Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદના મોદી સ્ટેડિયમમાં GT અને RCB વચ્ચે મહામુકાબલો:IPL ફાઈનલમાં વરસાદનું વિઘ્ન?, પ્રતિબંધિત-વૈકલ્પિક રૂટ, 3000 પોલીસકર્મી તૈનાત; જુઓ મેપ સાથે પાર્કિંગ

    9 hours ago

    31 મે, 2026ના રોજ આજે અમદાવાદના મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે IPLની ફાઈનલ મેચ રમાવાની છે, જેને લઈને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશભરમાંથી મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો ફાઈનલ મેચ જોવા માટે અમદાવાદ પહોંચી ગયા છે, ત્યારે આજે મેટ્રો, ટેક્સી, ઓટો રિક્ષા અને ખાનગી કાર સહિતના વાહનોમાં દ્વારા મોદી સ્ટેડિમય પહોંચશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં થન્ડર એક્ટિવિટી સાથે હવામાન વિભાગે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જેના કારણે 31 મેના રોજ યોજાનારી ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે IPL ફાઈનલ મેચ દરમિયાન વરસાદ વિઘ્નરૂપ બની શકે છે. ટ્રાફિક જનપથ ટી-મોટેરા ગામ રોડ સવારે 11થી બંધ IPL ફાઈનલ મેચને પગલે જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટથી કૃપા રેસિડન્સીથી મોટેરા ગામ સુધીનો આવવા-જવાનો રસ્તો વાહનોની અવરજવર માટે સવારે 11 વાગ્યાથી મોડી રાત્રે 2 વાગ્યા સુધી બંધ રહેશે. વાહનચાલકો વૈકલ્પિક માર્ગ તરીકે તપોવન સર્કલથી વિસતથી જનપથ થઈ પાવર હાઉસ, પ્રબોધ રાવળ સર્કલ તથા કૃપા રેસિડન્સીથી ભાટ કોટેશ્વર રોડ, એપોલો સર્કલ તરફ અવરજવર કરી શકશે. આઇજીપી, ડીસીપી સહિતના અધિકારીઓ બંદોબસ્તમાં IPL ફાઈનલ મેચને લઈને ગુજરાત પોલીસ દ્વારા આઇજીપી, ડીસીપી, પીઆઇ સહિત કુલ 3043 પોલીસકર્મીઓ બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા છે. આ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ અને SOGની ટીમો પણ બંદોબસ્તમાં તૈનાત રહેશે. આ વેબસાઈટ પરથી પાર્કિંગ સ્લોટ બૂક કરાવી શકશો IPL 2026 ફાઇનલ મેચ જોવા માટે 1 લાખથી વધારે પ્રેક્ષકો આવવાના હોય ત્યારે પ્રેક્ષકોને પાર્કિંગ અંગે કોઈ મુશ્કેલી ન પડે, ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને પાર્કિંગ સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે SHOW MY PARKING દ્વારા આધુનિક અને નવીનતમ ટેકનોલોજી સાથે સુવ્યવસ્થિત પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. વેબસાઇટ પરથી પાર્કિંગ બુક કરવા માટે https://events.showmyparking.com પરથી બુકિંગ કરાવી શકાશે. જ્યારે લોકો ટિકિટ બુક કરતા હોય ત્યારે તેની સાથે પણ પાર્કિંગ બુકિંગ કરાવી શકે છે એવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ફ્રી શટલ સર્વિસની ખાસ વ્યવસ્થા નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ગેટ નજીકના 300 મીટરથી લઈને બે કિલોમીટર સુધીના વિસ્તારમાં પાર્કિંગ પ્લોટ ફાળવવામાં આવ્યા છે. દૂરના પાર્કિંગ સ્થળો જેવા કે ONGC Circle અને Railway Groundથી સ્ટેડિયમના ગેટ સુધી તેમજ સ્ટેડિયમના ગેટથી પાર્કિંગ સુધી પ્રેક્ષકોને લાવવા-લઈ જવા માટે Show My Parking દ્વારા ફ્રી શટલ સર્વિસની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બે VIP પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ત્રણ પાર્કિગ બેકઅપ માટે રખાયા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મોટેરા નજીક મેચના વાહન પાર્કિંગ માટે ત્રણ બેકઅપ પાર્કિંગના વિકલ્પો ઉપલબ્ધ કરાયા છે. જેમાં સ્ટેડિયમથી સૌથી નજીક (1.3 કિમી) ONGC સર્કલ પાસે AMCનો ફ્રી પ્લોટ-1 છે, જ્યાં 40 ફોર-વ્હીલર અને 500 ટુ-વ્હીલર પાર્ક કરી શકાય છે. આ સિવાય બે ખાનગી પેઇડ પાર્કિંગના વિકલ્પો પણ છે, જેમાં ઇન્ડિયન પેટ્રોલ પંપ નજીક 2 કિમીના અંતરે 300 ફોર-વ્હીલરની ક્ષમતા ધરાવતું પ્લોટ અને માતૃશ્રી પાર્ટી પ્લોટ પાસે 2.4 કિમીના અંતરે સૌથી વધુ 500 ફોર-વ્હીલરની ક્ષમતા ધરાવતું પાર્કિંગ સામેલ છે. અમદાવાદના સ્ટેડિયના ગેટ નં.1ની સામેના બાજુએ મોટેરા મેઈન પાર્કિંગ આવેલું છે. જેમાં વાહનચાલકો પાર્કિંગ કરી શકશે. મોટેરા વિસ્તારના એએમસી- વિહાન હાઈટ્સ પાસે પણ પાર્કિંગ કરી શકશો. અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલી રેલવે કોલોનીના પ્લે ગ્રાઉન્ડમાં પાર્કિંગ કરી શકાશે. મોટેરા વિસ્તારમાં આવેલા ઓએનજીસી સર્કલ પાસે આવેલા AMCના પ્લોટ નં.2માં પણ પાર્કિંગ કરી શકશો. જાહેર પરિવહન વિકલ્પો સ્ટેડિયમ અમદાવાદ મેટ્રો અને BRTS દ્વારા સારી રીતે જોડાયેલું છે, જેમાં ચાર એન્ટ્રી પોઇન્ટમાંથી એક પર મેટ્રો સ્ટેશન છે. જોકે, મેચના દિવસે મેટ્રો સેવાઓ ભીડભાડવાળી હોઈ શકે છે, અને કાગળની ટિકિટો (નિયમિત મેટ્રો કાર્ડ કરતાં વધુ ખર્ચાળ) જરૂરી છે. ચાહકોએ પોસ્ટ-મેચ કતારો ટાળવા માટે રિટર્ન ટિકિટ ખરીદવી જોઈએ. AMTSની કુલ 130 બસો દોડશે, ભાડું રૂ. 30 અમદાવાદમાં યોજાનાર IPL ફાઇનલ ક્રિકેટ મેચને ધ્યાનમાં રાખીને AMTS દ્વારા મુસાફરોની સુવિધા માટે બસ સેવાઓ વધારવામાં આવી છે. હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જવા-આવવા માટે હયાત 15 રૂટની 80 બસો અને નાઇટની 20 બસોના સ્થાને, નાઇટના વધુ એક રૂટનો ઉમેરો કરી 50 બસો સહિત કુલ 21 રૂટો ઉપર 130 બસો સંચાલનમાં મૂકવામાં આવશે. સ્ટેડિયમ અવરજવર કરતા તમામ ક્રિકેટપ્રેમીઓ માટે આ વિશેષ બસ સેવાનું ભાડું રૂ. 30 નક્કી કરવામાં આવ્યું છે. BRTSની વધારાની 16 બસો દોડશે IPL ફાઇનલ મેચને ધ્યાનમાં રાખીને અમદાવાદ જનમાર્ગ લિમિટેડ (AJL) દ્વારા ક્રિકેટ રસિકોની સુવિધા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. મેચ દરમિયાન મુસાફરોની ભીડને પહોંચી વળવા માટે રૂટિન 36 બસો ઉપરાંત વધારાની 16 બસો મળીને કુલ 52 BRTS બસો દોડશે, જેનું સંચાલન મેચ પૂર્ણ થાય ત્યાં સુધી ચાલુ રહેશે. આ સાથે જ, સ્ટેડિયમની આસપાસ ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને પેસેન્જર મેનેજમેન્ટ યોગ્ય રીતે થાય તે માટે AJL ના ખાસ સ્ટાફને પણ મેદાન પર તૈનાત કરવામાં આવ્યો છે. સરળ અનુભવ માટેની ટિપ્સ ગુજરાતી અને બોલિવૂડ સિંગર ગીતો ગાઈ લોકને મંત્રમુગ્ધ કરશે IPL ફાઇનલની ક્લોઝિંગ સેરેમનીમાં ગુજરાતી અને બોલિવૂડ સિંગર પર્ફોમ કરશે. ગુજરાતી સિંગર અરવિંદ વેગડા ભાઈ... ભાઈ અને જબરો ફેન સહિતના ગીતો ગાઈને લોકોને ડોલાવશે, જ્યારે બોલિવૂડ સિંગર કૈલાશ ખેર પોતાના આગવા અંદાજમાં લોકોને મંત્રમુગ્ધ કરશે.
    Click here to Read More
    Previous Article
    Burqa Gang Attack On Bulldozer Action LIVE: बुलडोजर एक्शन के बीच टूट पड़ी बुर्का गैंग..भारी बवाल!
    Next Article
    અમેરિકાની ફરી એકવાર ઈરાન પર હુમલો કરવાની ધમકી:ઈરાની નેતાએ કહ્યું- અમને અમેરિકા પર ભરોસો નથી, કોઈ ઉતાવળ નહીં કરીએ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment