Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીના અધિકારીઓએ વ્યસનમુક્તિના શપથ લીધા:વિશ્વ તમાકુ નિષેધ દિવસ પૂર્વે વ્યસનમુક્ત સમાજ નિર્માણનો સંકલ્પ લીધો

    8 hours ago

    વિશ્વ તમાકુ નિષેધ દિવસ (૩૧ મે) પૂર્વે સુરેન્દ્રનગર જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર જી. એચ. સોલંકી, રેસિડેન્ટ કલેક્ટર અને કલેક્ટર કચેરીના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ વ્યસનમુક્ત સમાજના નિર્માણ માટે શપથ લીધા હતા. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય તમાકુ અને નિકોટિનના સેવનથી થતા ગંભીર સ્વાસ્થ્ય નુકસાન અંગે જાગૃતિ લાવવાનો હતો. 31મી મે, 'વિશ્વ તમાકુ નિષેધ દિવસ' નિમિત્તે આ વિશેષ સ્ટાફ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમાકુના દુષ્પ્રભાવો વિશે ચર્ચા કરવામાં આવી હતી અને સમાજને વ્યસનમુક્ત બનાવવા માટે પ્રેરિત કરાયા હતા. મિટિંગ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓને સંબોધતા જણાવાયું હતું કે, તમાકુ અને નિકોટિનનું વ્યસન માત્ર વ્યક્તિના સ્વાસ્થ્યને જ નહીં, પરંતુ તેના પરિવાર અને સમગ્ર સમાજને આર્થિક તથા સામાજિક રીતે નુકસાન પહોંચાડે છે. આ જીવલેણ વ્યસનથી થતા નુકસાન અંગે જનજાગૃતિ ફેલાવવા માટે દરેક કર્મચારીને સક્રિય પ્રયાસો કરવા અપીલ કરાઈ હતી. કાર્યક્રમના અંતે, કચેરીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ સાથે મળીને સ્વસ્થ અને વ્યસનમુક્ત સમાજના નિર્માણ માટે શપથ લીધા હતા. સૌએ પોતે તમાકુ કે અન્ય કોઈ નિકોટિનયુક્ત પદાર્થોનું સેવન ન કરવા અને અન્ય લોકોને પણ આ દુષણથી દૂર રાખવા માટે પ્રામાણિક પ્રયત્નો કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ સમગ્ર કાર્યક્રમ સકારાત્મક વાતાવરણમાં સંપન્ન થયો હતો. હાજર સ્ટાફે આ ઝુંબેશને જન-જન સુધી પહોંચાડવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    કાયદા વિભાગમાં પ્રમોશનનો ધમધમાટ:18 સેક્શન અધિકારીઓ બન્યા ઉપ સચિવ, બઢતી સાથે બદલીના આદેશ
    Next Article
    Hotel industry in Ahmedabad | અમદાવાદની હોટલ ઇન્ડસ્ટ્રીમાં તેજીનો માહોલ | ipl 2026 final | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment