Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં તહેવારો પૂર્વે પોલીસનું કોમ્બિંગ ઓપરેશન:સંવેદનશીલ વિસ્તારોમાં ગુનાહિત તત્વોનું સઘન ચેકિંગ કરાયું, શંકાસ્પદોના વાહનોની તપાસ

    1 week ago

    આગામી તહેવારોને શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં ઉજવવાના હેતુથી બોટાદ પોલીસે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ કોમ્બિંગ ડ્રાઇવનું આયોજન કર્યું હતું. આ અભિયાનનો મુખ્ય હેતુ તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવાનો તેમજ અસામાજિક તત્વો પર નિયંત્રણ સ્થાપિત કરવાનો છે. આ કોમ્બિંગ ડ્રાઇવ દરમિયાન ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓના રહેઠાણો, બેઠક સ્થળો તેમજ વાહનોમાં ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે હિસ્ટ્રીશીટરો, એમસીઆર કાર્ડ હોલ્ડરો અને પ્રોહિબીશન સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા બુટલેગરો સહિત ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા લોકો પર ખાસ નજર રાખી હતી. આ ઉપરાંત શંકાસ્પદ વ્યક્તિઓ અને વાહનોની પણ સઘન તપાસ કરવામાં આવી હતી. આ કાર્યવાહી ડીવાયએસપી મહર્ષિ રાવલના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. જેમાં 2 પીઆઈ, 4 પીએસઆઈ અને બોટાદ ટાઉન પોલીસની 4 અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસ ટીમો દ્વારા તાજપર સર્કલ, સબીહા હોસ્પિટલ નજીકનો વિસ્તાર, હરણકુઈ અને ખસ રોડ સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. ડીવાયએસપી મહર્ષિ રાવલે જણાવ્યું હતું કે કોમ્બિંગ ડ્રાઇવ દરમિયાન જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ અથવા વાંધાજનક વસ્તુ મળી આવશે, તો સમગ્ર કાર્યવાહી પૂર્ણ થયા બાદ તેની વિગતવાર માહિતી જાહેર કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    રવિવારનું રાશિફળ:મેષ, ધન અને મીન રાશિ પર ગ્રહોની કૃપા વરસશે, મિથુન અને કન્યા રાશિને નોકરીમાં પ્રગતિ પાક્કી
    Next Article
    મેડિકલ સ્ટોરના માલિકને ચપ્પુ બતાવી યુવકે માર માર્યો, CCTV:સુરતમાં દવા લેવા બાબતે ગ્રાહકની સરેઆમ ગુંગાગીરી, સાગરીતોને બોલાવી સ્ટોરમાં ફરી તોડફોડ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment