Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસ પ્રજાનો મિત્ર:હિમાલયા મોલ ખાતે અજાણતામાં અદલા-બદલી થઈ ગયેલી બાઈક પોલીસની ત્વરિત કામગીરીથી માલિકોને પરત મળી

    12 hours ago

    શહેરના હિમાલયા મોલ પર પોલીસ કર્મીઓ ફરજ પર હતા તે દરમિયાન એક અજાણ્યો શખ્સ આવી ને કહ્યું મારી ગાડી ચોરાઈ ગઈ છે તો ફરજ પર ના પોલીસ કર્મી પોતાની સતર્કતા અને ત્વરિત કાર્યવાહી દ્વારા નેત્રમની મદદથી તપાસ કરતા ગાડી અદલાબદલી થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું, અને ટેકનોલોજીની મદદથી બને અદલાબદલી થયેલી બાઈકો મૂળ માલિકોને પરત કરાવી પોલીસ પ્રજા નો મિત્ર છે તે સૂત્ર સાર્થક કર્યું હતું. આજરોજ શહેરના હિમાલયા મોલ ખાતે પોલીસ ફરજ પર હતી, તે દરમિયાન એક વ્યક્તિએ આવીને ફરિયાદ કરી હતી કે, કોઈ અજાણ્યો શખ્સ તેમની શાઇન મોટર સાયકલ ચોરી કરી ગયો છે, ફરિયાદ મળતાની સાથે જ પોલીસે સમયસૂચકતા વાપરી મોલના CCTV ફૂટેજ તપાસ્યા હતા, ફૂટેજમાં દેખાતું દ્રશ્ય ચોરીનું ન લાગતા તે કોઈ ભૂલ કે અજાણતામાં થયેલી અદલા-બદલી હોવાની શંકા જતાં પોલીસે તપાસની દિશા બદલી પોલીસે તાત્કાલિક ભાવનગર 'નેત્રમ' વિભાગનો સંપર્ક કર્યો હતો, CCTV માં દેખાતા વ્યક્તિ જે વાહન પર આવ્યા હતા, તેના નંબરના આધારે તે વ્યક્તિનો મોબાઈલ નંબર મેળવી પોલીસે તેમનો સંપર્ક સાધ્યો હતો, પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તે વ્યક્તિ મોલમાં મહેમાન તરીકે આવ્યા હતા અને અજાણતામાં ભૂલથી બીજાની સમાન દેખાતી બાઈક લઈને નીકળી ગયા હતા. પોલીસે તે વ્યક્તિને પરત હિમાલયા મોલ ખાતે બોલાવ્યા હતા. ત્યારબાદ બંને વાહન ચાલકોની રૂબરૂ ખરાઈ કરી, તેમની મોટર સાયકલ તેમને સહી-સલામત સોંપી દેવામાં આવી હતી, ​આ સમગ્ર કામગીરીમાં પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઈ મકવાણા તથા બ્રિગેડના જવાનોએ મહત્વની ભૂમિકા ભજવી હતી, પોલીસની આ કામગીરીથી પ્રજામાં "પોલીસ પ્રજાનો મિત્ર" છે તે સૂત્ર સાર્થક કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ગિફ્ટ સિટીમાં ક્લાઉડ ટેકનોલોજીના નામે મેગા સ્કેમ:શૂટસ્પેસ કંપનીના ધ્રુવ ચૌધરી અને ભૂમિ પટેલ ઝડપાયા, કોર્ટે આરોપીઓના અનુક્રમે 4 અને 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
    Next Article
    Pre-monsoon rain in Kerala | કેરલમમાં ચોમાસા પહેલા વરસાદ | Thiruvananthapuram | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment