જ્યારે, અત્યાર સુધી ઈરાને કોઈ કરાર માટે કોઈ સમયમર્યાદા જાહેર કરી નથી. ઈરાનના મુખ્ય વાટાઘાટકાર મોહમ્મદ બાઘેર ગાલિબાફે સોશિયલ મીડિયા પર કહ્યું કે અમને અમેરિકા પર ભરોસો નથી. જ્યાં સુધી અમેરિકા પગલાં નહીં ભરે, ત્યાં સુધી ઈરાન પણ કોઈ પગલું નહીં ભરે. હાલ અમને તેની કોઈ ઉતાવળ નથી. છેલ્લા 24 કલાકના 4 મોટા અપડેટ્સ… 1. ટ્રમ્પ નિર્ણય લઈ શક્યા નહીં: રાષ્ટ્રપતિ ટ્રમ્પે અધિકારીઓ સાથે વ્હાઇટ હાઉસના સિચ્યુએશન રૂમમાં લગભગ બે કલાક સુધી બેઠક કરી. આ પછી પણ ઈરાન સાથેના સંભવિત કરાર પર અંતિમ નિર્ણય લીધો નહીં. 2. અમેરિકી સંરક્ષણ મંત્રીની ચેતવણી: પીટ હેગસેથે ફરી ચેતવણી આપી છે કે ઈરાન કાં તો કરાર સ્વીકારે અથવા બળપ્રયોગનો સામનો કરવા તૈયાર રહે. 3. અમેરિકા પર છેતરપિંડીનો આરોપ: સુપ્રીમ લીડરના સલાહકાર મોહસિન રઝાઈએ અમેરિકા પર રાજદ્વારી સંબંધોને નબળા પાડવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે અમેરિકા દરિયાઈ નાકાબંધી ચાલુ રાખીને વાતચીતની પ્રક્રિયા સાથે છેતરપિંડી કરી રહ્યું છે. 4. હોર્મુઝમાં વિસ્ફોટક સુરંગ તરતી જોવા મળી: ઓમાને હોર્મુઝ સ્ટ્રેટમાં એક શંકાસ્પદ તરતી દરિયાઈ વિસ્ફોટક સુરંગ (ફ્લોટિંગ માઈન) જોવા મળ્યાની જાણકારી આપી. જહાજો અને માછીમારોને સાવચેતી રાખવાની ચેતવણી જારી કરવામાં આવી. ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    અમદાવાદના મોદી સ્ટેડિયમમાં GT અને RCB વચ્ચે મહામુકાબલો:IPL ફાઈનલમાં વરસાદનું વિઘ્ન?, પ્રતિબંધિત-વૈકલ્પિક રૂટ, 3000 પોલીસકર્મી તૈનાત; જુઓ મેપ સાથે પાર્કિંગ
    Next Article
    Govt Cuts Export Duty On Petrol, Diesel And ATF — Check Revised Charges

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment