Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:ધોળાવીરાને દેશના ટોચના સ્મારકોમાં ‘કેટેગરી-A’નો દરજ્જો

    9 hours ago

    ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા 8 સપ્ટેમ્બર 2026 ના રોજ ‘પ્રાચીન સ્મારક તથા પુરાતત્વિય સ્થળ અને અવશેષ (સુધારા) નિયમો, 2026’ અંગેનું નવું ડ્રાફ્ટ ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નવા નિયમો હેઠળ કચ્છના વિશ્વપ્રસિદ્ધ હડપ્પીય નગર ધોળાવીરા (પ્રાચીન સ્થળ કોટડા)ને દેશના અતિ મહત્વના 30 સ્મારકો ધરાવતી ‘શ્રેણી ક’ (Category ‘A’) ની રાષ્ટ્રીય યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ નિર્ણયથી ધોળાવીરા હવે તાજમહેલ, લાલ કિલ્લા અને હમ્પી જેવા દેશના સર્વોચ્ચ રાષ્ટ્રીય સ્મારકોની હરોળમાં મુકાઈ ગયું છે. આ નોટિફિકેશન પ્રસિદ્ધ થવાથી ધોળાવીરા અને તેની આસપાસના વિસ્તારમાં સંરક્ષણ, ગેરકાયદેસર બાંધકામ પર રોક, પ્રવેશ ફી અને પ્રવાસી વહીવટના કાયદાકીય ધોરણો હવે વધુ સખત બનશે. ગુજરાતના પાવાગઢ ચંપાનેર સ્મારક અને રાણી-કી-વાવ પણ એ કેટેગરીમાં સામેલ છે. આ ગેઝેટ શું છે અને કાયદાકીય પ્રક્રિયા કેવી રીતે ચાલશે? ગેઝેટ મુજબ ગુજરાતના તમામ 8 સ્મારકોની યાદી 2026 ના આ નવા ગેઝેટ નોટિફિકેશનની બીજી અનુસૂચિમાં ગુજરાતના કુલ 8 સ્મારકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતના શ્રેણી ‘ક’ (Category ‘A’) સ્મારકો પાવાગઢ ચંપાનેર સ્મારક, જિલ્લો પંચમહાલ.રાણી-કી-વાવ, જિલ્લો પાટણ. - પ્રાચીન સ્થળ કોટડા, (ધોળાવીરા) જિલ્લો કચ્છ. ગુજરાતના શ્રેણી ‘ખ’ (Category ‘B’) સ્મારકો (કુલ 5): મોઢેરા સૂર્ય મંદિર, મહેસાણા. બૌદ્ધ ગુફાઓ, જૂનાગઢ. અશોકના શિલાલેખ, જૂનાગઢ. ખાપરા કોડિયા ગુફાઓ, જૂનાગઢ.અડાલજ વાવ, ગાંધીનગર. ધોળાવીરામાં હવે શું બદલાશે અને કયા નિયમો પાળવા પડશે? 1959ના મૂળ નિયમો અને 2026 ના ગેઝેટ સુધારાના આધારે ધોળાવીરા ક્ષેત્રમાં નીચે મુજબના કાયદાકીય ફેરફારો થશે.
    Click here to Read More
    Previous Article
    કાયમી કમિશન અપાશે:કચ્છના યુવાનો માટે અવસર, એન્જિ. બાદ આર્મીમાં લેફ્ટનન્ટ બનવાની તક
    Next Article
    How GTA VI Became the Most Expensive Game in The World

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment