Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠામાં વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી:વ્યસનમુક્તિ માટે મે માસમાં જનજાગૃતિ અભિયાન

    11 hours ago

    વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે સાબરકાંઠા જિલ્લામાં વ્યસનમુક્તિ માટે વ્યાપક જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અંતર્ગત હિંમતનગરના બળવંતપુરા સબ સેન્ટર ખાતે જિલ્લા આર.સી.એચ. અધિકારીની ઉપસ્થિતિમાં રેલી અને ટીબી સ્ક્રીનિંગનો કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 'વ્યસન છોડો, જીવન જોડો'ના સંદેશ સાથે સમગ્ર મે માસ દરમિયાન આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, આયુષ્માન આરોગ્ય મંદિરો, સબ સેન્ટરો, શૈક્ષણિક સંસ્થાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમો યોજી લોકોને તમાકુ અને અન્ય વ્યસનોથી થતા નુકસાન અંગે માહિતગાર કરાયા હતા. આ અભિયાનમાં ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, જનજાગૃતિ રેલીઓ, પ્રદર્શનો, સમૂહ ચર્ચાઓ, શૈક્ષણિક પ્રવચનો અને વ્યસનમુક્ત જીવનના શપથ જેવા સર્જનાત્મક કાર્યક્રમો દ્વારા બાળકો, યુવાનો, મહિલાઓ અને ગ્રામજનો સુધી સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો. અનેક સ્થળોએ વિદ્યાર્થીઓએ તમાકુ વિરોધી સંદેશા સાથે કૃતિઓ રજૂ કરી સમાજમાં વ્યસનમુક્તિ માટે સકારાત્મક વાતાવરણ સર્જ્યું હતું. જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત સ્ક્રિનિંગ કામગીરી દરમિયાન નાગરિકોને તમાકુના સેવનથી થતા ગંભીર આરોગ્યલક્ષી દુષ્પ્રભાવો વિશે માહિતગાર કરાયા હતા. તમાકુનું સેવન કેન્સર ઉપરાંત હૃદયરોગ, ફેફસાના રોગો, સ્ટ્રોક, ઉચ્ચ રક્તચાપ અને અન્ય જીવલેણ બીમારીઓનું મુખ્ય કારણ બની શકે છે તે અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું. આ ઉપરાંત, જિલ્લાના 284 આયુષ્માન આરોગ્ય મંદિરો ખાતે સમગ્ર મે માસ દરમિયાન કુલ 48,497 નાગરિકોનું આરોગ્ય સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. જેમાં હાઇપરટેન્શન અને ડાયાબિટીસ જેવી બિનચેપી બીમારીઓની વહેલી ઓળખ કરી જરૂરી સારવાર અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તમાકુ છોડવાના આરોગ્યલક્ષી ફાયદાઓ અને વ્યસનમુક્ત જીવનશૈલી અપનાવવાના મહત્વ અંગે પણ સમજ આપવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    સુરતના નાસિર નગરમાં મેગા ડિમોલિશન, વગર નોટિસે બુલડોઝરની એન્ટ્રી:100થી વધુ પરિવારો ઘરવિહોણા, રોષે ભરાયેલા સ્થાનિકોએ કહ્યું- રોડ અને નળ આપ્યા ત્યારે ગેરકાયદે નહોતું?
    Next Article
    સુરત જિ.પં. ખેતીવાડી શાખાની મહિલા એકાઉન્ટન્ટ લાંચ લેતા ઝડપાઈ:સ્ટાફના 46 કર્મચારીઓના બિલ પાસ કરવા ₹60 હજાર માંગ્યા, દીકરાના હાથે ₹30 હજાર સ્વીકારતી માતાની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment