Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેજલપુર પોલીસ સામે કસ્ટોડિયલ ડેથનો આક્ષેપ:મૃતકના દીકરાએ પોલીસ ફરિયાદ નોંધવા હાઇકોર્ટમાં કરી અરજી, પુરાવા સુરક્ષિત રાખવા નિર્દેશ; મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ જવાની છૂટ આપી

    9 hours ago

    અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથ (પોલીસ કસ્ટડીમાં મોત) ના ગંભીર આક્ષેપો સાથે હાઈકોર્ટમાં દાખલ થયેલી અરજીનો નિકાલ કરતા ન્યાયમૂર્તિ ડી. એન. રાયની સિંગલ બેન્ચે મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે 'કસ્ટોડિયલ ડેથ' ને સભ્ય સમાજ માટે ઘૃણાસ્પદ ગુનો ગણાવીને કેસના તમામ મહત્વના પુરાવાઓ જેવા કે, પોલીસ સ્ટેશનના સીસીટીવી (CCTV) ફૂટેજ, સ્ટેશન ડાયરીની એન્ટ્રીઓ અને મેડિકલ રિપોર્ટ્સ તાત્કાલિક ધોરણે સુરક્ષિત રાખવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ અદાલતે કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે મૃતકના પુત્રને એફઆઈઆર (FIR) ની માંગ સાથે સીધા હાઈકોર્ટના બદલે સંબંધિત મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ જવાની છૂટ આપી છે. પોલીસ કસ્ટડીમાં પિતા પર હુમલો કર્યાનો અરજદારનો આક્ષેપ અરજદાર તોફીક શેખના પિતા જહરુદ્દીન શેખની ચાલુ મહિને વેજલપુર પોલીસ સ્ટેશન દ્વારા BNS તથા પશુ સંરક્ષણ અધિનિયમો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. અરજદારનો આક્ષેપ છે કે, જ્યારે તેમના પિતા પોલીસ કસ્ટડીમાં હતા ત્યારે તેમની પર શારીરિક હુમલો કરવામાં આવ્યો હતો અને કોઈ અજાણ્યો પદાર્થ આપવામાં આવ્યો હતો. જેથી તેમની તબિયત બગડતાં સોલા સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ અસારવા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અંતે SVP હોસ્પિટલ અમદાવાદ ખાતે સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. તે જ દિવસે અકસ્માત મોત નોંધવામાં આવ્યું હતું. 20 મેના રોજ સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા ઇન્ક્વેસ્ટ પંચનામું કરવામાં આવ્યું હતું અને પાંચ ડૉક્ટરોની પેનલ દ્વારા વીડિયોગ્રાફી સાથે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ કેસની તપાસ ACP એમ ડિવિઝનને સોંપવામાં આવી હતી. પોલીસ અધિકારીઓ સામે હજુ સુધી FIR નોંધવામાં આવી નથી અરજદારે રજૂઆત કરી હતી કે, આ કસ્ટોડિયલ ડેથનો ગંભીર મામલો હોવા છતાં અને મેડિકો-લીગલ પેપર્સમાં ઇજાઓ દર્શાવી હોવા છતાં જવાબદાર પોલીસ અધિકારીઓ સામે હજુ સુધી FIR નોંધવામાં આવી નથી. સુપ્રીમ કોર્ટના એક ચુકાદા મુજબ જ્યારે પણ કોઈ ગુનાની માહિતીથી પ્રથમ દૃષ્ટિએ કોગ્નિઝેબલ ગુનો બનતો જણાતો હોય, ત્યારે FIR નોંધવી ફરજિયાત છે. પોલીસ પોતાના જ કર્મચારીઓ સામે તપાસ કરતી હોવાથી નિષ્પક્ષ તપાસની ખાતરી આપવા માટે સ્વતંત્ર એજન્સી અથવા ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ કરાવવાની અને CCTV ફૂટેજ વગેરે પુરાવાઓ સુરક્ષિત રાખવાની દાદ માગવામાં આવી હતી. હોસ્પિટલના રેકોર્ડ મુજબ મૃતકે વધુ માત્રામાં ગળી લીધી હોવાનું જણાવ્યું સરકારી વકીલે અરજીનો વિરોધ કરતાં જણાવ્યું કે, આ અરજી ઉતાવળે અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના સીધી હાઈકોર્ટમાં ફાઈલ કરવામાં આવી છે. તેમણે દલીલ કરી કે જો પોલીસ સ્ટેશનમાં FIR ન નોંધાય તો અરજદાર પાસે ઉચ્ચ પોલીસ અધિકારી અને ત્યારબાદ સંબંધિત મેજિસ્ટ્રેટ સમક્ષ જવાનો વૈકલ્પિક અને અસરકારક કાનૂની માર્ગ ઉપલબ્ધ છે. વળી તેમણે જણાવ્યું હતું કે પોલીસે નિયમોનુસાર મેજિસ્ટ્રેટ અને માનવ અધિકાર આયોગને તુરંત જાણ કરી દીધી છે. હોસ્પિટલના રેકોર્ડ મુજબ મૃતકે પોતે જ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ વગેરેની દવાઓ વધુ માત્રામાં ગળી લીધી હોવાનું જણાવ્યું હતું, જેથી કસ્ટોડિયલ હિંસાનો આક્ષેપ ખોટો છે. કોર્ટે સ્વીકાર્યું હતું કે, કસ્ટોડિયલ ડેથ એ સભ્ય સમાજ માટે અત્યંત ગંભીર અને ઘૃણાસ્પદ ગુનો છે. કસ્ટડીમાં રહેલી વ્યક્તિના જીવન અને સ્વતંત્રતાનું રક્ષણ કરવાની રાજ્યની અને પોલીસની કડક જવાબદારી છે. કસ્ટડીમાં રહેલા કેદીઓ કે અંડર-ટ્રાયલ વ્યક્તિઓ બંધારણની કલમ 21 હેઠળના જીવવાના મૂળભૂત અધિકારથી વંચિત થતા નથી. તમામ પુરાવાઓને સુરક્ષિત રાખવાનો કોર્ટનો આદેશ જોકે, જ્યાં સુધી સીધી હાઈકોર્ટમાં FIR નોંધવાની દાદ માગવાનો સવાલ છે તો કાયદામાં નિર્ધારિત કરેલી મેજિસ્ટ્રેટ સમક્ષ જવાની વૈકલ્પિક પ્રક્રિયાને બાયપાસ કરીને સીધા જ બંધારણની કલમ 226 હેઠળ હાઈકોર્ટમાં આવવું યોગ્ય નથી, કારણ કે તેનાથી હાઈકોર્ટ પર અરજીઓનો બિનજરૂરી બોજો વધે છે. આ કેસની ગંભીરતા અને કસ્ટોડિયલ ડેથના આક્ષેપોને ધ્યાનમાં રાખીને, ન્યાયમૂર્તિ ડી. એન. રાયની સિંગલ બેન્ચે નિર્દેશ આપ્યા છે કે અરજદાર મેજિસ્ટ્રેટ કોર્ટનો સંપર્ક કરી શકે છે. જો અરજદાર મેજિસ્ટ્રેટ સમક્ષ જશે, તો મેજિસ્ટ્રેટ તમામ તબીબી દસ્તાવેજો, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને હકીકતોની ચકાસણી કરીને કાયદા અનુસાર તટસ્થ નિર્ણય લેશે. ત્યાં સુધી કેસના તમામ મહત્વના પુરાવાઓ, જેવા કે વેજલપુર પોલીસ સ્ટેશનના સંબંધિત સમયગાળાના CCTV ફૂટેજ, સ્ટેશન ડાયરીની એન્ટ્રીઓ કૉલ ડિટેઈલ રેકોર્ડ્સ અને તમામ મેડિકલ પેપર્સને સુરક્ષિત રાખવાનો આદેશ કરવામાં આવે છે, જેથી પુરાવાઓ સાથે કોઈ ચેડાં ન થઈ શકે.
    Click here to Read More
    Previous Article
    કોળી સમાજ દ્વારા પ્રભાસ પાટણમાં ભાગવતકથા જ્ઞાનયજ્ઞ:અતિથિભવન નિર્માણના સંકલ્પ સાથે 2 થી 8 જૂન સુધી કથા યોજાશે
    Next Article
    10 વર્ષના બાળક સાથે કુકર્મ:આરોપીને અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદ, 2 લાખ વળતરનો આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment