Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટનાં બે વોર્ડમાં ઓચિંતો પાણીકાપ !:આજીથી ગ્રીનલેન્ડ વચ્ચે પાણીની લાઇન તૂટતા વોર્ડ 4 અને 5માં એક-એક દિવસ પાણી વિતરણ બંધ રહેતા હજારો લોકો તરસ્યા રહ્યા, સમારકામ કર્યું ત્યાં બીજીલાઇન તૂટી

    13 hours ago

    રાજકોટમાં પાણીની સ્થિતિ વિકટ બનવાની સંભાવના ઉભી થઇ રહી છે ત્યારે દુષ્કાળમાં અધિક માસની જેમ ગ્રીન લેન્ડ ચોકડી પાસે 600 mm ડાયામીટરની લાઇનમાં અચાનક ભંગાણ પડતાં શહેરના વોર્ડ નં.4 અને વોર્ડ નં.5ના અનેક વિસ્તારોમાં એક-એક દિવસનો ઓચિંતો પાણીકાપ ઝીંકી દેવામાં આવ્યો હતો. પાણીનું વિતરણ બંધ રહેતા બંને વોર્ડના અનેક વિસ્તારોનાં હજારો લોકો તરસ્યા રહ્યા હતા. જોકે મહાનગરપાલિકાની ટીમે સતત બે રાત ઉજાગરા કરીને પાઇપલાઇન રીપેર કરી પાણી વિતરણ પુર્વવત ર્ક્યું હતું. આજે ફરીથી આ વિસ્તારની અન્ય એક અન્ય પાઇપલાઇનમાં ભંગાણ થતા લાખો લીટર પાણી વેડફાયું હતું. જોકે આ અંગેની જાણ થતાં તાત્કાલિક પાણી પુરવઠો બંધ કરી સમારકામ હાથ ધરાયુ છે. પ્રાપ્ત વિગત મુજબ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા સિક્સ લેનની કામગીરી ચાલી રહી છે ત્યારે શુક્રવારે રાત્રે આજીથી ગ્રીન લેન્ડ ચોકડી તરફ આવતી 600 એમએમ ડાયામીટરની લાઇનમાં ભંગાણ પડ્યું હતું. ભાદર ડેમ તરફથી આવતી આ લાઇન વર્ષો જુની છે. આ કારણે આ પાઇપલાઇનમાં અવારનવાર ભંગાણ પડે છે. હાલમાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા સિક્સલેનની કામગીરી ચાલી રહી છે ત્યારે મશીનરીના પ્રેશરને કારણે જુની આજીથી ગ્રીનલેન્ડ ચોકડી તરફ આવતી 600 એમએમ ડાયામીટરની લાઇનમાં શુક્રવારે રાત્રે ભંગાણ પડ્યું હતું. જોકે મહાનગરપાલિકાના વોટર મેેનેજમેન્ટ યુનિટને આ બાબતની જાણ થતાં અધિકારીઓ ટેકનિશય સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને પાઇપલાઇનની મરામત શરૂ કરી હતી. વોટર વર્ક્સ વિભાગના ઈજનેર કે. પી. દેથરીયાએ આ અંગે જણાવ્યું હતું કે, આ મરામત બે દિવસ સુધી ચાલી હતી. જેને લઈને વોર્ડ ન. 4 અને વોર્ડ નં.5ના અનેક વિસ્તારોમાં એક-એક દિવસ પાણી વિતતરણ બંધ રહ્યું હતું. એટલે કે એક વોર્ડમાં શનિવારે અને એક વોર્ડમાં રવિવારે પાણી વિતરણ કરી શકાયું નહોતું. પાણીની આ લાઇન 20 ફૂટ જેટલી ઊંડી હોવાથી સમારકામમાં ભારે હાલાકી પડી હતી. જો કે મનપાની ટીમે રાત દિવસની મહેનત મળી 48 કલાક બાદ લાઇનનું રિપેરીંગ પૂર્ણ કરી આજથી પાણી પુરવઠો પુર્વવત કર્યો છે. દરમિયાન આ મુખ્ય લાઇનની બાજુમાં જ આવેલી અન્ય લાઇનમાં ભંગાણ પડ્યું હોવાનું સામે આવતા જ અધિકારીઓ અને ટેકનિશયનો દ્વારા ફરી સમારકામની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    બોરીદ્રા શાળાના મુખ્ય શિક્ષક અનિલ ગુરુજીને ‘વિજ્ઞાન સાધના પારિતોષિક’:ગુજરાત રાજ્ય એવોર્ડી ટીચર્સ ફેડરેશન દ્વારા અંબાજીમાં કરાયા સન્માનિત
    Next Article
    કરાટે કોચ જુજારસિંહ કે. વાઘેલાએ મોટી સિદ્ધિ મેળવી:અમાન, જોર્ડનમાં આયોજીત જજ ‘A’ની પરીક્ષામાં સફળતા મેળવી ગુજરાતનું નામ રોશન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment